Home /News /eye-catcher /

OMG! કરોડોમાં વેચાઈ રહ્યું છે ઝૂંપડી જેવું ઘર, લોકો ખરીદદારને કહ્યું પાગલ!

OMG! કરોડોમાં વેચાઈ રહ્યું છે ઝૂંપડી જેવું ઘર, લોકો ખરીદદારને કહ્યું પાગલ!

આ ઝુપડીની કિંમત કરોડોમાં છે.

આજકાલ સોશિયલ મીડિયા (Social Media) પર એક પ્રોપર્ટી છવાયેલી છે. આ પ્રોપર્ટી (Property) તેની કિંમત કરતાં ઘણી વધારે કિંમતે (Tiny House Of London On Sale) વેચવા માટે મૂકવામાં આવેલી છે.

    આજના સમયમાં લોકો ભવિષ્ય (Future investment)ને સુરક્ષિત કરવા માટે પ્રોપર્ટી (Property Investement)માં રોકાણ કરે છે. સમય જતાં મિલકતનું મૂલ્ય વધે છે. આ કિસ્સામાં, લોકો તેમના પૈસા સંપત્તિ ખરીદવામાં રોકાણ કરે છે. પરંતુ તે પહેલાં ઘણા પાસાઓ ચકાસવામાં આવે છે. ભવિષ્યમાં તેનું મૂલ્ય કેટલું વધશે? સહિત અનેક ઘણા પરિબળો (investment factors)ને ધ્યાનમાં લેવામાં આવે છે. પરંતુ કેટલીક વાર આવા કેટલાક મકાનો પણ ચર્ચામાં હોય છે અને તેમની કિંમત કરતા ગણી વધુ કિંમતે વેચાણ માટે મૂકવામાં આવે છે.

    હા, આવું જ એક ઘર આજકાલ ચર્ચામાં છે. લંડન (london)માં બનેલું આ ઘર બગીચામાં બાંધવામાં આવેલા એક નાના શેડ હાઉસ જેવું લાગે છે. પરંતુ તેની કિંમત જાણશો તો તમારા પગ નીચેથી જમીન હટી જશે. જી હા, આ નાનકડા ઘરની બજાર કિંમત કરોડોમાં લગાવવામાં આવી છે. માત્ર આ એક બેડરૂમના ઘરની વાસ્તવિક કિંમત 4 કરોડ 37 લાખ રૂપિયા રાખવામાં આવી છે. જો કોઈ આ ઘરને જોશે તો તેને બહારથી શેડ હાઉસ જ સમજશે. જોકે અંદરથી જોતાં જ તેની કિંમતનું કારણ સમજાશે.

    આ પણ વાંચો: OMG: માતા-પિતાએ 2 મહિના સુધી ઘરમાં રાખી પુત્રીની લાશ, દુર્ગંધ મારી છતાં જીવિત થવાની હતી આશા

    ઘ ઇસ્ટ લંડન પ્રોપર્ટીએ તેને કરોડોમાં વેચવા માટે મૂક્યું છે. આ ઘરમાં એક બેડરૂમ છે. તેના સિવાય બાથરૂમ અને ખુલ્લું રસોડું પણ છે. માય લંડનના જણાવ્યા અનુસાર, ઘણા લોકો આ ઘર ખરીદવામાં રસ દાખવી રહ્યા છે. આ ઘર બજારની ખૂબ નજીકમાં જ માર્કેટ છે. આ કારણે ભવિષ્યમાં તેની કિંમતમાં વધુ વધારો થવાની ધારણા છે. ઘણા લોકોએ તેને બહારથી જોયા પછી તેને ખરીદવા માટે લાખો ખર્ચનારને મૂર્ખ ગણાવ્યાં હતાં. જો કે અંદરથી ઈન્ટીરિયર જોયા પછી પોતાનો વિચાર બદલી શકે છે.

    આ પણ વાંચો: OMG: 11 વર્ષની છોકરીએ કર્યું ગજબ! ચિપ્સનાં પેકેટ્સથી બનાવે છે ગરીબો માટે ધાબળા

    અંદરના ઓરડાઓ એકદમ સારી રીતે શણગારવામાં આવ્યા છે. બેડરૂમથી લઈને બાથરૂમ સુધી સારી રીતે ફિટ છે. ઘરની નજીક જરુરિયાતની બધી જ વસ્તુઓ મળે છે. શાળાથી લઈને કરિયાણાની દુકાન સુધી. આવી સ્થિતિમાં બ્રિટનના લોકો માટે આ એક ડ્રીમ હાઉસ છે. વિક્ટોરિયન શૈલીમાં નિર્મિત આ ઘરની વાત દૂર દૂર સુધી છે. ઘણા લોકો આ ઘર ખરીદીવું છે. હવે જોવાનું એ છે કે અંતિમ ઘર કયા મૂલ્યે વેચાઈ છે.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: OMG News, Property, Shocking news, અજબગજબ

    આગામી સમાચાર