અમેરિકામાં યુવકને લાગી દુનિયાની સૌથી મોટી લોટરી, પણ નથી મળી રહ્યું.....

News18 Gujarati
Updated: October 30, 2018, 11:44 AM IST
અમેરિકામાં યુવકને લાગી દુનિયાની સૌથી મોટી લોટરી, પણ નથી મળી રહ્યું.....
અમેરિકામાં લોટરીની આટલી મોટી રકમ મળી એ આ બીજું સૌથી મોટું ઈનામ છે.

અમેરિકામાં લોટરીની આટલી મોટી રકમ મળી એ આ બીજું સૌથી મોટું ઈનામ છે.

  • Share this:
ન્યૂ યોર્ક: અમેરિકામાં એક વ્યક્તિએ એક લોટરી ટિકિટ પર 1.5 અબજ ડોલર (ભારતીય રૂપિયામાં 110 અબજ રૂપિયા)નું જેકપોટ જીતુ છે. અમેરિકામાં લોટરીમાં જીતી ગયાની આ બીજી સૌથી મોટી રકમ છે. લોટરીથી સંબંધિત અધિકારીઓએ આ માહિતી આપી હતી.

હાલ તો વિજેતાની ઓળખ થઈ નથી. મેગા મિલિયન્સ, જેણે લોટરીમાં ઈનામી રકમની જીતની જાહેરાત કરી, તેની વેબસાઇટ પર જણાવ્યું કે દક્ષિણ કેરોલિનામાં આ ટિકિટ વહેંચવામાં આવી હતી પરંતુ વિજેતાનું હજુ સુધી કોઇ ઓળખ નથી. મેગા મિલિયન્સે આ પહેલા જણાવ્યું હતું કે વ્યક્તિએ 1.6 અરબ ડોલરનો જેકપૉટ જીત્યો, પરંતુ બાદમાં તેમાં સુધારો કરીને 1.537 અબજ ડોલર કર્યા.

પાવરબોલ લોટરીના જેકપોટ દ્વારા જાન્યુઆરી 2016માં 1.586 અરબનો જેકપોટ મળ્યો હતો જેમા ત્રણ ટિકિટ પર વહેંચવામાં આવી હતી. આ રીતે બીજું સૌથી મોટું ઈનામ છે. ખાસ મેગા બોલ હેઠળ છ વિજેતા નંબર ડ્રોમાં બહાર આવ્યા જે ક્રમ અનુસાર: 5, 28, 62, 65,70 અને 5 છે. મેગા મિલિયન્સ સમૂહના મુખ્ય દિગ્દર્શક અને મેરીલેન્ડ લોટરી અને ગેમિંગના ડિરેક્ટર ગૉર્ડન મેડેનિકાએ કહ્યું, કે જે ક્ષણની અમે રાહ જોઇ રહ્યા હતા તે આખરે આવી ચુક્યો છે. અમે વધુ રાહ ન જોઇ શકીએ. તેમણે કહ્યું, આ ખરેખર એક ઐતિહાસિક અવસર છે.
First published: October 30, 2018, 11:44 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading