OMG! ત્રણ બાળકોની માતા મૃત પ્રેમીના ફોટા સાથે લગ્ન કરશે, કારણ છે રસપ્રદ

News18 Gujarati
Updated: November 5, 2019, 10:29 PM IST
OMG! ત્રણ બાળકોની માતા મૃત પ્રેમીના ફોટા સાથે લગ્ન કરશે,  કારણ છે રસપ્રદ
પ્રતિકાત્મક તસવીર

અઢી વર્ષ પહેલા મહિલા સાથે લગ્ન ન થવાના કારણે આત્મહત્યા કરનાર પ્રેમીના ફોટા સાથે લગ્ન કરવાનો મહિલાએ નિર્ણય કર્યો હતો.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ તમને જાણીને વિશ્વાસ નહીં થાય પરંતુ આ વાત સાચી છે કે ત્રણ બાળકોની માતા પોતાના મૃત પ્રેમીના ફોટા (boyfriend photo) સાથે લગ્ન (Marriage) કરશે. એક મહિલાએ પોતાના પ્રેમીની ઇચ્છાને પૂરી કરવા માટે અનોખા લગ્નની (Unique wedding) જાહેરાત કરે છે. આ લગ્નમાં માટે ધૂમધા તૈયારીઓ પણ ચાલી રહી છે. આ લગ્ન પ્રાચીન શિવમંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર અને બધી વિધિઓ સાથે કરવામાં આવશે.

આ અનોખા લગ્ન અલિગઢના એક વિસ્તારમાં થવાના છે. આ મહિલા આશરે 15 વર્ષ પહેલા લગ્ન કરીને અહીં આવી હતી. લગ્નગાળા દરમિયાન તેને ત્રણ બાળકો છે. લગ્નના થોડા વર્ષો પછી તેને મહોલ્લાના મોબાઇલ રિપેરિંગની દુકાન ચલાવનારા સૌરભ વર્મા સાથે પ્રેમ થયો હતો. ત્રણ વર્ષ પહેલા બીમારીના કારણે મહિલાના પતિનું મોત થયું હતું ત્યારબાદ પ્રેમીએ તેની સાથે લગ્નનો પ્રસ્તા રાખ્યો હતો. બંને લગ્ન કરવા માટે તૈયાર થયા હતા.

આ પણ વંચોઃ-Fitness Secret: ફીટ અને હેલ્દી રહેવા માટે આ બધું જ ખાય છે Virat kohli

ત્યારબાદ થોડા જ મહિનાઓ પછી પ્રેમી સૌરભે આત્મહત્યા કરી લીધી હતી. હવે મહિલાએ પ્રેમી સાથે લગ્ન કરવાની કસમને પૂરી કરવા માટે તેના ફોટા સાથે લગ્ન કરવાની જાહેરાત કરી હતી. લગ્ન માટે મૂહુર્ત કાઢવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ-આ 6 આયુર્વેદિક તેલનો ઉપયોગ કરો, ખરતા વાળની સમસ્યા થશે દૂર

લગ્ન કરવા માટે તડામાર તૈયારીઓ પણ થઇ રહી છે. સંબંધીઓને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. મહિલાની આ તૈયારીઓ જોઇને આખો મોહલ્લો જ નહીં પરંતુ પરિવાર અને સંબંધીઓ જ અસમંજસમાં છે.
Loading...

આ પણ વાંચોઃ-સારા સાથે વરુણ ધવનનો કુલી લૂક, 'કુલી નંબર-1'ના સેટ પરથી વાયરલ થઇ તસવીર

અઢી વર્ષ પહેલા મહિલા સાથે લગ્ન ન થવાના કારણે આત્મહત્યા કરનાર પ્રેમીના ફોટા સાથે લગ્ન કરવાનો મહિલાએ નિર્ણય કર્યો હતો. મહિલાના આ નિર્ણયના કારણે પરિવાર જ નહીં પણ મહોલ્લામાં પણ તણાવ છે મહિલાનું કહેવું છે કે, પ્રેમીના ફોટા સાથે લગ્ન કરવાથી કોઇને વાંધો નથી. પરંતુ હકીક આનાથી ઉલટી છે.
First published: November 5, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...