ટ્રેનનું એન્જીન ડબ્બાઓને લીધા વગર 10 કિલોમીટર આગળ નીકળી ગયું!

News18 Gujarati
Updated: August 20, 2019, 4:59 PM IST
ટ્રેનનું એન્જીન ડબ્બાઓને લીધા વગર 10 કિલોમીટર આગળ નીકળી ગયું!
ટ્રેનનું એન્જીન ગાયબ હોવાનું જાણીને મુસાફરોને આશ્ચર્ય થયું હતું.

કારીગરોની મદદથી ટ્રેનના એન્જીનને ફરીથી ડબ્બાઓ સાથે જોડવામાં આવ્યું હતું, જે બાદ Visakha Expressને ત્યાંથી રવાના કરવામાં આવી હતી.

  • Share this:
આંધ્ર પ્રદેશ(Andhra Pradesh)માં એક મોટી ટ્રેન દુર્ઘટના ટળી ગઈ છે. વિશાખા એક્સપ્રેસ (Visakha Express) ટ્રેનનું એન્જીન અચાનક ટ્રેનના ડબ્બાઓને લીધા વગર 10 કિલોમીટર સુધી આગળ નીકળી ગયું હતું. આ ટ્રેન ભુવનેશ્વરથી સિકંદરાબાદ જઈ રહી હતી. આ ઘટના બાદ રેલવેએ તપાસના આદેશ આપ્યાં છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે ઘટના સોમવારની છે. નરસીપટ્ટનમ અને તુલી રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેનનું એન્જીન ડબ્બાઓને છોડીને આગળ નીકળી ગયું હતું. ટ્રેનમાં સવાર લોકોને જ્યારે માલુમ પડ્યું કે ડબ્બા આગળ નથી વધી રહ્યા ત્યારે તપાસ કરતા માલુમ પડ્યું હતું કે ટ્રેનનું એન્જીન ગાયબ છે. આ વાત જાણીને ટ્રેનમાં અફરાતફરી મચી ગઈ હતી. લોકોએ આ અંગેની જાણકારી રેલવેના અધિકારીઓને આપી હતી.

આ બનાવને પગલે આ રૂટ પર દોડતી ગાડીઓ કલાકો સુધી મોડી પડી હતી. કારીગરોની મદદથી ટ્રેનના એન્જીનને ફરીથી ડબ્બાઓ સાથે જોડવામાં આવ્યું હતું, જે બાદ Visakha Expressને ત્યાંથી રવાના કરવામાં આવી હતી.
First published: August 20, 2019, 4:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading