TikTok Video બનાવવાના ચક્કરમાં યુવતીનું ગોળી વાગવાથી થયું મોત

TikTok Video બનાવવાના ચક્કરમાં યુવતીનું ગોળી વાગવાથી થયું મોત
યુવતી અને તેના સાથી TikTok માટે કિડનેપિંગનો એક વીડિયો શૂટ કરી રહ્યા હતા, ગોળી છૂટતાં જ બધા ત્યાંથી ભાગી ગયા

યુવતી અને તેના સાથી TikTok માટે કિડનેપિંગનો એક વીડિયો શૂટ કરી રહ્યા હતા, ગોળી છૂટતાં જ બધા ત્યાંથી ભાગી ગયા

  • Share this:
    મેક્સિકો સિટીઃ ટિકટૉક વીડિયો (TikTok Video) બનાવતી વખતે ભૂલથી ગોળી વાગવાથી એક મેક્સિકન યુવતીનું મોત થઈ ગયું. યુવતી અને તેના દસ સાથી કિડનેપ કરવાનો પ્રયાસ કરતો વીડિયો શૂટ કરી રહ્યા હતા અને આ દરમિયાન ગોળી વાગવાથી તેનું મોત થઈ ગયું. અરેલિન માર્ટિન્જ નામની યુવતીને નાના ફાર્મ હાઉસમાં હાથ બંધાયેલા હોવા ઉપરાંત આંખો પર પટ્ટી બાંધી હોય તેવી રીતે દર્શાવવાની હતી.

    ડેઇલી મેઇલમાં પ્રકાશિત અહેવાલ મુજબ, બંધકની ભૂમિકા નિભાવનારી યુવતીની માતાને બેઠેલી દર્શાવવામાં આવી. ત્યારબાદ એક બીજા વ્યક્તિએ રમત-રમતમાં તેની પર હુમલો કરી દીધો. તેમાં ત્રીજો વ્યક્તિ હવામાં ઓટોમેટિક હથિયાર લહેરાવતો જોવા મળ્યો. ટિકટૉક વીડિયોમાં એક અન્ય વ્યક્તિને પણ દર્શાવવામાં આવ્યો છે જે પુરુષ બંધકને પોતાના ઘૂંટણીએ બેસવા મજબૂર કરે છે અને તેના માથા પાછળ બંદૂક મૂકે છે. તેની થોડીવાર બાદ જ માર્ટિન્ઝનું ગોળી વાગવાથી મોત થઈ જાય છે. ત્યારબાદ વીડિયો બનાવી રહેલા લોકો ભાગી ગયા. મેક્સિકોના ચિહુહુઆ રાજ્યમાં આ ઘટના બની છે.



    આ પણ જુઓ, ચોંકાવનારો VIDEO: હોન્ડા સિટી કાર પર પડ્યું ચોખા ભરેલું કન્ટેનર, જુઓ પછી શું થયું

    સાથીઓ યુવતીને છોડીને ભાગી ગયા

    પોલીસના જણાવ્યા મુજબ, દસમાંથી એક વ્યક્તિ ત્યાં રોકાયો અને પોલીસને ફોન કરી તેની જાણકારી આપી. ત્યારબાદ તે સભ્ય પણ ત્યાંથી ગુમ થઈ ગયો. પોલીસ (Police)ને આ લોકોની તલાશ છે જેઓએ વીડિયો (Video) શૂટ કરતી વખતે આ ઘટનાને અંજામ આપ્યો. જે લોકોએ આવું કર્યું તેઓ બંદૂક લઈને વિચારી રહ્યા હતા કે તે લોડેડ નથી અને યુવતીને ગોળી મારી દીધી.

    આ પણ જુઓ, IPL 2020: પોલાર્ડે કર્યો એવો કેચ કે સચિન તેંડુલકર પણ થઈ ગયો Fan, જુઓ ખાસ વીડિયો

    ચિહુહુઆ સ્ટેટના અટોર્ની જનરલે કહ્યું છે કે જો કોઈ અપરાધિક કાર્યક્રમ માટે જવાબદાર છે તો તેમણે જવાબ આપવો પડશે. તેમાં ઘણા તથ્યોની તપાસ બાકી છે. તેમાં યુવતીના દુર્ભાગ્યપૂર્ણ મોત, હથિયારો તેમની પાસે ક્યાંથી આવ્યા જેવી બાબતો સામેલ છે. સોમવારે મૃતકના અંતિમ સંસ્કાર (Funeral) કરવામાં આવ્યા. ટિકટૉક વીડિયો (TikTok Video) બનાવવાના પ્રયાસમાં કોઈનો જીવ ગયો હોય એવી અનેક ઘટનાઓ સામે આવતી રહે છે.
    Published by:Mrunal Bhojak
    First published:October 07, 2020, 14:57 pm