નવી દિલ્હી. કેટલાક લોકોને પોતાની જિંદગીમાં એડવેન્ચર કરવાનો એટલો શોખ હોય છે કે ‘કુછ તુફાની’ કરવા માટે તેઓ નવા-નવા ગતકડા કરતા હોય છે. આવા જ અનોખા લોકોની યાદીમાં ટિકટોક યૂઝર (TikTok user) એશ્લીન (Ashlin)નું નામ પણ સામેલ થયું છે. એશ્લીનનું ટિકટોક પર @miniadvantures નામથી એકાઉન્ટ છે.
એશ્લીન રોમાંચથી ભરપૂર વીડિયો પોસ્ટ (Videos Post) કરતી રહે છે પરંતુ આ વખતે તેણે જે કર્યું તે ખૂબ વધારે જોખમ ભરેલું કામ હતું અને જોવા જઈએ તો આવું કોઈએ પણ ન કરવું જોઈએ. મૂળે, તેણે 31 પાઉન્ડ એટલે કે લગભગ 3200 રૂપિયાની એર ટિકિટ ખરીદી. ત્યારબાદ તેને ફ્લાઇટ પર માત્ર એક બેગ-પેક લઈ જવાની મંજૂરી મળી તો તેણે ખૂબ ચાલાકીથી બીજી બેગ-એક ડ્રોસ્ટ્રિંગ જિમ બેગ (Drawstring gym bag)ને પોતાના શર્ટની અંદર છુપાવી દીધી, જેથી એવું લાગે કે તેને બેબી બમ્પ (Baby Bump) હોય. તેના આ વીડિયોના બેકગ્રાઉન્ડ મ્યૂઝિકમાં ‘નોબડી ગોના નો’ (Nobody's gonna know song) ગીત ચાલી રહ્યું છે.
નોંધનીય છે કે, એશ્લીને પોતાની બેગ તો શર્ટ નીચે છુપાવી તેની સાથોસાથ તેણે જલ્દી બોર્ડિંગ કરવાની મંજૂરી પણ મેળવી લીધી. એશ્લીને ખાલી પ્લેનની અંદર ચાલતા-ચાલતા પોતાનો વીડિયો બનાવ્યો. વીડિયોમાં જોઈ શકાય છે કે તે પ્લેનમાં સૌથી પહેલા આવી હતી. ત્યારબાદ તેણે ટોઇલેટમાં લાગેલા મીરરમાં પોતાની જિમ બેગ બમ્પ પણ દર્શાવી.
જોકે, વીડિયો જોનારા અનેક લોકોના મનમાં એક જ સવાલ હતો કે આવી રીતે સિક્યુરિટી ચેકમાંથી કેવી રીતે બચીને જઈ શકાય. શક્ય છે કે તેણે સિક્યુરિટી ચેક પોસ્ટમાંથી પસાર થયા બાદ ડિપાર્ચર લોન્જ (Departure Lounge)થી પહેલા પોતાના શર્ટની નીચે બેગ સંતાડી દીધી હોય. નહીં તો વીડિયો બનાવીને પોસ્ટ કરવાના કારણે તે કોઈ મુસીબતમાં ફસાઈ ગઈ હોત. અનેક ટિકટોક યૂઝર્સે એશ્લીનને જીનિયસ (Genius) કહી, તો અનેક લોકોએ તેને ચાલાક કહી. બીજી તરફ અનેક લોકોએ કહ્યું કે આવું કરવા માટે સારી એક્ટિંગ આવડવી પણ ખૂબ જરૂરી છે.
(Disclaimer: News18 આવું કંઈ પણ કરવાનું સમર્થન નથી કરતું.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર