ટ્વિટર @TheFigen_ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં પવન સાથે નાચતા વૃક્ષને જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો. વીડિયો જોઈને તમને ખાતરી નહીં થાય કે તે વૃક્ષ છે કે મનુષ્ય છે કે મહાકાય પ્રાણી. પરંતુ વીડિયો જોઈને તમે ચોક્કસ આનંદ અનુભવશો. આ વીડિયોને 29 લાખ વ્યૂઝ મળ્યા છે.
આજ સુધી તમે કેટલાં વૃક્ષોને નાચતા જોયા છે. તમે પવનને કારણે વૃક્ષોને ઘણીવાર લહેરાતા જોયા હશે, તેમાં કોઈ શંકા નથી. પરંતુ શું તમે ક્યારેય એવું દ્રશ્ય જોયું છે કે જ્યાં તમને એવું લાગે કે સામે કોઈ ઝાડ નથી પણ યેતિ કે રીંછ કે માણસ નાચી રહ્યો છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે, જેને જોઈને તમે કહેશો કે, તમે તમારા જીવનમાં આવો નજારો ક્યારેય નહીં જોયો હોય.
@TheFigen_ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવેલા વીડિયોમાં એક વૃક્ષ જોરદાર પવનમાં લહેરાતું જોવા મળી રહ્યુ છે. તેનું કેપ્શન છે- 'અદ્ભુત પ્રકૃતિ, જોરદાર પવનને કારણે ઝાડ નાચતું જોવા મળ્યું'. અત્યાર સુધીમાં 29 લાખથી વધુ વખત આ વીડિયો જોવામાં આવ્યો છે, જ્યારે 9 હજારથી વધુ લોકોએ વીડિયોને રિટ્વીટ કર્યો છે. કુદરતનો સૌથી સુંદર નજારો વીડિયોમાં કેદ થયો છે.
કુદરતના અનેક રંગો છે. સમયાંતરે તમે આવા વીડિયો જોતા રહો છો જેમાં કુદરતના અદ્ભુત પરાક્રમોને કેદ કરવામાં આવ્યા છે. આજે અમે તમને જે વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ તે જોઈને તમને વિશ્વાસ નહીં થાય કે આ વીડિયો કોઈ વૃક્ષનો છે, કોઈ મનુષ્યનો છે કે પછી કોઈ મહાકાય પ્રાણીનો છે. પરંતુ આ વીડિયો જોયા પછી તમે ચોક્કસ આનંદથી ઉછળી જશો. વાસ્તવમાં આ વીડિયોમાં જે રીતે વૃક્ષ હવામાં રમી રહ્યું છે તે જોઈને લાગતું નથી કે તે કોઈ વૃક્ષ છે. એકવાર જોતાં જ એવું લાગે છે કે જાણે કોઈ વિશાળ યેતિ નૃત્ય કરી રહી છે. આ વીડિયો એવો છે કે, જો તમે તેને હોલિવૂડ કે બોલિવૂડ ફિલ્મના ગીતની ધૂન પર ફિટ કરો તો તમને એક ક્ષણ માટે પણ એવું નહીં લાગે કે તેની કોરિયોગ્રાફી કરવામાં આવી નથી.
ડાન્સિંગ ટ્રીનો વીડિયો વાયરલ થયો
વીડિયોને જોઈને લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ટ્વિટર એકાઉન્ટ પર રીટ્વીટ કરીને કેટલાક લોકો આ વૃક્ષના ડાન્સની યેતિ સાથે સરખામણી કરી રહ્યા છે તો કેટલાક લોકો આ વૃક્ષને રીંછ જેવું કહી રહ્યા છે. કેટલાક તેને ડિઝનીલેન્ડનું પાત્ર કહી રહ્યા છે, તો કેટલાક તેને ભૂત ગણાવી રહ્યા છે. જો કે, કોઈ કંઈ પણ કહે, એક વાત ચોક્કસ છે કે આ ઝાડને જોરદાર પવનમાં ઝૂલતા જોઈને તમે પણ ચોક્કસથી ઝૂલવા મજબૂર થઈ જશો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર