OMG! યુવકે ટ્રેક્ટરની મદદથી કાઢ્યું ભેંસનું દૂધ, દેશી જુગાડનો જોઈ લો Viral Video

News18 Gujarati
Updated: August 7, 2020, 11:24 PM IST
OMG! યુવકે ટ્રેક્ટરની મદદથી કાઢ્યું ભેંસનું દૂધ, દેશી જુગાડનો જોઈ લો Viral Video
ફાઈલ તસવીર

આ વખતે આનંદ મહિન્દ્રાએ ટેક્ટરથીબનેલા જુગાડનો વીડિયો શેર કર્યો છે. જેને ખૂબજ પસંદ કરવામાં આવી રહ્યો છે.

  • Share this:
નવી દિલ્હીઃ બિઝનેસમેન આનંદ મહિન્દ્રા (Anand Mahindra) સોશિયલ મિડિયા (social media) ઉપર ખૂબજ એક્ટિવ રહે છે. તેઓ મજેદાર વીડિયો અને ફની પોસ્ટ કરીને લોકોનું મનોરંજન કરે છે. આનંદ મહિન્દ્રાના ટ્વિટર ઉપર 80 લાખ ફોલોઅર્સ છે. તેઓ રોજ કોઈના કોઈ મજેદાર ટ્વીટ કરીને પોતાના ફોલોઅર્સનું મનોરંજન કરે છે. આ વખતે આનંદ મહિન્દ્રાએ ટેક્ટરથી (Tractor) બનેલા જુગાડનો (Jugaad Video) વીડિયો (Video) શેર કર્યો છે. જેને ખૂબજ પસંદ કરવામાં આવી રહ્યો છે.

એક વ્યક્તિએ ટ્રેક્ટરની મદદથી ભેંસનું દૂધ કાઢ્યું હતું. સોશિયલ મીડિયા ઉપર આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને લોકો હેરાન થયા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ ટ્રેક્ટરમાં એક પાઈપ લગાવી રહ્યો છે. જે પાઈ એક બંધ ડબ્બામાં ફિટ છે બીજી પાઈપ મશીનથી શખ્સ વેક્યૂમ થકી ભેંસમાંથી દૂધ કાઢી રહ્યો છે. આ વીડિયો જોઈને આનંદ મહિન્દ્રા નવાઈ પામ્યા હતા. અને વીડિયો ટ્વિટર ઉપર શેર કર્યો છે.

આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! પ્રેમલગ્ન અંગે ખાપ પંચાયતની તકલુસી સજા, યુવતીને જાહેરમાં મારી, કપડાં ફાડ્યાં

આ પણ વાંચોઃ-લૂટેરી દુલ્હન! રાજકોટના યુવક પાસેથી રૂ 45 લાખ અને પહેલા પતિ પાસેથી એક કરોડ પડાવ્યા, ત્રીજા સાથે ભાગી ગઈ US

વીડિયો શેર કરતા તેમણે કેપ્શનમાં લખ્યું છે કે 'ગ્રામિણ વિસ્તારમાં કેવી રીતે અમારા ટ્રેક્ટરોનો ઉપયોગ કરીને ખૂબ જ કામો કરવામાં આવે છે. તેના વીડિયો ક્લિપ લોકોએ મને મોકલતા રહે છે. જોકે, આ મારા માટે નવું છે. કારણ કે મેં કોઈ ગેર એન્જીનિયર જણાવી શકે છે કે તેમણે શું ચાલાકી દેખાડી છે.'

આ પણ વાંચોઃ-અમદાવાદનો વિચિત્ર કિસ્સો! જીવતા બનેવીનું facebook ઉપર બેસણું હોવાનો સાળાએ લખ્યો મેસેજ, થઈ જોવા જેવીઆનંદ મહિન્દ્રાએ આ વીડિયોને 5 ઓગસ્ટે શેર કર્યો હતો. ત્યારબાદ 2 લાખથી વધારે વ્યૂઝ મળી ચૂક્યા છે. સાથે જ 11 હજારથી વધારે લાઈક્સ અને હજારથી વધારે કોમેન્ટો અને રિ ટ્વિટ થઈ ચૂકી છે.



એક યુઝર્સે કોમેન્ટમાં લખ્યું છે કે ટેક્ટરથી એર સેક્સનથી પાઈપ જોડવામાં આવ્યું છે. જે ભેસનું દૂધ નીકાળવાના મશીન સાથે જોડેલું છું. એર સેક્શનની મદદથી વેક્સૂમ ક્રિએટ કરીને દૂધ કાઢવામાં આવે છે. લોકો વીડિયો પર અનેક રિએક્શન આપી રહ્યા છે.
Published by: ankit patel
First published: August 7, 2020, 11:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading