Home /News /eye-catcher /2021 Viral Video: જુઓ Top 10 વીડિયો જે આખુ વર્ષ ચર્ચામાં રહ્યાં
2021 Viral Video: જુઓ Top 10 વીડિયો જે આખુ વર્ષ ચર્ચામાં રહ્યાં
2021નાં Viral Funny Video
Bye Bye 2021: આ તમામ વીડિયોએ વર્ષ 2021માં સોશિયલ મીડિયા પર વાયરલ થતા ધૂમ મચી ગઈ છે. કેટલાક એવા વિડીયોઝ પણ વાયરલ થયા છે, જે તમને ઈમોશનલ કરી દેશે. આવો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ વિડીયો વિશે જાણીએ.
વર્ષ 2020માં કોરોનાનો કહેર જોવા મળ્યો હતો. દરેક વ્યક્તિએ ઘરમાં જ રહેવાની ફરજ પડી હતી. કોરોનાના કહેર વચ્ચે વર્ષ 2021માં સોશિયલ મીડિયા પર અનેક વિડીયોઝ અને મીમ્સ વાયરલ થયા છે. આ વિડીયોઝ જોઈને અનેક લોકોના ચહેરા પર સ્માઈલ આવી ગઈ હતી. અહીં એવા વિડીયોઝ વિશે જાણકારી આપવામાં આવી છે, જે વર્ષ 2021માં સોશિયલ મીડિયા પર વાયરલ થતા ધૂમ મચી ગઈ છે. કેટલાક એવા વિડીયોઝ પણ વાયરલ થયા છે, જે તમને ઈમોશનલ કરી દેશે. આવો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ વિડીયો વિશે જાણીએ.
પાવરી હો રહી હે (Pawri ho rahi hai)
" isDesktop="true" id="1159717" >
વર્ષ 2021નો સૌથી વધુ વાયરલ વિડીયો ‘પાવરી હો રહી હે’ હતો, જે પાકિસ્તીની ઈન્ફ્લુઅન્સર દાનાનીર મોબ્બીનનો વિડીયો હતો. આ વિડીયો સૌથી વધુ વાયરલ થયો હતો અને તેના પર મીમ્સ બનવા લાગ્યા હતા. યશરાજ મુખ્તેના ‘રસોડે મેં કોન થા’ રિમિક્સ બાદ આ વિડીયો વાયરલ થયો હતો. ત્યાર બાદ આ વિડીયોઝનું મેશઅપ બનાવવામાં આવ્યું હતું. આ વર્ઝનને 70 મિલિયનથી વધુ લોકોએ જોયું હતું. સોશિયલ મીડિયા યૂઝર્સને ‘પાવરી હો રહી હે’ ખૂબ જ પસંદ આવી રહ્યો હતો અને તેના મીમ્સ બનાવીને શેર કરવામાં આવ્યા હતા.
છત્તીસગઢના નાનકડા છોકરા સહદેવ દિર્ડોનો ‘બચપન કા પ્યાર’ નો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. અનેક પ્રસિદ્ધ વ્યક્તિઓએ તેના આ ગીત પર એક નવું વર્ઝન બનાવ્યું છે. વર્ષ 2019 નું તેનું આ ગીત વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર અનેક લોકોને આ ગીત પસંદ આવી રહ્યું છે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે સહદેવ દિર્ડોને સમ્માનિત પણ કર્યો છે.
Dr. KK અગ્રવાલનો વિડીયો વાયરલ (Dr KK Aggarwal’s wife scolds him on call while he’s Live)
Please don't attend your wife's call when you are going live on social media 😂
Dr KK Aggarwal , Senior Cardiologist and National President IMA 👇#MedTwitterpic.twitter.com/SP2naZqu8F
— THE BONE DOCTOR OF J&K Dr Vikas Padha🇮🇳 (@DrVikasPadha) January 27, 2021
ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ના પૂર્વ અધ્યક્ષ અને પદ્મ શ્રી ડૉ. KK અગ્રવાલે લાઈવ સેશનમાં ભાગ લીધો તે સમયે તેમની પત્ની સાથે વાત કરતો વિડીયો વાયરલ થઈ ગયો છે. ડૉ. KK અગ્રવાલે તેમની પત્ની વગર કોવિડ-19 ની પહેલી વેક્સીન લઈ લેતા તેમણે તેમની પત્નીના ક્રોધનો સામનો કરવો પડ્યો હતો. દુર્ભાગ્યવશ 62 વર્ષીય હ્રદય રોગના નિષ્ણાંત ડૉ. KK અગ્રવાલનું કોરોના વાયરસને કારણે મૃત્યુ થઈ ગયું.
શ્વેતા યોર માઈક ઈઝ ઓન (Shweta your mic is on)
" isDesktop="true" id="1159717" >
ટ્વિટર #Shweta ટ્રેન્ડ થવા લાગ્યું હતું. ઓનલાઈન ક્લાસના ઝૂમ કોલ દરમિયાન શ્વેતાનું માઈક ઓન રહી ગયું હતું અને આ કોલ લીક લીક થઈ ગયો હતો. શ્વેતા નામની એક યુવતી ઝૂમ કોલ દરમિયાન માઈક્રોફોન મ્યૂટ કરવાનું ભૂલી ગઈ હતી. આ કોલ દરમિયાન શ્વેતાના પોતાના બોયફ્રેન્ડ સાથેની કેટલીક પર્સનલ માહિતી લોકોની સામે આવી ગઈ હતી. આ માહિતી તેને પ્રાઈવેટ રાખવાનું કહેવામાં આવ્યું હતું. અન્ય વિદ્યાર્થીઓએ શ્વેતાને જણાવ્યું કે તેનો માઈક્રોફોન અનમ્યૂટ છે, પરંતુ શ્વેતાનો કોલ ચાલુ ન હોવાને કારણે તે અન્ય વિદ્યાર્થીઓની વાત સાંભળી રહી નહોતી.
ઝૂમ કોલ દરમિયાન વાઈફ હસબન્ડને કીસ કરવાની કોશિશ (Wife tries to kiss husband during zoom call)
ઝૂમ કોલ દરમિયાન એક મહિલાએ પોતાના પતિને કિસ કરવાની કોશિશ કરી. વિડીયો શરૂ થતા વ્યક્તિ ખૂબ જ સીરિઅસ ટોનમાં વાત કરી રહ્યો છે. અચાનક તે વ્યક્તિની પત્ની પત્ની ઝૂમ કોલ મીટિંગમાં આવે છે અને કિસ કરવાની કોશિશ કરે છે, પરંતુ તે વ્યક્તિ પાછળ હટી જાય છે. સ્ક્રીન તરફ ઈશારો કરીને પત્નીને જણાવે છે કે, તે કોલ પર છે. આનંદ મહિન્દ્રાએ આ વિડીયોને ‘wife of the year’ કહીને રિટ્વિટ કર્યો છે. હર્ષ ગોયન્કાએ પણ આ વિડીયો શેર કર્યો અને લાખો લોકો આ વિડીયો જોઈ ચૂક્યા છે.
કેરલના મેડીકલ સ્ટુડન્ટ્સનો ડાન્સ વિડીયો (Medical students from Kerala dance to Rasputin)
કેરળની ત્રિશૂર મેડીકલ કોલેજના કોરિડોરમાં શૂટ કરવામાં આવેલ ડાન્સ વિડીયોમાં બે મેડીકલ વિદ્યાર્થીઓએ બોની એમ.ના સુપર હિટ ગીત રાસ્પુતિન પર ડાન્સ કરી રહ્યા છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. અનેક લોકોએ આ વિડીયો સાથે ડ્યુએટ પણ કર્યું છે. ઈન્સ્ટાગ્રામ પર આ વિડીયોને એક મિલિયનથી વધુ લાઈક્સ મળી ચૂકી છે.
PPE કીટમાં કોવિડના દર્દીઓને કર્યા ચીઅર અપ કરવા (Doctors in PPE kits dance to Sochna Kya song to cheer up COVID patients)
વડોદરાની પારુલ સેવાશ્રમ હોસ્પિટલના કર્મચારીઓનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે. જેમાં ડૉકટર્સ PPE કીટ પહેરીને કોરોનાના દર્દીઓને ખુશ કરવાની કોશિશ કરી રહ્યા છે. વિડીયોમાં તેઓ ફિલ્મ ઘાયલના ‘સોચના ક્યા, જો ભી હોગા દેખા જાયેગા’ ગીત પર ડાન્સ કરી રહ્યા છે. કેટલાક દર્દીઓ ઊભા થઈને ડાન્સ કરવા લાગે છે.
રેમડેસિવીરની જગ્યાએ રેમો ડીસોઝા Man mistakes Cipla’s Remdesivir for Remo D’Souza
કોરિયોગ્રાફર રેમો ડીસોઝાએ આ વિડીયો પર ફની રિએક્શન આપ્યું છે. વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, એક વ્યક્તિ રેમ ડેસિવીરના ઈંજેક્શનની કિંમત અંગે બોલી રહ્યો છે. તે રેમડેસિવીરની જગ્યાએ રેમો ડીસોઝા બોલે છે. આ વિડીયોમાં તે મોમેન્ટને લૂપ કરીને વારંવાર બતાવવામાં આવી રહી છે. રેમો ડિસોઝાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વિડીયો પોસ્ટ કર્યો છે અને કેપ્શન આપ્યું છે કે, ન્યૂઝમાં ઈંજેક્શનની કિંમત વિશે જણાવવામાં આવ્યું છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો.
આન્ટીને દવી કરતા દારૂ વધુ સારો લાગે છે (Delhi aunty says alcohol is better than medicine)
#WATCH Delhi: A woman, who has come to purchase liquor, at a shop in Shivpuri Geeta Colony, says, "...Injection fayda nahi karega, ye alcohol fayda karegi...Mujhe dawaion se asar nahi hoga, peg se asar hoga..." pic.twitter.com/iat5N9vdFZ
એપ્રિલ 2021માં દિલ્હીમાં એક સપ્તાહના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. જેના કારણે દારૂના સ્ટોક માટે દારૂની દુકાન પર લાગી ગઈ હતી. એક વૃદ્ધ મહિલાએ સરકારને લોકડાઉન દરમિયાન દારૂની દુકાનચાલુ રાખવાનું કહ્યું. તેણે જણાવ્યું કે, કોઈપણ વેક્સીન દારૂની બરાબરી ના કરી શકે. દારૂ જ સાચી દવા છે. ઈન્ટરનેટ પર આ વિડીયો આ ખૂબ જ વાયરલ થયો હતો અને અનેક મીમ્સ પણ બનાવવામાં આવ્યા હતા.
લવ યૂ ઝિંદગી (Love You Zindagi)
She is just 30yrs old & She didn't get icu bed we managing her in the Covid emergency since last 10days.She is on NIVsupport,received remedesvir,plasmatherapy etc.She is a strong girl with strong will power asked me to play some music & I allowed her.
Lesson:"Never lose the Hope" pic.twitter.com/A3rMU7BjnG
ડૉ. મોનિકા લાંગેહે 30 વર્ષીય દર્દીનો વિડીયો પોસ્ટ કર્યો છે. જેમાં તે મહિલા દર્દી લવ યૂ ઝિંદગીના ગીત પર થિરકી રહી છે. તેણે પોતાનું મનોબળ વધારવા માટે આ ગીત સાંભળ્યું. તેની હાલત ગંભીર થતા તેનું મૃત્યું થઈ ગયું છે. સોશિયલ મીડિયા યૂઝર્સે તેના મૃત્યુ અંગે શોક પણ વ્યક્ત કર્યો હતો.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર