Home /News /eye-catcher /વાઘે કારમાં બેઠેલી મહિલાને ખેંચી, વીડિયો જોઈને તમે પણ દંગ રહી જશો!

વાઘે કારમાં બેઠેલી મહિલાને ખેંચી, વીડિયો જોઈને તમે પણ દંગ રહી જશો!

VIDEO: ભૂખ્યા વાઘે મહિલાને દબોચી

Tiger Attack On Woman Video: હ્રદયકંપાવી ઉઠે તેવા વિડીયોમાં, એક વાઘ એક મહિલાને કારમાં બેસે તે પહેલા જ તેના પર ધક્કો મારે છે અને તેને ખેંચી જાય છે. ત્યાં હાજર લોકો પણ મહિલાને બચાવવાની કોશિશ કરે છે, પરંતુ તેમાંથી એક પણ વ્યક્તિ ટાઈગર સામેથી ટકી શકતો નથી.

વધુ જુઓ ...
    Tiger Attack On Woman Video: સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થાય છે, જેમાં લોકો જંગલી પ્રાણીઓ સાથે જોડાયેલા વીડિયોને પસંદ કરવામાં આવતા હોય છે. આ વીડિયોમાં કેટલાક રૂવાટા ઉભા કરી દેતા હોય છે, જ્યારે કેટલાકને જોઈને હૃદયના ધબકારા વધી જાય છે. આવો જ એક વીડિયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ભૂખ્યો વાઘ રહેણાંક વિસ્તારમાં ઘૂસીને એક મહિલા પર હુમલો કરે છે. વીડિયો જોયા પછી તમે થોડીવાર માટે આઘાતમાં આવી જશો...

    આ પણ વાંચો: હાથાપાઈ કરી યુવકને ચાલતી ટ્રેને ધક્કો માર્યો, VIDEO થયો વાયરલ

    હ્રદયકંપાવી ઉઠે તેવા વિડીયોમાં, એક વાઘ એક મહિલાને કારમાં બેસે તે પહેલા જ તેના પર ધક્કો મારે (Tiger Attack On Woman Video) છે અને તેને ખેંચી જાય છે. ત્યાં હાજર લોકો પણ મહિલાને બચાવવાની કોશિશ કરે છે, પરંતુ તેમાંથી એક પણ વ્યક્તિ ટાઈગર સામેથી ટકી શકતો નથી. મહિલા પર હુમલો કર્યા બાદ તે તેને પોતાની સાથે ઢસડતો લઈ જાય છે.




    પંજો મારીને વાઘ એક જ ઝટકે મહિલાને લઈ ગયો

    વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, કેટલાક લોકો રહેણાંક વિસ્તારમાં કાર પાર્ક કરે છે અને તેમાંથી બહાર આવે છે. આ દરમિયાન કારમાંથી એક મહિલા બીજી તરફ બેસવા માટે આવે છે. તેણી ઉભી રહે છે, જ્યારે વાઘ પાછળથી આવે છે અને તેણીને તેના પંજા વડે ખેંચી જાય છે. આ દરમિયાન કેટલાક લોકો તેને બચાવવા માટે પણ દોડે છે, પરંતુ તેઓ ભૂખ્યા વાઘને રોકવાની કોઈની હિંમત ચાલી નહીં. આ વીડિયો એટલો ક્રૂર છે કે તમે જોઈને દંગ રહી જશો.
    " isDesktop="true" id="1277061" >

    6 વર્ષ જૂનો વિડિયો

    આ વીડિયો જોઈને તમને ડરથી પરસેવો છૂટી જશે. આ વીડિયો 6 વર્ષ પહેલાનો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ઘટના ચીનમાં બની છે, જે યુટ્યુબ પર પોસ્ટ થઈ ચૂકી છે. હાલમાં, આ વીડિયો ફરી એકવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Instagram પર 'animals_powers' નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો જોયા બાદ લોકો ચોંકી ગયા છે.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: OMG VIDEO, Tiger, Viral videos

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन