અનોખી પરંપરા : અહીં એક-બીજાને પાન ખવડાવતાં જ બની જાય છે જીવનસાથી

અનોખી પરંપરા : અહીં એક-બીજાને પાન ખવડાવતાં જ બની જાય છે જીવનસાથી
પાન ખવડાવીને જીવનસાથી પસંદ કરતાં આદિવાસી યુવક અને યુવતી.

પાન ખવડાવ્યા બાદ યુવતી યુવકના ઘરે જાય છે, યુવતીના પરિવારને બાદમાં જાણ કરવામાં આવે છે

 • Share this:
  પ્રવીણસિંહ તંવર, મધ્યપ્રદેશ : વિવાહની અનેક પરંપરાઓ અને રિવાજો વિશે આપે સાંભળ્યું-વાંચ્યું હશે કે જોયું હશે. પરંતુ મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ના હરદા (Harda) જિલ્લામાં સ્થિત આદિવાસી અંચલમાં વિવાહનો જે રિવાજ આજે પણ પ્રચલિત છે, તેના વિશે તમે નહીં સાંભળ્યું હોય. હરદાના આદિવાસી અંચલમાં રહેનારા યુવક-યુવતી (Tribal youth) અનોખી રીતે પોતાના લગ્નની વિધી (Marriage Ritual) નિભાવે છે. જિલ્લા મુખ્યમથકથી 70 કિમી દૂર આદિવાસી અંચલમાં સ્થિત મોરગઢી ગામમાં દર વર્ષે દિવાળીના એક સપ્તાહ બાદ એક અનોખો મેળો ભરાય છે. તેમાં મોટી સંખ્યામાં આદિવાસી યુવક-યુવતીઓ સામેલ થાય છે. ઠઠિયા બજાર નામના આ મેળામાં આ યુવક અને યુવતીઓ પોતાના જીવનસાથીની પસંદગી કરે છે. તેના માટે યુવક અને યુવતી એક-બીજાને પાન ખવડાવે છે. પોતાને ગમતા જીવનસાથીને પસંદ કર્યા બાદ પાન ખવડાવતાં જ બંને એક-બીજાના જીવનસાથી બની જાય છે. મોરગઢી ગામમાં વર્ષોથી આ પરંપરા ચાલી રહી છે. રવિવારે પણ ગામમાં આ મેળો ભરાયો અને અનેક યુવક-યુવતીઓએ એક-બીજાને પાન ખવડાવી જીવનસાથીની પસંદગી કરી.

  રંગબેરંગી પરિધાનોમાં સજ્જ આદિવાસી મેળામાં આવ્યા  જિલ્લાના ખિરકિયા બ્લૉકના આદિવાસી ગામ મોરગઢીમાં રવિવારે ઠઠિયા બજાર મેળામાં આદિવાસી સમાજની કોરકૂ અને ગોંડ જનજાતિના યુવક-યુવતી સામેલ થયા. રંગબેરંગી પરિધાનોમાં સજ્જ યુવતીઓ અને પારંપરિક ધોતી-કુર્તાને બદલે પેન્ટ-શર્ટમાં આવેલા યુવકોએ પહેલા તો મનભરીને મેળાનો આનંદ ઉઠાવ્યો અને બાદમાં પોતાના જીવનસાથીની પસંદગી કરી. મેળામાં અનેક આદિવસી સમૂહ પારંપરિક વાદ્યયંત્રોની સાથે નાચતા-ગાતા આવ્યા. દિવસ ઢળવાની સાથે જીવનસાથી પસંદગી કરવાનો સિલસિલો ચાલ્યો. આદિવાસી સમાજના અનેક યુવક અને યુવતીઓએ પોતાને ગમતા સાથીને પસંદ કર્યા અને તેમને પાન ખવડાવ્યા. યુવક અને યુવતીએ એક-બીજાને પાન ખવડાવતાં જ તેમના લગ્નની જાહેર કરવામાં આવતી હતી અને બંને એક સાથે પોતાના ઘરે જવા રવાના થઈ જતાં હતાં. યુવતીના પરિવારને ત્યારબાદ દીકરીના લગ્નની જાણ કરવાામં આવે છે.

  મેળામાં પોતાને ગમતા જીવનસાથીની પસંદગી કરતાં આદિવાસી યુવક અને યુવતી.


  પાન ખવડાવવાની સાથે રહેવાની કસમ ખાધી

  ઠઠિયા બજાર મેળામાં આવેલા યુવક ગિરીશે પણ રવિવારે પોતાને ગમતી યુવતીને પસંદ કરી. ગિરીશે જણાવ્યું કે, તે રવાંગ ઢાનાનો રહેવાસી છે. મેળામાં તેણે પોતાની સાથીને પાન ખવડાવ્યું અને પ્રેમનો એકરાર કર્યો. મેળામાં આવેલી આદિવાસી યુવતી પૂજાએ જણાવ્યું કે, આજે તેને ગમતા સાથીએ તેને પાન ખવડાવ્યું છે અને હજે તે તેની સાથે જીવનભર રહેશે. આ અનોખી પરંપરા વિશે ગામના વૃદ્ધ ધનકિશોર કલમે જણાવ્યું કે, ઠઠિયા બજાર આદિવાસી જનજાતિઓની પરંપરા છે. દિવાળી બાદ આદિવાસી અંચલમાં સૌથી પહેલા ભરાતાં બજારને ઠઠિયા બજાર કહે છે. હરદાની પાસે ખંડવા જિલ્લાના આદિવાસી ગામોમાં પણ આ મેળો ભરાય છે.

  પાન ખવડાવ્યા બાદ યુવતી યુવકના ઘરે જાય છે

  આદિવાસી માન્યતા મુજબ, બજારમાં આવેલી યુવતી પોતાની પસંદના યુવક સાથે પ્રેમનો એકરાર કરે છે. પછી બંને એક-બીજાને પાન ખવડાવે છે. ત્યારબાદ બજારમાં જીવનસાથી બનેલા આદિવાસી યુવક-યુવતી ઘરે ચાલ્યા જાય છે. યુવતીના પરિવારને બાદમાં જાણ કરવામાં આવે છે કે તેમની દીકરીની શોધખોળ ન કરે. ત્યારબાદ બંને પરિવાર લગ્ન પર સહમિત જતાવે છે. આદિવાસીઓની જીવનશૈલી અને તેમની સંસ્કૃતિ પર અધ્યયન કરનારા જનજાતિ સંસ્કૃતિના ફેલો પ્રો. ધમેન્દ્ર પારે જણાવ્યું કે, આદિવાસી સમાજમાં પાન, પ્રણયનું પ્રતીક માનવામાં આવે છે. મૂળ રીતે, આ પરંપરા ભીલ આદિવાસીઓમાં પ્રચલિત હતી. પરંતુ ગોંડ અને કોરકૂ જનજાતિમાં પણ પાન ખાઈને પ્રેમ નિવેદન કરવાના દૃશ્ય જોવા મળી જાય છે.

  આ પણ વાંચો,

  દીકરાની અંતિમ ઈચ્છા પૂરી કરવા અર્થી સામે લોકગીત ગાતી રહી માતા
  છઠ પૂજાની ચોંકાવનારી તસવીરો, ખતરનાક કેમિકલની વચ્ચે સૂર્યને અર્ધ્ય
  First published:November 04, 2019, 11:02 am

  टॉप स्टोरीज