ટોયલેટમાં પીરસાય છે સેન્ડવીચ અને કોફી! લોકો મોજથી ખાય-પીવે છે

ટોયલેટમાં પીરસાય છે સેન્ડવીચ અને કોફી! લોકો મોજથી ખાય-પીવે છે

ajab gajab news- આ કેફેમાં હંમેશા કોફી અને સેન્ડવીચની સુગંધ આવતી રહે છે. આ કેફેના ફ્રેશ કોફી બીન્સ, જ્યૂસ ઓર્ગેનિક મિલ્ક, બેક્સ બ્રેડ અને હેન્ડમેડ સેન્ડવીચ ખૂબ જ પ્રચલિત છે

  • Share this:
દુનિયામાં અનેક એવી અજીબોગરીબ જગ્યાઓ (Weird Places)છે જેના વિશે સાંભળીને તમને આશ્ચર્ય થશે. આવી જ એક બ્રિટન (United Kingdom)માં જગ્યા છે ક્લોકરૂમ કેફે (Cloakroom Cafe). આ કેફેની ઐતિહાસિક બિલ્ડીંગ (historic architecture) અને મોડર્ન ડિઝાઈન (modern design) લોકોને પોતાના તરફ આકર્ષિત કરે છે. આ કેફેમાં જે કોઈપણ આવે છે, તે ફરી વાર આવવા તૈયાર હોય છે.

બ્રિટન (Britain)ના બ્રિસ્ટલ (Bristol)માં આવેલ ક્લોકરૂમ કેફેમાં લોકો ઈતિહાસની એક ઝલક મેળવવા માટે (Historical Cafe in Toilet) અહીંયા આવે છે. દુનિયાની તમામ જૂની બિલ્ડીંગ્સને હોટલ, ચર્ચ, એપાર્ટમેન્ટમાં ફેરવવામાં આવી છે. વર્ષ 1904માં બનેલ એક પબ્લિક ટોયલેટ (Cafe in Public Toilet) કેફેમાં ખોલવામાં આવ્યું છે. આ કેફેમાં લોકો ખૂબ જ મોજથી ખાવા પીવાનું પસંદ કરે છે.

આ પણ વાંચો - health news : શું તમે લાંબુ જીવન જીવવા ઈચ્છો છો? તો આ 6 આદતોને ફોલો કરો અને રહો સ્વસ્થ

પબ્લિક ટોયલેટને કેફે બનાવવામાં આવ્યું

આ કોફી હાઉસ બ્રિસ્ટલના વુડલેન્ડ રોડ (Woodland Road, Bristol) પર બનાવવામાં આવ્યું છે. આ કેફે જે બિલ્ડીંગમાં બનાવવામાં આવ્યું છે, તે બિલ્ડીંગનું નિર્માણ 20મી સદીની શરૂઆતમાં કરવામાં આવ્યું હતું. આ બિલ્ડીંગ વર્ષ 1904માં બનાવવામાં આવી છે અને વર્ષ 2017માં કેફેમાં પરિવર્તિત કરવામાં આવી છે. બિલ્ડીંગના જે ભાગમાં કેફે બનાવવામાં આવ્યું છે, તે એક પબ્લિક ટોયલેટ અને રેસ્ટરૂમ હતો. આ ઈમારતની હરાજી કરવામાં આવી, ત્યારે Alfred Fitzgerald નામના વ્યક્તિએ રૂ.2 કરોડમાં આ બિલ્ડીંગ ખરીદી હતી. 38 વર્ષીય એલ્ફ્રેડ જણાવે છે, તેઓ કેફે ખોલવાનું બિલ્કુલ પણ વિચારી રહ્યા નહોતા, પરંતુ તેમને આ જગ્યા એટલી હદે પસંદ આવી કે તેમણે આ બિલ્ડીંગમાં કોફી હાઉસની શરૂઆત કરી છે.

આ કેફે લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે

આ કેફે હાઉસમાં 100 વર્ષથી પણ જૂની ટાઈલ્સવાળી દીવાલ છે. ઉપરાંત આ કેફે હાઉસમાં મોનોક્રોમ ફ્લોરિંગ અને વિસ્ટોરિયન ટેન્ક સાથે લાકડાની છત પણ છે. જ્યાં તમે ઈતિહાસના કોઈ ખૂણામાં બેસીને કોફીનો આનંદ લઈ રહ્યા હોવ તેવું લાગે છે. આ જગ્યાને હેન્ગિંગ પ્લાન્ટ્સ, લો લાઈટ્સ અને ગ્લાસ કાઉન્ટરટોપ્સની મદદથી મોડર્ન લુક આપવામાં આવ્યો છે. બ્રિસ્ટલમાં રહેતા વૃદ્ધ વ્યક્તિઓ જગ્યાને જોઈને જૂની વાતો યાદ કરે છે. તે સમયે આ સ્થળ પર ટોયલેટ બનાવવામાં આવ્યા હતા. આ કેફેમાં હંમેશા કોફી અને સેન્ડવીચની સુગંધ આવતી રહે છે. આ કેફેના ફ્રેશ કોફી બીન્સ, જ્યૂસ ઓર્ગેનિક મિલ્ક, બેક્સ બ્રેડ અને હેન્ડમેડ સેન્ડવીચ ખૂબ જ પ્રચલિત છે.
First published: