TikTok Video : બાળકીએ પ્રેમથી ડમીને અડ્યું, પણ ત્યારે કંઇક તેવું કે તે ડરી ગઇ!

News18 Gujarati
Updated: December 2, 2019, 6:02 PM IST
TikTok Video : બાળકીએ પ્રેમથી ડમીને અડ્યું, પણ ત્યારે કંઇક તેવું કે તે ડરી ગઇ!
બાળકીની રમત

ટિકટૉક પર અન્ય એક બાળકીનો પણ ફોટો વાયરલ થયો છે.

  • Share this:
ટિકટૉક ટૉપ વીડિયો (Tiktok top video) : ટિકટૉકના કેટલાક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર છવાયેલા છે. આ વીડિયોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. પણ તેવામાં એક નાની બાળકીનો ટિકટૉક વીડિયો હાલ ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં એક ક્યૂટ દેખાતી નાની બાળકી તેની મમ્મીના ખોળામાં છે. અને બાળકીની માંનો ચહેરો નથી દેખાતો. પણ બાળકી એક પૂતળાની પાસે ઊભી છે. અને બાળકીને આ ડમી કે મેનેન્ક્યૂ સાચું લાગે છે. અને તે તેની સાથે રમવા લાગે છે. અને તેને જોઇને ખુશ થવા લાગે છે.



બાળકી ડમીથી રમી રહી હોય છે ત્યારે અજાણ્યામાં તે ડમીનો ચહેરો તેના તરફ વળી જાય છે. જો કે તે પછી બાળકીને ફરી તે પૂતળાને અડવા જાય છે અને પૂતળાનું માથું જ જમીનમાં પડી જાય છે જે જોઇને બાળકી ડરી જાય છે. અને આ ભાવ તેના ચહેરા પર સ્પષ્ટ દેખાય છે. ટિકટૉક ટોપ પર હંમેશા જ બાળકોના વીડિયો છવાઇ જાય છે. ક્યારેક બર્થ ડે કેક કાપતા ફોટો તો ક્યારેક બીજો કોઇ. વધુમાં ટિકટૉક પર અન્ય એક બાળકીનો પણ ફોટો વાયરલ થયો છે.



જેમાં એક નાની બાળકી કેક કાપી રહી છે. આ બાળકી પોતાના હાથથી જ કેકને અનોખી રીતે કાપી રહી છે. અને કેકના ક્રીમને પોતાના હાથ પર લગાડીને રમી રહી છે. તે સમયે તેના માસૂમ હાસ્યને જોઇને તમને પ્રફુલ્લિત થઇ જશો.કેક કાપતી વખતે ખરેખરમાં બાળકીનો ખુશખુશાલ ચહેરો જોઇને તમારા દિવસ બની જશે.
First published: December 2, 2019, 5:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading