Home /News /eye-catcher /Top 5 Guinness World Records from 2022: વર્ષના ટોપ 5 ‘ગિનિસ વર્લ્ડ રેકોર્ડ’, જાણીને આશ્ચર્યચકિત થઈ જશો!
Top 5 Guinness World Records from 2022: વર્ષના ટોપ 5 ‘ગિનિસ વર્લ્ડ રેકોર્ડ’, જાણીને આશ્ચર્યચકિત થઈ જશો!
વર્ષના ટોપ 5 ‘ગિનિસ વર્લ્ડ રેકોર્ડ’
Top 5 Guinness World Records from 2022: ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ અલગ અલગ કેટેગરીમાં આપવામાં આવે છે. વિશ્વના સૌથી ટૂંકા માણસ બનવાથી લઈને સૌથી લાંબા નખ ધરાવવા સુધી, આ વર્ષે એવાં ઘણાં વિશ્વ રેકોર્ડ બન્યાં છે, જેના વિશે આપણે સાંભળીને આશ્ચર્યમાં મૂકાઈ જઈએ છીએ.
Top 5 Guinness World Records from 2022: ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ અલગ અલગ કેટેગરીમાં આપવામાં આવે છે. વિશ્વના સૌથી ટૂંકા માણસ બનવાથી લઈને સૌથી લાંબા નખ ધરાવવા સુધી, આ વર્ષે એવાં ઘણાં વિશ્વ રેકોર્ડ બન્યાં છે, જેના વિશે આપણે સાંભળીને આશ્ચર્યમાં મૂકાઈ જઈએ છીએ.
we're officially giving monday the record of the worst day of the week
આમ જોઈએ તો સોમવાર અઠવાડિયાનો પહેલો દિવસ છે અને ઘણાં લોકોને આ દિવસ નથી ગમતો. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે સોમવારને ‘અઠવાડિયાનો સૌથી ખરાબ દિવસ’ ગણાવ્યો છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે ટ્વિટ કર્યું હતુ કે, ‘અમે સત્તાવાર રીતે સોમવારને અઠવાડિયાના સૌથી ખરાબ દિવસનો રેકોર્ડ આપી રહ્યા છીએ.’
કેરળના જ્વેલરની 24,679 હીરા સાથેની મશરૂમ થીમ આધારિત રિંગ
2. કેરળના જ્વેલરની 24,679 હીરા સાથેની મશરૂમ થીમ આધારિત રિંગ
ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સની વેબસાઈટ અનુસાર, ‘અમી’ તરીકે ઓળખાતી મશરૂમ-થીમ આધારિત રિંગને બનાવવા માટે 24,679 હીરાની જરૂર પડી હતી. ‘અમી’ મૂળ સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ ‘અમર થવું’ તેઓ થાય છે. જ્યારે મશરૂમનો અર્થ ‘અમરત્વ’ અને ‘દીર્ઘાયુષ્ય’ થાય છે.
પાંચ વર્ષની બેલા જય ડાર્કે પુસ્તક પ્રકાશિત કરનાર સૌથી નાની વ્યક્તિ (સ્ત્રી) હોવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. તેની બુક ‘ધ લોસ્ટ કેટ’ આ કેટેગરીમાં રેકોર્ડ તરીકે ક્વોલિફાય થવા માટે જરૂરી ન્યૂનતમ 1,000 નકલો કરતાં વધુ વેચાઈ હતી. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ કહે છે કે, ‘ડાર્ક અને તેની માતા, ચેલ્સી સિમે, પુસ્તક બનાવવા અને તેનું ચિત્રણ કરવા માટે સાથે મળીને કામ કર્યું હતું, જે ઓરેગોન સ્થિત પ્રકાશક જીંજર ફાયર પ્રેસ દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું.’
4. માણસ સાયકલ પર રૂબિક્સ ક્યુબ ઉકેલ્યું
એક ભારતીય પણ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં ‘સાયકલ પર ફરતા પઝલ ક્યુબને સૌથી ઝડપથી ઉકેલવા’ તરીકે રેકોર્ડ નોંધાયો છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે પણ તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પેજ પર સર્વાજ્ઞાનો રેકોર્ડ તોડવાનો પ્રયાસ કરતો વીડિયો પોસ્ટ કર્યો છે. આ પ્રયાસના વીડિયોએ ઈન્ટરનેટ લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે.
આર્જેન્ટિનાના ગેબ્રિએલા અને વિક્ટર હ્યુગો પેરાલ્ટાએ સૌથી વધુ બોડી મોડિફિકેશનનો અગાઉનો રેકોર્ડ તોડ્યો છે. આ જોડીએ પહેલેથી જ 98 ટેટૂઝ અને અન્ય શારીરિક ફેરફારો કર્યા છે. જેમ કે 50 બોડી પિરસિંગ, આઠ માઇક્રોડર્મલ્સ, 14 બોડી ઇમ્પ્લાન્ટ, પાંચ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ, ચાર ઇયર એક્સ્પાન્ડર, બે ઇયર બોલ્ટ અને અન્ય કેટલાંય!
Published by:Vivek Chudasma
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર