Home /News /eye-catcher /Travers Beynon: આ છે દુનિયાનો સૌથી મોટો ઐય્યાસ? ઘરમાં બે પત્નીઓ સાથે રહે છે અનેક ગર્લફ્રેન્ડ
Travers Beynon: આ છે દુનિયાનો સૌથી મોટો ઐય્યાસ? ઘરમાં બે પત્નીઓ સાથે રહે છે અનેક ગર્લફ્રેન્ડ
ઓસ્ટ્રેલિયાના અબજોપતિ ટ્રેવર્સ બેયનોન (Travers Beynon)ની જે ધ ગોલ્ડ કોસ્ટ પ્લે બોય અને ધ કેન્ડીમેન તરીકે ઓળખાય છે.
Candyman Party news: એક પાર્ટીમાં ટ્રેવર પોતાની આગામી પાર્ટીની તારીખ નક્કી કરે છે અને પછી તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે, જેથી લોકો પાર્ટીને મિસ ન કરે. પાર્ટી એટલી વાઇલ્ડ હોય છે કે દારૂ ઉપરાંત તેઓ ડોક્ટરો અને દવાઓની પણ વ્યવસ્થા કરી રાખે છે
દુનિયામાં તમે ઘણા અય્યાશોને જોયા હશે, જે તેની બેફામ સંપત્તિનો ઉપયોગ પોતાના અતરંગી શોખ માટે ખુલ્લેઆમ કરે છે. પરંતુ એક પરિણીત ઓસ્ટ્રેલિયન અબજોપતિ (Australian Tobacco King) જેવો અય્યાશ તમે કોઇએ નહીં જોયો હોય. જે પરિણીત હોવા છતા અનેક ગર્લફ્રેન્ડ (married man makes new girlfriend) બનાવવાનો શોખ છે. તેની પાર્ટીઓમાં દારૂ પાણીની જેમ વહે છે અને છોકરીઓ નગ્ન અવસ્થામાં તેની પાછળ ફરતી રહે છે. કેટલીક છોકરીઓ તો ઉંમરમાં તેની પુત્રી જેવડી હશે, છતા તેની સાથે પાર્ટી કરે છે અને પોતાની ઐયાશીમાં મહેમાનોનો પણ સમાવેશ કરે છે. તમાકુ વેચીને તેણે (tobacco king party) ધન ભેગુ કર્યુ છે. આજે સોશિયલ મીડિયા પર લોકો તેને કેન્ડીમેન તરીકે ઓળખે છે.
અમે વાત કરી રહ્યા છીએ, ઓસ્ટ્રેલિયાના અબજોપતિ ટ્રેવર્સ બેયનોન (Travers Beynon)ની જે ધ ગોલ્ડ કોસ્ટ પ્લે બોય અને ધ કેન્ડીમેન (The Candiman) તરીકે ઓળખાય છે. ટ્રેવર્સની આ છબી તેની હરકતોના કારણે બની છે. 50 વર્ષીય ટ્રેવર છેલ્લા 22 વર્ષથી તેની કેન્ડી શોપ મેન્શન (Candy shop mansion)માં પાર્ટીઓનું આયોજન કરી રહ્યો છે, જેમાં વાઇન અને શબાબનો ખાસ તડકો લગાવે છે. તેમની પાર્ટીઓમાં છોકરીઓ ટૂંકા કપડામાં હાજર રહે છે અને મહેમાનો તેમની સાથે અશ્લીલ કૃત્ય કરે છે.
ડેઇલી સ્ટાર ન્યૂઝ વેબસાઇટ સાથે વાત કરતા ટ્રેવરે જણાવ્યું હતું કે, પોતાની પાર્ટીમાં જોડાવાથી લોકો સપનાની દુનિયામાં ખોવાઈ જાય છે. હકીકતથી દૂર, થોડીક ક્ષણો માટે પોતાના વાસ્તવિક જીવનથી દૂર રહે છે. એક પાર્ટીમાં ટ્રેવર પોતાની આગામી પાર્ટીની તારીખ નક્કી કરે છે અને પછી તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે, જેથી લોકો પાર્ટીને મિસ ન કરે. પાર્ટી એટલી વાઇલ્ડ હોય છે કે દારૂ ઉપરાંત તેઓ ડોક્ટરો અને દવાઓની પણ વ્યવસ્થા કરી રાખે છે જેથી કોઈને મેડિકલ કન્ડિશન ડેવલપ થાય તો તરત જ તેની સારવાર થઈ શકે.
ટ્રેવરનું કહેવું છે કે, ઓસ્ટ્રેલિયાના કોવિડ લોકડાઉન પછી તેની પાર્ટીઓ વધુ વાઇલ્ડ બની ગઈ છે. જ્યાં સુધી લોકો ઘરોમાં બંધ હતા. ત્યાં સુધી તેઓ આ પાર્ટીઓને ખૂબ જ મિસ કરતા હતા, હવે બહાર આવતાની સાથે જ તેઓ આ પાર્ટીઓમાં જોડાવા લાગ્યા હતા. ઘણી વખત આ પાર્ટીઓમાં ફ્રી દારૂ હોય છે અને લોકો ખુશીથી તેમાં જોડાય છે અને ઘરે જાય છે.
પરીણિત હોવા છતા બનાવે છે ગર્લફ્રેન્ડ
એક તરફ ટ્રેવરની પાર્ટીઓ ફેમસ છે તો બીજી તરફ તેની પર્સનલ લાઈફને લઈને પણ ઘણી ચર્ચાઓ થઈ રહી છે. ટ્રેવરને બે પત્નીઓ છે, જેમાંથી એક તેશા છે. જો કે ઘણા રિપોર્ટ્સમાં માત્ર તેશાનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ટ્રેવર અને તેની બંને પત્નીઓ ઓપન રીલેશનશિપમાં છે અને તે હંમેશા નવી ગર્લફ્રેન્ડની શોધમાં હોય છે. ઘરમાં બે પત્નીઓ હોવા છતાં ટ્રેવર ઘરમાં ગર્લફ્રેન્ડ્સને પણ પોતાની સાથે રાખે છે. તેની એક ગર્લફ્રેન્ડ નિશા ડાઉન્સ હતી, જે છેલ્લા 7 વર્ષથી તેની સાથે હતી પરંતુ હવે તે તેનાથી અલગ થઈ ગઈ છે. હવે તે ડેટિંગ એપ દ્વારા નવી નવી ગર્લફ્રેન્ડ્સની શોધમાં છે. તેનું કહેવું છે કે છોકરીઓ પોતે જ તેની ગર્લફ્રેન્ડ બની જાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર