Home /News /eye-catcher /

Viral Video: પાટા પર સૂઈ પ્રેમી સાથે વાતો કરતી હતી યુવતી, ત્યારે જ તેની ઉપરથી પસાર થઈ આખી ટ્રેન, પછી જુઓ શું થયુ

Viral Video: પાટા પર સૂઈ પ્રેમી સાથે વાતો કરતી હતી યુવતી, ત્યારે જ તેની ઉપરથી પસાર થઈ આખી ટ્રેન, પછી જુઓ શું થયુ

ગપસપ વચ્ચે ટ્રેન નીચે આવી ગઈ યુવતી

સોશિયલ મીડિયા (Social Media) પર આવો એક વીડિયો વાયરલ (Viral Vide0) થઈ રહ્યો છે, જેને જોયા પછી તમારું દિલ ધ્રૂજી ઉઠશે. આમાં એક છોકરી ઉપરથી માલગાડી (Train) પસાર થતી જોઈ શકાય છે.

    તમે ઘણા પ્રકારના વાચાળ લોકો જોયા જ હશે. કેટલાક તો ગમે ત્યાંથી વાત કરવા લાગે છે. આજુબાજુમાં ગમે તે હોય, તેમની વાતો (Gossip)નો અંત આવતો નથી. પરંતુ શું તમે એવી કોઈ છોકરી જોઈ છે જે વાત કરવામાં એટલી ખોવાઈ જાય કે તે પોતાની નજીક આવતી ટ્રેન પણ જોઈ ન શકે? આવી જ એક યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ (Viral Vide0) થઈ રહ્યો છે. આ છોકરી મોબાઈલ પર વાત કરવામાં એટલી વ્યસ્ત હતી કે તેને સામેથી આવતી ટ્રેન દેખાઈ નહીં. આ પછી આખી ટ્રેન યુવતીની ઉપરથી પસાર થઈ ગઈ. તે પછી જે થયું તે વધુ ચોંકાવનારું હતું.

    આજકાલ વિશ્વમાં મોટા ભાગના અકસ્માતો માટે મોબાઈલ ફોન જવાબદાર છે. લોકો આમાં એટલા વ્યસ્ત છે કે તેમને સામેથી આવતી કાર પણ દેખાતી નથી. વાહન ચલાવતી વખતે કે ચાલતી વખતે લોકો ફોનમાં એટલા ખોવાઈ જાય છે કે અકસ્માતોને આમંત્રણ આપે છે.

    આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવતી ટ્રેક પર પડીને મોબાઈલ પર વાત કરતી જોવા મળી હતી. તે મોબાઈલમાં એટલી વ્યસ્ત હતી કે તેને ટ્રેન આવવાનો અવાજ સંભળાયો ન હતો અને ટ્રેન યુવતીની ઉપરથી પસાર થઈ ગઈ હતી.



    આ પણ વાંચો: Video : એક અનોખું વૃક્ષ જે ઓક્સિજન જ નહીં પણ પાણી પણ આપે છે!

    ટ્રેક પર હતી પડેલી
    યુવતી ફોન પર વાત કરવામાં એટલી વ્યસ્ત હતી કે તેને સામેથી આવતી ટ્રેન દેખાતી ન હતી. જ્યારે ટ્રેન એકદમ નજીક આવી ત્યારે છોકરી પાટા પર સૂઈ ગઈ. આ પછી ટ્રેન યુવતીની ઉપરથી પસાર થઈ ગઈ. સ્ટેશન પર ઉભેલા એક વ્યક્તિએ તેનો વીડિયો બનાવ્યો. આશ્ચર્યની વાત એ છે કે ટ્રેન પસાર થયા બાદ યુવતી ઉભી થઈ અને હજુ પણ ફોનમાં વ્યસ્ત હતી.

    આ પણ વાંચો: માત્ર 2 હજારમાં મહિલાને મળ્યો 25 કરોડનો બંગલો, પહેલા સમજ્યા કરી રહ્યાં છે મજાક

    લોકોના કાળજા બહાર નીકળી ગયા
    આ વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો હતો. જ્યારે લોકોએ ટ્રેનને યુવતીની ઉપરથી પસાર થતી જોઈ તો બધાના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. પરંતુ આ પછી જ્યારે છોકરી ટ્રેન પસાર થતાની સાથે જ ટ્રેક પર બેસી ગઈ, તો બધાએ રાહત અનુભવી. યુવતીએ દુપટ્ટાથી ચહેરો ઢાંકી રાખ્યો હતો. થોડી જ વારમાં આ વીડિયો વાયરલ થઈ ગયો. લોકોએ યુવતીની મૂર્ખતા પર ઉગ્ર ટિપ્પણી કરી.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Bizzare, OMG VIDEO, Viral videos, અજબગજબ

    આગામી સમાચાર