Home /News /eye-catcher /

OMG! 1 નહિ, અત્યાર સુધીમાં 78 વખત Corona Positive થઈ ચૂક્યો છે વ્યક્તિ, એક વર્ષથી છે Quarantine

OMG! 1 નહિ, અત્યાર સુધીમાં 78 વખત Corona Positive થઈ ચૂક્યો છે વ્યક્તિ, એક વર્ષથી છે Quarantine

આ વ્યક્તિનું નામ મુઝાફર કાયાસન (Muzaffer Kayasan) છે અને તે છેલ્લા એક વર્ષથી હોસ્પિટલમાં છે.

Man Tested Covid-19 Positive for 14 Months: 56 વર્ષીય વ્યક્તિનો કોરોના રિપોર્ટ (corona report) છેલ્લા 14 મહિનાથી સતત પોઝિટિવ (corona positive) આવી રહ્યો છે. તેમણે પોતાનો છેલ્લો જન્મદિવસ પણ આઈસોલેશન (isolation)માં વિતાવ્યો હતો.

    એક વખત કોઈ વ્યક્તિનો રિપોર્ટ કોરોના પોઝિટિવ (Corona Positive) આવે તો તેની હાલત ખરાબ થઈ જાય છે, પરંતુ તુર્કી (Turkey News)માં એક વ્યક્તિ એવો પણ છે, જેનો કોરોના રિપોર્ટ (Man 78 Times Tested Corona Positive) છેલ્લા 14 મહિનાથી સતત પોઝિટિવ આવી રહ્યો છે. નવેમ્બર 2020માં તેમને પ્રથમ વખત કોરોના થયો હતો, ત્યારથી તેઓ 14 મહિના (Man Has Been in Isolation for 14 Months)થી સતત આઇસોલેશનમાં છે.

    આ વ્યક્તિનું નામ મુઝાફર કાયાસન (Muzaffer Kayasan) છે અને તે છેલ્લા એક વર્ષથી હોસ્પિટલમાં છે. દરરોજ તે રાહ જુએ છે કે તે ઘરે પાછો ફરી શકે, પરંતુ એવું થતું નથી. નવેમ્બર 2020માં પ્રથમ વખત, કોવિડ -19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. થોડા દિવસ પછી, તેના લક્ષણો એકદમ સાજા થઈ ગયા હતા, પરંતુ તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો ન હતો.

    78 વખત થયો ટેસ્ટ, પોઝિટિવ જ રહ્યો રિપોર્ટ
    મુઝાફર કયાસનનો કોરોના ટેસ્ટ 78 વખત કરવામાં આવ્યો છે, પરંતુ દરેક વખતે તેનો રિપોર્ટ પોઝિટિવ આવે છે. કોરોના પોઝિટિવ રિપોર્ટના કારણે કાયસનને આઇસોલેશનમાં રાખવામાં આવે છે, પછી તે હોસ્પિટલમાં હોય કે ઘરે. સતત આઈસોલેશનના કારણે કાયસનનું સામાજિક જીવન સમાપ્ત થઈ ગયું છે.

    આ પણ વાંચો: OMG! માત્ર 16 સેકન્ડ માટે ઉતાર્યું હતું Mask, શખ્સે ભરવો પડ્યો 2 લાખનો દંડ

    તેઓ ન તો તેમના પરિવાર સાથે સમય વિતાવી શકે છે અને ન તો તેઓ તેમના મિત્રોને મળી શકે છે. બારીમાંથી તેઓ પોતાના પરિવાર સાથે થોડી વાતચીત કરે છે. ક્વોરેન્ટાઇનમાં હોય ત્યારે તેમને સૌથી મોટું દુ:ખ એ છે કે તેઓ તેમના પ્રિયજનોને સ્પર્શ કરી શકતા નથી. નેગેટિવ ન હોવાને કારણે તેમને કોરોનાની રસી પણ મળી શકી નહોતી.

    આ પણ વાંચો: OMG! ઓનલાઇન વેચાઇ રહી છે નકલી ‘Virginity’, 15 મિનિટમાં જ બનાવી દે છે પરણિતને પણ કુંવારી

    દુનિયામાં આ પ્રકારનો પહેલો કેસ
    વાસ્તવમાં 56 વર્ષનો કાયસન લ્યુકેમિયા એટલે કે એક પ્રકારનું બ્લડ કેન્સર છે, જેમાં આ બીમારીમાં સફેદ રક્તકણોને ઘટાડી દે છે અને દર્દીની રોગપ્રતિકારક શક્તિ ઘણી ઓછી થઈ જાય છે. ડોક્ટરોનું કહેવું છે કે આ કારણથી કાયસનના લોહીમાંથી કોરોના વાયરસ ખતમ નથી થઈ રહ્યો. તેમની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તેમને દવાઓ આપવામાં આવી રહી છે પરંતુ આખી પ્રક્રિયા એકદમ ધીમી અને લાંબી છે. કાયસનનો કેસ આ પ્રકારનો પહેલો કેસ છે, જેમાં દર્દી આટલા લાંબા સમયથી કોરોના પોઝિટિવ છે.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Coronavirus, OMG News, Shocking news, અજબગજબ

    આગામી સમાચાર