Viral Video : બાળકી ફોટો ખેંચી રહી હતી અને અચાનક સિંહે કરી ગર્જના, પછી...

પ્રતિકાત્મક તસવીર

વન્યજીવોને આ રીતે હેરાન ન કરવાની જોઇએ

  • Share this:
    ટિકટૉક વાયરલ વીડિયો (Tiktok Viral Video) આજકાલ સોશિયલ મીડિયામાં રોજને રોજ કોઇ રસપ્રદ વીડિયો વાયરલ થઇ જાય છે. અને તેમાં પણ જ્યારથી ટિકટોક આવ્યું છે ત્યારથી લોકો આવા નાના વીડિયોને થોડા વધુ જ પસંદ કરી રહ્યા છે. હાલમાં જ ટિકટોક પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક સિંહ યુગલ રસ્તામાં બેઠું છે અને લોકો તેની આસપાસ કાર ઊભી રાખી ફોટો ખેંચી રહ્યા છે. તેની વચ્ચે અચાનક જ સિંહ ગર્જના કરે છે અને ગાડીમાંથી ફોટો ખેંચી રહેલી બાળકી ડરીને ગાડીમાં બેસી જાય છે. આ વીડિયોમાં સિંહ ફોટાનો ક્લિક ક્લિકનો અવાજ સાંભળીને ચોંકી જાય છે.

    ઉલ્લેખનીય છે કે રસ્તા પર બેઠલ આ સિંહ કપલ એકદમ એલર્ટ હતું. અને તેની વચ્ચે ફોટા ક્લિકનો આ અવાજ આવતા સિંહ મોટેથી ગર્જના કરે છે. જે ત્યાં હાજર લોકોને ડરાવી દે છે. જે બાદ સિંહણ અહીંથી ઉઠીને જતી રહે છે. અને પાછળથી સિંહ પણ ત્યાંથી જતો રહે છે. જો કે સદનસીબે સિંહ ગર્જના કરવા સિવાય કંઇ કરતો નથી.


    પણ ધણીવાર આવી સ્થિતિમાં વન્ય પ્રાણીઓની તસવીર કે વીડિયો લેવું ખતરનાક અને જીવલેણ પણ સાબિત થઇ શકે છે. પ્રાણી જગતના નિષ્ણાતો હંમેશા આ રીતે પ્રાણીઓની તસવીરો પાડવાની ના પાડતા આવ્યા છે. અને વન્યજીવોને હેરાન ન કરવાની પણ સલાહ આપે છે. જો કે તેમ છતાં લોક ઉત્સુકતા વશ અને સોશિયલ મીડિયામાં એક સારી તસવીર નાખવાના ચક્કરમાં આવી ભૂલ કરી દેતા હોય છે.
    Published by:Chaitali Shukla
    First published: