Home /News /eye-catcher /Instagram Reel રેલવે ટ્રેક પાસે બનાવી રહ્યો હતો યુવક, પૂર ઝડપે આવી ટ્રેન અને પછી...

Instagram Reel રેલવે ટ્રેક પાસે બનાવી રહ્યો હતો યુવક, પૂર ઝડપે આવી ટ્રેન અને પછી...

યુવક તેના બેકગ્રાઉન્ડમાં ચાલતી ટ્રેન (Train accident)ને લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો

Instagram Reel Accidents: યુવક તેના બેકગ્રાઉન્ડમાં ચાલતી ટ્રેન (Train accident)ને લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ પૂરપાટ ઝડપે આવતી એક ટ્રેનની અડફેટ (Teen Gets Hit By Train While Making Reel)માં આવ્યો.

    આજકલ સોશિયલ મીડિયા (Social Media) પર મોટા ભાગાના લોકો એક્ટિવ જોવા મળે છે. નાના મોટા સૌ કોઈને રીલ બનાવવાનું અને જોવાનું ગમે છે. ઈન્સ્ટાગ્રામ રીલ્સ (Instagram Reel)નો ક્રેઝ એટલો વઘી ગયો છે કે લોકો રીલ બનાવવામાં જોખમને નિમંત્રણ આપે છે. કોઈ પૂરમાં રીલ બનાવવા જાય છે તો કોઈ હવામાં રીલ બનાવે છે અને અકસ્માતનો ભાગ પણ બને છે. આવો જ એક કિસ્સો હાલ સોશિયલ મીડિયો પર વાયરલ થઈ રહ્યો છે.

    તેલંગાણાના હનુમાકોંડા જિલ્લાના કાઝીપેટ ખાતે રેલવે ટ્રેક પાસે ઇન્સ્ટાગ્રામ રીલ બનાવતી વખતે એક કિશોર ગંભીર રીતે ઘાયલ થયો (Youth injured in train collision) હતો. આ ઘટના રવિવારે બની હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં, કિશોર જેની ઓળખ અક્ષય રાજ ​​(17) તરીકે થઈ છે, જે તેલંગાણાના વડેપલ્લીનો પ્રથમ વર્ષનો વિદ્યાર્થી છે.

    તેને રેલ્વે ટ્રેક નજીક ચાલતો જોઈ શકાય છે. તે તેની બેકગ્રાઉન્ડમાં ચાલતી ટ્રેનને લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ પૂરપાટ ઝડપે આવતી એક ટ્રેન તેને અથડાવી દે છે અને તે જમીન પર પડતા પહેલા હવામાં કૂદી પડે છે. ઘટના પછી એક રેલવે ગાર્ડે તેને ટ્રેક પર લોહીથી લથપથ જોયો, પછી એમ્બ્યુલન્સ સેવાને બોલાવી અને તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યો. હાલ તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.





    આ પણ વાંચો: OMG! એરપોર્ટના લગેજ બેલ્ટ પર ખુલ્લા વાળમાં સામાન મૂકી રહી હતી મહિલા, વાળ ફસાતા થયું મોત

    અન્ય વ્યક્તિ ફોન પર રેકોર્ડિંગ કરી રહ્યો હતો


    અન્ય એક વ્યક્તિએ આ સમગ્ર ઘટના પોતાના ફોનમાં રેકોર્ડ કરી લીધી હતી. અક્ષયને તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. રેલ્વે પોલીસ વારંવાર લોકોને રેલ્વે ટ્રેકની નજીક ન ચાલવા માટે ચેતવણી આપે છે કારણ કે તે જીવલેણ અકસ્માતો તરફ દોરી શકે છે. છતાં પણ આવા વીડિયોના ચક્કરમાં લોકો જોખમ લેતા જોવા મળે છે.

    આ પણ વાંચો: કેટલાકે 5 તો કેટલાકે 11 વર્ષની ઉંમરે બાળકને આપ્યો જન્મ!

    ટ્રેનની અડફેટે બે છોકરાઓના થયા હતા મોત


    આ પહેલા બિહારના કટિહારમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. અહીં ચાલતી ટ્રેનની સામે રીલ બનાવવી બે છોકરાઓને મોંઘી પડી હતી. ટ્રેનની અડફેટે આવી જતાં બંનેના મોત થયા હતા. આ ઘટના બારસોઈ પોલીસ સ્ટેશન વિસ્તારના લહગરિયા પંચાયત વિસ્તારની હતી. આ અકસ્માતનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Instagram Reels, OMG VIDEO, Viral videos

    विज्ञापन
    विज्ञापन