Home /News /eye-catcher /

37 વર્ષીય પુરુષે આપ્યો પુત્રને જન્મ! હોસ્પિટલમાં ‘મા’ના સંબોધનથી ભડક્યો, જાણો સમગ્ર મામલો

37 વર્ષીય પુરુષે આપ્યો પુત્રને જન્મ! હોસ્પિટલમાં ‘મા’ના સંબોધનથી ભડક્યો, જાણો સમગ્ર મામલો

37 વર્ષીય બેનેટે કહ્યું કે માતૃત્વ અને નારીત્વમાં ફરક હોય છે. (Image- Instagram)

Transgender Man gives Birth to a Baby Boy: લોસ એન્જલસ (Los Angeles, America) સ્થિત 37 વર્ષીય બેનેટ કાસ્પર વિલિયમ (Bennett Kaspar-Williams) એક ટ્રાન્સજેન્ડર પુરુષ (Transgender Man) છે. તેણે 3 લાખ રૂપિયા ખર્ચીને બ્રેસ્ટ સર્જરી કરાવી છે.

વધુ જુઓ ...
    લોસ એન્જલસ. વિજ્ઞાનમાં થયેલા સુધારા બાદ ઘણી ચિત્રવિચિત્ર બાબતો આપણને જોવા મળે છે જેના વિશે સામાન્ય રીતે લોકોએ ન સાંભળ્યું હોય છે, કે ન જોયું હોય છે. આ કારણે લોકોના વિચારવા અને સમજવાનો દ્રષ્ટિકોણ જૂનો હોય છે. હાલમાં જ એક એવું જ કંઈક અમેરિકામાં રહેતા ટ્રાન્સજેન્ડર પુરુષ (American Transgender Man) સાથે થયું. વાત એમ છે કે, એક માણસે પોતાના પુત્રને જન્મ (Transgender Man gives Birth to a Baby Boy) આપીને સૌને ચોંકાવી દીધા. પરંતુ લોકો તેને બાળકનો પિતા નહીં, મા કહેવા લાગ્યા! આ વાતથી તે વ્યક્તિ ઘણો દુઃખી થયો અને તેણે પોતાનો ગુસ્સો ઠાલવ્યો.

    લોસ એન્જલસ (Los Angeles, America)માં રહેતા 37 વર્ષીય બેનેટ કાસ્પર વિલિયમ (Bennett Kaspar-Williams) એક ટ્રાન્સજેન્ડર પુરુષ છે. 7 વર્ષ પહેલા સુધી તે એક મહિલા હતો અને તેણે 3 લાખથી વધારે રૂપિયા ખર્ચીને પોતાની બ્રેસ્ટ સર્જરી કરાવીને તેના સ્તન હટાવી દીધા છે. પરંતુ બેનેટે પોતાના પ્રાઈવેટ પાર્ટ ન બદલાવ્યા, કેમ કે તેને માતા બનવું હતું. 2017માં તેની મુલાકાત મલિક નામની વ્યક્તિ સાથે થઈ. બંને વચ્ચે પ્રેમ થતા તેમણે પરિવારને આગળ વધારવાનો નિર્ણય લીધો.

    હોસ્પિટલમાં પિતાની જગ્યાએ લોકો તેને કહેવા લાગ્યા ‘મા’

    વર્ષ 2020માં તેણે પોતાના દીકરા હડસનને જન્મ આપ્યો હતો. તાજેતરમાં જ બેનેટે બાળકના જન્મ દરમિયાન થયેલા એક વિચિત્ર અનુભવ વિશે જણાવ્યું અને સોશિયલ મીડિયા પર આ અંગે પોતાની વ્યથા ઠાલવી. ડેઇલી સ્ટારની રિપોર્ટ મુજબ બેનેટે કહ્યું કે, હોસ્પિટલમાં લોકો તેણે બાળકના પિતાની (Transgender Father Called Mother in Hospital) જગ્યાએ બાળકની મા કહીને બોલાવવા લાગ્યા. પરંતુ તેને આ વાત બહુ ખટકી કેમકે તેનું માનવું છે કે માતૃત્વની (Motherhood) ભાવના ફક્ત મહિલાઓમાં નહીં, પુરુષોમાં પણ પેદા થઈ શકે છે.

    આ પણ વાંચો: Shocking! YouTube જોઈને પતિ કરી રહ્યો હતો ડિલીવરી, નવજાત બાળકનું મોત, પત્નીની હાલત ગંભીર




    તેણે કહ્યું કે, માતૃત્વ અને નારીત્વમાં (Womanhood) ફરક હોય છે જેના વિશે લોકો નથી સમજતા. વર્ષોથી લોકોના મગજમાં આ જ ભાવના છે કે જે મહિલા હશે, તે મા બની શકશે અને તેની અંદર માતૃત્વનો ભાવ હશે.

    આ પણ વાંચો: જન્મના 5મા દિવસે જ દીકરીને આવ્યા પીરિયડ્સ! બાળકીને તેડીને હોસ્પિટલ દોડી મા, ડોક્ટર્સે આવું કહ્યું

    માણસે કાઢ્યો પોતાનો બળાપો

    તેણે ડેઇલીમેઈલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ‘આપણે માતૃત્વ અને નારીત્વને અલગ કરવું પડશે. આપણે એ સમજવું પડશે કે જે કોઇપણ વ્યક્તિ બાળક પેદા કરી શકે છે તે મા છે, તેની અંદર માતૃત્વ છે. ફક્ત મહિલાઓ જ મા નથી બની શકતી’ ઇન્સ્ટાગ્રામ પર બેનેટને 20 હજારથી પણ વધુ લોકો ફોલો કરે છે, જે હંમેશા તેને સપોર્ટ કરે છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Ajab Gajab, Ajab gajab news, OMG News, Trending news, Viral Story

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन