જાપાનમાં એક કીડાના કારણે રોકાઈ 26 ટ્રેન, જાણો શું છે સમગ્ર મામલો?

News18 Gujarati
Updated: June 24, 2019, 10:09 AM IST
જાપાનમાં એક કીડાના કારણે રોકાઈ 26 ટ્રેન, જાણો શું છે સમગ્ર મામલો?
એક સ્લગના કારણે શોર્ટ સર્કિટ થઈ જેના કારણે વીજળી કનેક્શન કપાઈ ગયું. (પ્રતીકાત્મક તસવીર)

રેલવે કંપનીએ તેના માટે બેદરકાર અને કામચોર કર્મચારીને જવાબદાર ઠેરવ્યો

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : જાપાનના લોકો આમ તો પોતાના ટાઇમ મેનેજમેન્ટના ખાસા પાકા હોય છે. અહીં મેટ્રો, રેલવે અને ત્યાં સુધી કે બસ પણ સમયસર દોડે છે. પરંતુ, રવિવારે અહીં લગભગ એક ડઝન ટ્રેન લેટ થઈ ગઈ. તેનું કારણ એક કીડો હતો.

AFPના અહેવાલ મુજબ, દક્ષિણ જાપાનમાં રેલ સેવાનું પ્રબંધન કરનારી કંપની કયીશૂ રેલવે કંપનીના અધિકારીઓએ જણાવ્યું કે વીજળી સપ્લાય ફેલ થવાના કારણે અમારે 26 ટ્રેન રોકવી પડી. મૂળે, એક કીડો (સ્લગ)ના કારણે શોર્ટ સર્કિટ થઈ ગઈ હતી, જેના કારણે વીજળી કનેક્શન કટ થયું. ટ્રેનો લેટ થવાના કારણે 12 હજાર પેસેન્જર્સ પોતપોતાના સ્થાને પહોંચવામાં કલાકો મોડા પડ્યા.

બાદમાં કંપનીના અધિકારીઓએ જણાવ્યું કે, એક સ્લગે રેલના ટ્રેકની પાસે આવેલા ઇલેક્ટ્રિક ડિવાઇસને નુકસાન પહોંચાડ્યું હતું, જેના કારણે લોકોને આ પરેશાની વેઠવી પડી.

આ પણ વાંચો, આ શહેરમાં બટેટા અને ડુંગળીના ભાવે મળે છે કાજુ

જોકે, કંપનીએ સમયસર બગને દૂર કરી દીધું અને સેવાઓ શરુ કરી દીધી. કંપનીએ તેના માટે એક બેદરકાર અને કામચોર કર્મચારીને જવાબદાર ઠેરવ્યો છે, જેના કારણે રેલ સેવા લાંબા સમય સુધી પ્રભાવિત થઈ.

કંપનીના અધિકારી જેઆર કયીશૂએ જણાવ્યું કે બાદમાં આગળના ડિવાઇઝને પણ ચેક કરવામાં આવ્યા, જેથી કોઈ વધુ કીડા ટ્રેન સેવાઓને રોકી ન શકે.
First published: June 24, 2019, 10:08 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading