ટ્રાફિક પોલીસે રીક્ષાને જપ્ત કરી, ચાલક છોકરાનો ગલ્લો લઈને પહોંચ્યો છોડાવવા, કહાની સાંભળી અધિકારીએ ભર્યો દંડ

રીક્ષા ચાલકની પ્રતિકાત્મક તસવીર

rickshaw driver emotional story: વરિષ્ઠ પોલીસ નિરીક્ષક સામે રડતાં -રડતાં ટેબલ પર ગલ્લો રાખી અને કહ્યું મારી રીક્ષા છોડી દો. આ મારી રોજી રોટી કમાવાનું એક માત્ર સાધન છે. આજે નહિ છોડો તો ભૂખ્યા જ સૂવું પડશે કારણકે બધી જમા પુંજી લોકડાઉનના સમયે વપરાય ગઈ છે.

  • Share this:
    નાગપુર: ખાખી વર્દીવાળા  પોલીસ જવાનો (police) છાસવારે કોઈ ને કોઈ વિવાદમાં ચર્ચાના એરણે ચડતા હોય છે. પરંતુ નાગપુરમાં (Nagpur news) એક સિનિયર અધિકારે માનવતાની એવી મિસાઈલ રજૂ કરી છે કે લોકોએ તેની નોંધ લીધી છે. લોકો તે અધિકારીના વખાણ કરતા થાકતા નથી. જાણીએ કે એવી તો શું વાત છે? જયારે એક રીક્ષા ચાલકે (rickshaw driver) 'નો પાર્કિંગ ઝોનમાં' (No parking zone) વાહન પાર્ક કરવાના લીધે તેને બે હજાર રૂપિયાનો દંડ ભરવાનો થયો હતો. ત્યારે તે તેના છોકરાની ગલ્લો લઈને અધિકારી પાસે પહોંચ્યો હતો. ત્યારે તે અધિકારી તેને આ ગલ્લા વિશે પૂછે છે. અને તેની મજબૂરી વિશે સાંભળી તે પોલીસ અધિકાર (police officers) ભાવુક થઇ જાય છે. જાણીએ રીક્ષા ચાલકની ઇમોશનલ સ્ટોરી.

    આ મામલો નાગપુરના સીતાબુલડી વિસ્તારનો છે. જ્યાં ટ્રાફિક પોલીસ (traffic police) દ્વારા સોમવાર 8 ઓગસ્ટના રીક્ષા ચાલક પર નો પાર્કિંગ ઝોનમાં વાહન પાર્ક કરવા પર દંડ ભરવાની સજા આપવામાં આવી હતી. રીક્ષા ચાલક પાસે પૈસા હતા નહિ એટલે તેની રોજી-રોટી કમાવાનું આ એકમાત્ર સાધન હતું તેથી તેને છોડાવા માટે તેના છોકરાનો ગલ્લો લઈને પોલીસ સ્ટેશન પોંહચયો.

    રીક્ષા ચાલકની મજબૂરી જોઈને પૂછ્યા વગર પોલીસ અધિકારીથી રહેવાયું નહિ એટલે તેને પૂછી લીધું. વરિષ્ઠ પોલીસ નિરીક્ષક સામે રડતાં -રડતાં ટેબલ પર ગલ્લો રાખી અને કહ્યું મારી રીક્ષા છોડી દો. આ મારી રોજી રોટી કમાવાનું એક માત્ર સાધન છે. આજે નહિ છોડો તો ભૂખ્યા જ સૂવું પડશે કારણકે બધી જમા પુંજી લોકડાઉનના સમયે વપરાય ગઈ છે. એટલા માટે આ ગલ્લો લો અને મારી રીક્ષાને છોડી દો.

    રીક્ષા ચાલાકની આ પ્રકારની પરિસ્થિતિને જોઈને પોલીસ અધિકારે માનવતા દેખાડી પોતાના પૈસા આપીને રિક્ષાચાલકની મદદ કરી હતી. તેના પૈસા આપીને રિક્ષાચાલકનો દંડ ભર્યો હતો. આમ પોલીસ અધિકારે માનવતા દેખાડી સમાજને એક સારું કાર્ય માટે પ્રેરણારૂપ પુરવાર થયા છે. સમાજમાં સારું એવું દ્રંષ્ટાંત રૂપ ગણી શકાય તેમ છે.

    આ પણ વાંચોઃ-Ahmedabad: દીકરીને પ્રેમી ભગાડી જતા માતાએ પોલીસ સાથે રમી ગેમ, સાસુના માસ્ટર પ્લાનમાં જમાઈ પણ ભરાયો

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ પ્રેમમાં આંધળી બનેલી માતાની કરતૂત! પ્રેમી સાથે સંબંધમાં નડતા પુત્રને દૂધમાં ઝેર પીવડાવી કરી હત્યા

    સામાન્ય રીતે લોકોના મનમાં પોલીસની છાપ ખરાબ હોય છે. પરંતુ બધા પોલીસ અધિકારીઓ ખરાબ નથી હોતા. પોલીસના કડક ચહેરા પાછળ કોમળ હૃદય ધરાવતા માણસો પણ હોય છે. આવી ઘટના નાગપુરમાં સામે આવતા દરેકની આંખો ભરાઈ હતી.
    Published by:ankit patel
    First published: