ભારતની આ જગ્યા પર ભાઇ-બહેનનો પ્રવેશ છે વર્જિત, જશો તો બહેન સાથે થશે લગ્ન

આ મીનારાને બનાવવા માટે રેતી, સિમેન્ટ અને પથ્થરનો ઉપયોગ થયો નથી

આ મીનારાને બનાવવા માટે રેતી, સિમેન્ટ અને પથ્થરનો ઉપયોગ થયો નથી

  • Share this:
    જલૌન:  આપણા દેશમાં એવી ઘણી જગ્યાઓ છે જે તેની કોઇને કોઇ ખાસિયત કે પ્રસિદ્ધ વાયકા માટે જાણીતી છે. દરેક સ્થળ સાથે કોઇને કોઇ કહાની જોડાયેલી છે. આવી જ  એક કહાની છે ઉત્તર પ્રદેશનાં એક મિનારાની. આ કહાની જરાં હટ કે છે. આ જગ્યાએ ફક્ત કોઇ પ્રેમી-પ્રેમિકા કે પછી પતિ-પત્ની જ જઇ શકે છે. અહીં ભાઇ-બહેનનો  પ્રવેશ વર્જીત છે.

    દેશનાં સૌથી ઉંચા મીનારામાંથી એક છે લંકા મીનારો
    ઉત્તર પ્રદેશનાં જલૌન જીલ્લામાં એક 210 મીટર ઉંચો મીનારો છે. જેનું નામ લંકા મીનારો છે. આ મીનારાને બનાવવા માટે રેતી, સિમેન્ટ અને પથ્થરનો ઉપયોગ થયો નથી. પણ અડદની દાળ, શંખ, છીપલા તથા કોડીથી આ મીનારાનું નિર્માણ થયુ છે. આ મીનારાને દેશના સૌથી ઉંચા મીનારામાં ગણવામાં આવે છે.


    આ છે મીનારાની ખાસિયત
    - આ મીનારા પાસે 100 ફૂટ ઉંચી કુંભકર્ણ અને 65 ફૂટ ઉંચી મેઘનાથની મૂર્તિ બનેલી છે.
    -આ ઉપરાંત મીનારાની સામે ભગવાન શંકર અને ચિત્રગુપ્તની મૂર્તી લાગેલી છે.
    -આ મીનારાની ઐતિહાસિક ખુબી છે કે તેમાં ન ફક્ત રાવણ પણ તેનાં સંપૂર્ણ પરિવારનું ચિત્રણ જોવા મળે છે.
    -મીનારા પર ઘણી પૌરાણિક ઘટનાનું ચિત્રણ પણ જોવા મળે છે.
    - જો કે આ મીનારાના ધાબા સુધી પહોંચવા માટે એક ગોળાકાર રસ્તો છે.
    - આ ગોળાકાર રસ્તો પૂરો કરતા કરતા સાત ફેર થઈ જાય છે જેથી ભાઈ બહેને સાથે અહીં જવું વર્જીત છે.
    Published by:Margi Pandya
    First published: