Home /News /eye-catcher /OMG.! કોઇ દેવીથી કમ નથી આ મહિલા, ચપટીમાં જ કરે છે આંખોની સારવાર

OMG.! કોઇ દેવીથી કમ નથી આ મહિલા, ચપટીમાં જ કરે છે આંખોની સારવાર

યુરોપીયન મહિલા

આપણને કોઇજ પ્રકારની શારીરિક કે માનસિક સમસ્યા થાય છે. ત્યારે સારવાર માટે ડોક્ટર પાસે જઇએ છીએ.

    આપણને કોઇજ પ્રકારની શારીરિક કે માનસિક સમસ્યા થાય છે. ત્યારે સારવાર માટે ડોક્ટર પાસે જઇએ છીએ. ડોક્ટરો દ્વારા આપવામાં આવેલી દવાઓ ખાઇને આપણે શારીરિક કમજોરી કે રોગને દૂર ભગાડીએ છીએ. જોકે, આપણે સાંભળ્યું છે કે, ગામમાં લોકો સારવાર માટે ઓઝા કે વૈદ્યનો સહારો લે છે. આજે અમે એવી મહિલા વિશે જણાવીશું કે, કે જે પોતાની જીભથી લોકોની આંખોની સમસ્યા દૂર કરે છે.

    આ મહિલા યુરોપના બોસનિયા અને હેરઝેગોવિનામાં રહે છે. આ મહિલાનો એવો દાવો છે કે, તેની જીભવમાં કંઇક એવું છે જે લોકોના આંધળાપણાને દૂર કરે છે. પોતાની જીભથી આ મહિલા લોકોની જિંદગીમાં રોશની ભરવાનું કામ કરે છે. આ મહિલાનું નામ સેલેબિકા છે. આ દુનિાયની એકમાત્ર એવી મહિલા છે જેની પાસે આવી અદ્દભુત શક્તિ છે.

    આ કામને ત્યાંના લોકો વધારે માને છે. પોતાના આ કામ માટે તે 10 યુરો એટલે કે લગભક 750 રૂપિયા લે છે. હાવાનું કહેવું છે કે, તેણે અત્યાર સુધી 5000થી વધારે લોકોને સાજા કર્યા છે. તેનું કહેવું છેકે, તે આ વસ્તુ કોઇને શિખવાડવા નથી માંગતી.કારણ કે હાવાનો બાળકોને તેનું આ કામ તુચ્છ લાગે છે.

    હાવાને એક વાતનો ડર છે કે, તેના મૃત્યુ પછી લોકો તેની જીભને કાપીને રાખી ન લે. હાવા પોતાની જીભથી લોકોની આંખોમાં પડેલી ધૂળ, માટી, ગંદકી, ધાતુ કે કાંચ બધુ જ બહાર કાઢીને સાફ કરે છે. આ શક્તિને સાચવી રાખવા માચટે હાવા પોતાની જીભને દારૂથી સાફ કરે છે.
    Published by:ankit patel
    First published:

    Tags: EYES, God, OMG story, Woman

    विज्ञापन
    विज्ञापन