TRIPURA ELECTION RESULT: અગરતલામાં ભાજપની ભવ્ય જીતની ઊજવણી માટે વિશેષ મિઠાઈ તૈયાર કરવામાં આવી છે. આ મિઠાઈ ખીરમાંથી તૈયાર કરવામાં આવી છે, ભાજપની જીતને ચિહ્નિત કરે છે.
ત્રિપુરામાં ભાજપની જીત માટે 1,300 રૂપિયા કિંમતની “પડ્ડા સંદેશ” (Lotus Sandesh) વેચવામાં આવી રહી છે. ભાજપે સતત બીજી વાર જીત મેળવતા અગરતલાની દુકાનમાં આ પારંપરિક મિઠાઈનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.
જીતનો સ્વાદ મીઠો હોય છે. અગરતલામાં ભાજપની ભવ્ય જીતની ઊજવણી માટે વિશેષ મિઠાઈ તૈયાર કરવામાં આવી છે. આ મિઠાઈ ખીરમાંથી તૈયાર કરવામાં આવી છે, ભાજપની જીતને ચિહ્નિત કરે છે. આ મિઠાઈ કમળના આકારની છે. એક કિલોગ્રામની આ મીઠાઈ રૂ.1,200ની છે. આ જ મિઠાઈ નાના આકારમાં લેવી હોય તો તેની કિંમત રૂ.250થી રૂ.750 રહે છે.
ઉજયંતા પેલેસની સામે પ્રદ્યોત માણિક્ય રહે છે. તેઓ રોયલના વંશજ અને TIPRA મોથાના નેતા છે. તે સ્થળે શેરોવાલી સ્વીટ્સની દુકાન છે. અત્યાર સુધીમાં આ મિઠાઈના 30 ટુકડા વેચાઈ ચૂક્યા છે. ભાજપ સમર્થક આ મિઠાઈની ખરીદી કરી રહ્યા છે.
દુકાનના માલિક ઘોષ સાહેબે જણાવ્યું કે, ‘ભાજપ બીજી વાર સત્તામાં આવી હોવાથી મને ખૂબ જ ખુશી થઈ રહી છે. અમે રાજ્યમાં વધુ પ્રગતિ કરવા માંગી રહ્યા છીએ અને આ કામ માત્ર ભાજપ જ કરી શકે છે. હું ઈચ્છું છું કે ભાજપ ત્રિપુરામાં ફેલાતા ડ્રગ્સના દૂષણને નિયંત્રિત કરે અને યુવાઓને આ લત્તથી બચાવે.’
અહીં ઉલ્લેખનીય છે કે, ત્રિપુરામાં ભાજપે 32 સીટ પર જીત મેળવી છે અને તેમના સહયોગી ઈંડીજેનસ પીપલ્સ ફ્રંટ ઓફ ત્રિપુરા (IPFT)એ સત્તા જાળવી રાખવા માટે 30થી વધુ સીટ મેળવી લીધી છે. જોકે, મુખ્યમંત્રી માણિક સાહા (Manik Saha) એ જેટલી સીટ જીતવાની આશા રાખી હતી, તેના કરતા ઓછી સીટ પર જીત થઈ છે. ભાજપે વર્ષ 2018માં 36 સીટ પર જીત મેળવી હતી.
ત્રિપુરા રાજ્યમાં 8 માર્ચના રોજ મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળનો શપથ સમારોહ યોજાશે. 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પણ છે. 8 માર્ચનો દિવસ ત્રિપુરા અને પૂર્વોત્તરના રાજ્યોની રાજનીતિ માટે ઐતિહાસિક દિવસ હોઈ શકે છે. કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી પ્રતિમા ભૌમિક ત્રિપુરાના મુખ્યમંત્રી તરીકે ઉભરી આવ્યા છે. જો પ્રતિમા ભૌમિક ત્રિપુરાની સત્તા સંભાળશે, તો ઉત્તર પૂર્વમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી હશે અને ભાજપના હાલના મુખ્યમંત્રીઓમાં એક માત્ર મહિલા હશે. જો આ પ્રકારે થશે તો ભાજપ દ્વારા તૈયાર કરવામાં આવેલ વિશેષ મિઠાઈ “પડ્ડા સંદેશ”ની માંગમાં વધારો થઈ શકે છે. આ કારણોસર આ માંગને પહોંચી વળવા માટે વધુ મિઠાઈનું ઉત્પાદન કરવાની જરૂરિયાત ઊભી થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર