Home /News /eye-catcher /અહી ઊંધી દિશામાં ચાલે છે ઘડિયાળ, જાણો શું છે કારણ

અહી ઊંધી દિશામાં ચાલે છે ઘડિયાળ, જાણો શું છે કારણ

    નવી દિલ્હી: વિશ્વની તમામ ઘડિયાળ એક જ દિશામાં ચાલે છે. આપણે તમામ ઘડિયાળને જમણી બાજુથી ડાબી બાજુ તરફ ચાલતા જોઇ છે. પરંતુ આજે અમે તમને ભારતના એક એવા ગામ વિશે જાણકારી આપવા જઇ રહ્યા છીએ, જ્યાં ઘડિયાળ ઉંધી દિશામાં ચાલે છે. જી હા, તમે કદાચ આ વાત પર વિશ્વાસ ન કરો પરંતુ તે સાચું છે.

    છત્તીસગઢના કોરબાના એક સ્થળ પર ઘડિયાળ ઉંધી દિશામાં ફરે છે. આ કોરાબા નજીક આવેલું આદિવાસી શક્તિ પીઠ સાથે જોડાયેલું એક સ્થળ છે. અહીંના રહેવાસી ગોંડ આદિવાસી પરિવારોના ઘરમાં જો તમે જુઓ તો તમામના ઘરમાં ઉંધી દિશામાં ચાલતી ઘડિયાળ જોવા મળશે. તે આજની વાત નથી પણ આ લોકો જૂના સમયથી એન્ટી ક્લોકવાઇઝ દિશામાં ચાલનાર ઘડિયાળનો ઉપયોગ કરી રહ્યા છે.



    પ્રકૃતિ અને ઘડિયાળમાં સમાનતા
    અહીંના સ્થાનિક લોકો કહે છે કે, તેમની ઘડિયાળ પ્રકૃતિની જેમ સામાન્ય રીતે ગતિ કરે છે. આ લોકો કહે છે કે પૃથ્વી પણ ઘડિયાળથી ઉંધી દિશામાં એટલે કે ડાબેથી જમણી તરફ ફરે છે. આ ઉપરાંત વૃક્ષ પર ચઢનારી વેલ પણ આ દિશામાં આગળ વધે છે.

    સૂર્ય ચંદ્ર પણ આ દિશામાં ગતિ કરે છે અને તળાવ ઉપર ઉડનારા ભમરાઓ પણ આ જ દિશામાં ગતિ કરે છે. આ લોકો કહે છે કે લગ્નના સમયે ફેરા જમણી તરફ ફરાય છે. આ પ્રકારે તેઓનું માનવુ છે કે તેમની ઘડિયાળ સાચી દિશામાં ચાલે છે, પણ વિશ્વની તમામ ઘડિયાળ પ્રકૃતિ રીતે વિરુદ્ધ દિશામાં ગતિ કરી રહી છે.



    આ લોકો પ્રકૃતિને પોતાના ભગવાન માને છે. તેનુ માનવું છે કે આ લોકો પ્રકૃતિથી વિરુદ્ધ દિશામાં ગતિ નથી કરી શકતા. મહુઆ અને પરસા જેવા વૃક્ષોની આ લોકો પૂજા કરે છે.આ વિસ્તારમાં આશરે 10 હજાર પરિવારો છે અને આ લોકો એન્ટી ક્લોકવાઇઝ દિશામાં ચાલતી ઘડિયાળનો જ ઉપયોગ કરે છે. અહીંના આદિવાસી સમાજમાં લગભગ 32 અન્ય સમુદાયો પણ જોડાયેલા છે અને આ તમામ લોકો ઉંધી દિશામાં ચાલતી ઘડિયાળનો ઉપયોગ કરે છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Watch

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन