ગયા મહિને, સોશિયલ મીડિયા હેશટેગ્સ # jCBKiKhudai ના મીમ્સ વાયરલ થઈ રહ્યા હતા. આ હેશટેગ હવે ટિકટોક વીડિયોઝ સાથે સામે આવ્યાં છે. જેસીબીનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક છોકરો જેસીબીને સાપની જેમ નૃત્ય કરાવે છે. આ વીડિયોઝથી હસવાની સાથે દરેકને નવી રીતે જોવાની રીત બની ગઈ છે. લોકો આ વીડિયોને ખૂબ શેર રહ્યાં છે.
આ ટિકટોક વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક છોકરો તેના જેસીબીને તેના ઇશારા પર નૃત્ય કરાવે છે. વીડિયો જોઈને યુવાન નાગિનની ધૂન વગાડતા બીન વગાડે છે. જેનાથી જેસીબી મશીન નાગિનની જેમ ધુન પર નાચવા લાગે છે.
આ વીડિયો ટ્વિટર પર ક્રિષ્ના ભટ્ટ નામની એક મહિલા શેર કર્યો છે, જેમના કેપ્શનમાં તેણીએ લખ્યું હતું કે, 'આભાર Tik Tok કો બેન ના કરને કે લિયે' ટ્વિટર પર આ વીડિયોને હવે 62 હજારથી વધુ લોકો જોઈ ચુક્યા છે.
ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે આ એપ્લિકેશન
આ વિશ્વભરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિનેજરની પહેલી પસંદગી બની ગઈ છે. સેલિબ્રિટીઝ પણ તેના ઉપયોગમાં પાછળ નથી. વિશ્વના અનેક જાણીતા હાસ્ય કલાકારો, એથ્લીટ અને વિશ્વની જાણીતી બ્રાન્ડ્સ તેનો ઉપયોગ કરી રહ્યા છે. શ્રદ્ધા કપૂર, ટાઇગર શ્રૉફ અને નેહા કાક્કર જેવા બોલિવૂડ સિતારાઓ આના પર આવી ચુક્યા છે.
Google Play Store પર ટિક-ટોકનો પરિચય 'Short videos for you'(તમારા માટે નાનો વીડિયો) કહીને રજૂ કરવામાં આવી છે. ભારતમાં આ ખૂબ લોકપ્રિય છે, લગભગ 80 લાખ લોકો ગૂગલ પ્લે સ્ટોર પર આવી ચુક્યા છે.