Home /News /eye-catcher /ભૂખ્યા પ્રવાસીને વિમાનમાં નાસ્તો લઈ જવો ભારે પડ્યો, રૂ.1.44 લાખથી વધુનો દંડ! શું તમારે સાથે પણ આવું થઈ શકે?

ભૂખ્યા પ્રવાસીને વિમાનમાં નાસ્તો લઈ જવો ભારે પડ્યો, રૂ.1.44 લાખથી વધુનો દંડ! શું તમારે સાથે પણ આવું થઈ શકે?

પ્રતીકાત્મક તસવીર (Shutterstock)

McDonald breakfast: આ પ્રકારનું ભોજન ઓસ્ટ્રેલિયામાં લઈ જવા પર પ્રતિબંધો છે. જો આ વાયરસ ઓસ્ટ્રેલિયા સુધી પહોંચી જાય તો 10 વર્ષમાં 80 અબજ ડોલર જેટલો ખર્ચ થઈ શકે છે.

    નવી દિલ્હી: ઇન્ડોનેશિયાના બાલીથી ઉત્તરી ઓસ્ટ્રેલિયા (Australia) જઇ રહેલા એક મુસાફરને મેકડોનાલ્ડના નાસ્તા (Mcdonalds breakfast)ના ઓર્ડરે મુશ્કેલીમાં મૂકી દીધો છે. તેને ડિકલેર ન કરાયેલું ફૂડ પોતાના દેશમાં લાવવાનો પ્રયાસ કરવા બદલ £1,500થી વધુનો એટલે કે આશરે રૂ. 1,44,349નો દંડ ફટકારવામાં આવ્યો છે. મેકડોનાલ્ડ્સ પેકેજમાં બે ઇંડા અને બીફ સોસેજ મેકમફિન્સ, હોટ કેક અને એક હેમ ક્રોઇસન્ટ હતું. આ પેકેજને ગયા અઠવાડિયે ઓસ્ટ્રેલિયાના ડાર્વિન એરપોર્ટ પર નવા ડિટેક્ટર ડોગ ઝિન્ટા દ્વારા પકડી પડવામાં આવ્યું હતું.

    દેશમાં પરત ફરેલા મુસાફરને $2,664 NZD (£1,531)ની ઉલ્લંઘનની નોટિસ ફટકારવામાં આવી હતી અને વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી. આ બનાવમાં મુસાફરની ઓળખ જાહેર કરવામાં આવી નથી. એરપોર્ટ પર પકડાયેલા આ ફૂડનો નાશ થાય તે પહેલાં પગ અને મોંના રોગ માટે પરીક્ષણ કરવામાં આવશે.

    આ પણ વાંચો: જીમના બદલે ઓઈલના ઈન્જેક્શનથી શખ્સે બનાવી  બોડી

    શા માટે પ્રતિબંધ?


    ઓસ્ટ્રેલિયામાં પગ અને મોંના રોગો (એફએમડી) સાથે સંકળાયેલી બાયોસિક્યોરીટી છે. એફએમડી સામે બાયોસિક્યોરીટીનું પાલન વિશ્વના ઘણા દેશો કરે છે અને ઓસ્ટ્રેલીયા પણ તેમાંથી એક છે. પગ અને મોઢાના રોગ (એફએમડી) એ ખૂબ જ ચેપી વાયરસ હોય છે અને અમુક પ્રાણીઓને અસર કરે છે. આ રોગનો રોગ હાલમાં જ ઇન્ડોનેશિયા અને બાલી મારફતે ફેલાઈ રહ્યો હતો. જેથી આ પ્રકારનું ભોજન ઓસ્ટ્રેલિયામાં લઈ જવા પર પ્રતિબંધો છે. જો આ વાયરસ ઓસ્ટ્રેલિયા સુધી પહોંચી જાય તો 10 વર્ષમાં 80 અબજ ડોલર જેટલો ખર્ચ થઈ શકે છે.

    ઓસ્ટ્રેલિયાના ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રિકલ્ચર, ફિશરીઝ એન્ડ ફોરેસ્ટ્રી (ડીએએફએફ)એ જણાવ્યું હતું કે, આ વાયરસ માંસ અને ડેરી ઉત્પાદનો દ્વારા ફેલાઈ શકે છે. તે માટી, હાડકાં, ચામડી, વાહનો અને અન્ય સાધનોમાં મળી આવે છે અને માંસ અને ડેરી ઉત્પાદનો સહિત થીજી ગયેલા ઠંડા અને સૂકા ખોરાકમાં પણ ટકી શકે છે.

    આ પણ વાંચો: દેશનું પહેલું પ્લાસ્ટિક ફ્રી કેફે ગુજરાતમાં

    બાલીના હવાઈ ભાડા કરતા બે ગણો દંડ!


    9 ન્યૂઝના અહેવાલો અનુસાર, ઓસ્ટ્રેલિયાના કૃષિ, મત્સ્યઉદ્યોગ અને વન્ય પ્રધાન મરે વોટ્સે જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયા એફએમડી-ફ્રી રહેવા માટે પ્રતિબદ્ધ છે. આ ફૂડ પાર્સલ તે મુસાફર માટે અત્યારસુધીનું સૌથી મોંઘું મેકડોનાલ્ડ ફૂડ હશે. આનો ખર્ચ બાલીના હવાઈ ભાડાની કરતા બમણો થશે. પરંતુ મને ઓસ્ટ્રેલિયાની બાયોસિક્યોરીટીનો ભંગ કરતાં લોકો પ્રત્યે કોઈ સહાનુભૂતિ નથી. અમે આવી સિક્યોરીટી ઈચ્છીએ છીએ.
    First published:

    Tags: Airline, McDonald, Plane, ખોરાક