વાનર અને બાળકની દોસ્તીનો આ video સોશિયલ મીડિયા ઉપર મચાવે છે ધૂમ, જોઈને તમને ચોક્કસ મજા પડશે

વાનર અને બાળકની દોસ્તીનો આ video સોશિયલ મીડિયા ઉપર મચાવે છે ધૂમ, જોઈને તમને ચોક્કસ મજા પડશે
વીડિયો પરથી તસવીર

આને દોસ્તી કહેવી કે માની મમતા. એ આપ આ વીડિયો જોઇનેજ નક્કી કરજો. કારણકે, આ વાનર - ના તો માત્ર બાળકના માથા માંથી જૂં વીણી રહ્યું છે , પરંતુ  જ્યારે બાળકની માતા વાનર પાસેથી બાળકને લેવા આવે છે ત્યારે એને પ્રોટેકટ પણ કરી રહ્યું છે.

  • Share this:
અમદાવાદઃ હાલ એક વીડિયો (video) સૌરાષ્ટ્ર પંથકમાંથી (saurasthra) જોરદાર વાયરલ (viral) થયો છે. એક વાંદરું અને એક બાળકની અનોખી દોસ્તીનો (monkey child funny video) આ વીડિયો છે. જીહાં ..આ વીડિયોમાં એક બાળકના માથામાંથી એક વાંદરું જૂં વીણી રહ્યું છે. સામાન્ય રીતે કોઇપણ માદા વાનર હોય - તે તેના બાળકના માથા પરથી આવી રીતે જૂં વીણતી જોવા મળે છે. પરંતુ અહિંયા એ કામ એક માનવ ના બાળક સાથે એક વાનર કરી રહ્યું છે.

આને દોસ્તી કહેવી કે માની મમતા. એ આપ આ વીડિયો જોઇનેજ નક્કી કરજો. કારણકે, આ વાનર - ના તો માત્ર બાળકના માથા માંથી જૂં વીણી રહ્યું છે , પરંતુ  જ્યારે બાળકની માતા વાનર પાસેથી બાળકને લેવા આવે છે ત્યારે એને પ્રોટેકટ પણ કરી રહ્યું છે.તે કોઇપણ સંજોગો મા આ બાળકને પોતાનાથી વિખૂટું પડવા દેવા માંગતું નથી જ્યારે બાળકને લેવા તેની માતા આવે છે. ત્યારે એ બાળકને વળગીને સતત બાળકને લઇ જવાનો પ્રતિકાર કરે છે. ને ચારેય બાજુથી બાળકને વહાલ થી વળગી રહે છે.

આ પણ વાંચોઃ-રાજકોટઃ માથાભારે ધનરાજ બેડલાનો છરી સાથે લુખ્ખાગીરીનો live Video, પોતાની દરેક કારમાં લગાવે છે પોલીસની પ્લેટ

આ પણ વાંચોઃ-નવસારીઃ ભયંકર અકસ્માતનો live video, નેશનલ હાઇવે નં.48 પર ટેન્કર સાથે ધડાકાભેર અથડાયો ટેમ્પો, મહિલાનું મોત

આ પણ વાંચોઃ-નવસારીઃ દાદાગીરીનો live video, 'ભીખારી..કાચના રૂ.300 આપ નહીં તો..', ખુલ્લી તલવાર બતાવી ટ્રક ડ્રાઈવરની પોલીસને ધમકી

આ પણ વાંચોઃ-સુરતઃ એક્ટર બનવા મુંબઈ ગયેલા પતિએ સસરા પાસે લીધા ઉધાર પૈસા, સસરાએ પુત્રવધૂ પાસે આવી રીતે વસૂલ્યા પૈસા

જાણે એ બાળક પર તેનો અબાદિત અધિકાર હોય તેમ તે વર્તે છે. તો સામે પક્ષે બાળક પણ તેની માતા સાથે જવા કોઇ જીદ કરતુ નથી સામાન્ય રીતે કોઇ માતા બાળકનું માથું ઓળવા બેસે ત્યારે મોટા ભાગના બાળકોને એ ગમતું નથી હોતું.પરંતુ એથી ઉલ્ટુ અહીંયા તો બાળક સામે ચાલીને પોતાનુ માથું વાનરના ખોળામા નાંખી રહ્યો છે. ને વાનર માથામાથી જે પ્રકારે જુ વીણે તે વીણવા દઇ રહ્યો છે. જેમ બાળકને તેની માતા લઇ જાય તે વાનરને નથી ગમતું તેમજ બાળક પણ વાનર ને છોડીને પોતાની માતા પાસે જવા ઉત્સુક હોય તેમ નથી જણાઇ રહ્યું. જો આપને પણ વાનર અને બાળકની આ અનોખી દોસ્તીનો વીડિયો ગમશે.
Published by:ankit patel
First published:May 23, 2021, 22:35 pm

ટૉપ ન્યૂઝ