પૂરેપૂરોમોટેભાગે ખાનગી નોકરી કરનાર લોકો પોતાના કામના કલાકો સિવાય 1-2 કલાક વધુ જ કામ કરતા હોય છે, તેમ છતાં તેમને નિશ્ચિત પગાર જ મળતો હોય છે. પરંતુ એક યુવક એવો છે જે તેના કામના નિશ્ચિત કલાકો કરતા પણ ઓછુ કામ કરે છે તેમ છતાં તેને પગાર પુરેપુરો મળે છે. તેણે પોતે સોશિયલ મીડિયા પર લોકોને પોતાના આ અદ્ભુત કામ વિશે જણાવ્યું છે. એ અલગ વાત છે કે જ્યારે તેના બોસને આ ખબર પડશે ત્યારે તેની સાથે શું થશે એ ભગવાન જાણે.
વ્યક્તિએ તેની નોકરી વિશે ઘણી રસપ્રદ વાતો કહી છે. તે પોતાની જોબને દુનિયાની સૌથી સરળ નોકરી કહી રહ્યો છે અને તે કહે છે કે તેણે માત્ર અડધો દિવસ કામ કરવાનું છે, બાકીના અડધા દિવસ તે માત્ર આરામ કરે છે. જો કે, આ છૂટછાટની તેના પગાર પર કોઈ અસર થતી નથી અને તેને મહિનાના અંતે સંપૂર્ણ પગાર મળે છે.
હા, પ્રશ્ન વ્યાજબી છે કે આ છોકરો શું કામ કરી રહ્યો છે? ધ સનના અહેવાલ મુજબ, આ 19 વર્ષનો છોકરો બ્રિટનમાં સેન્સબરીના સુપરમાર્કેટમાં ડિલિવરી બોય તરીકે કામ કરે છે. તે ટિકટોક પર ચબ્બી કિડ (@olliedtutt) નામથી તેના વીડિયો પોસ્ટ કરતો રહે છે. આ છોકરાએ દાવો કર્યો છે કે તેનું કામ કદાચ સૌથી સરળ છે, જેના માટે તેને સારી એવી રકમ પણ મળી રહી છે. છોકરાને બ્રિટિશ પોલિસીનો લાભ મળી રહ્યો છે, જેમાં 18-20 વર્ષના છોકરાઓ અને છોકરીઓને કામ કરવા માટે 660 રૂપિયાથી વધુ લઘુત્તમ વેતન આપવું પડશે. આ અર્થમાં, તેને દર કલાકે હજાર રૂપિયાથી વધુ પગાર મળે છે અને તે દિવસમાં માત્ર 20 ડિલિવરી કરે છે.
છોકરાએ વીડિયોમાં જણાવ્યું છે કે તે દિવસની 20 ડિલિવરી લગભગ અડધી શિફ્ટમાં પૂરી કરે છે અને કંપનીની કારમાં આરામ કરે છે. છોકરાએ લોકોને સલાહ પણ આપી કે જો તમારે પણ કોઈ સરળ જોબ કરવી હોય તો આ કામ શ્રેષ્ઠ છે. આ કામમાં પગાર મળે છે પણ કામ અડધા દિવસનું જ છે. ટિકટોક પર અત્યાર સુધીમાં 1.6 મિલિયનથી વધુ લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે. કર્મચારીએ એવો પણ દાવો કર્યો છે કે બોસ દ્વારા તેને આ વીડિયો હટાવવા માટે કહેવામાં આવ્યું છે કારણ કે તેને જોયા બાદ તેની પાસેથી નોકરી મેળવવા લોકોની લાઈનો લાગી ગઈ છે.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર