તમે હંમેશાં વ્યક્તિને રડતા જોયા હશે પરંતુ શું તમે ક્યારેય કોઈ પ્રતિમાને રડતી જોઇ છે? તે વિચારવાથી તમને કદાચ ખૂબ વિચિત્ર લાગ્યું હશે. પરંતુ તે ખરેખર સાચુ છે. તમને જણાવી દઇએ કે ન્યૂ મેક્સિકોમાં એક ચર્ચ હોબ્સમાં વર્જિન મેરી નામની પ્રતિમા છે, જે રડે છે, અને પ્રતિમા માંથી સુગંધ આવે છે.
આ ચર્ચના ફાધર જોસ પેપે ' સેગુરાએ જણાવ્યું કે તેને આ ઘટના વિશે ચર્ચમાં આવનારા લોકો દ્વારા જાણવા મળ્યું. જ્યારે લોકોએ પ્રતિમાને રડતાં જોઇ, તેઓએ વર્જિન પ્રતિમાના ચહેરા પરથી આંસુ સાફ કર્યા.
પરંતુ હજુ પણ આ પ્રતિમાની આંખોમાંથી આંસુ બહાર આવી રહ્યા છે. ફાધર સેગુરા કહે છે કે જ્યારે મેં જોયું કે તે ખરેખર રડતી હતી. એટલે મેં વિચાર્યું કે આપણે ભગવાનની નજીક આવવું જોઈએ અને હિંસાને રોકવી જોઈએ.
મેરી પ્રતિમાને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે. અનેક લોકોને આ ચમત્કાર લાગે છે, અને કેટલાક લોકો માને છે કે પ્રતિમામાં કોઈ પ્રવાહી પદાર્થ છે, એટલે પ્રતિમામાંથી આંસુ બહાર આવે છે.
જ્યારે શિલ્પકારને મેરી પ્રતિમા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે આ પ્રતિમા કાંસાની બનેલી છે, તેથી તકનીકી રીતે તે અશક્ય છે કે મેરીની મૂર્તિમાંથી ગુલાબની સુગંધ વાળા આંસુ બહાર આવે.
લાસ ક્રૂસેસ ન્યૂ મેક્સિકોના ડાયોસિઝના અધિકારી પ્રતિમાની તપાસ કરવા હબ્સમાં પહોચ્યા અને ચાર કલાક પ્રતિમાની તપાસ કરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર