આ ઇંગ્લિશ દેવીના મંદિરમાં દર્શન કરતા જ લોકો બોલવા લાગે છે અંગ્રેજી

News18 Gujarati
Updated: September 12, 2018, 11:17 AM IST
આ ઇંગ્લિશ દેવીના મંદિરમાં દર્શન કરતા જ લોકો બોલવા લાગે છે અંગ્રેજી
માથું નમાવવાથી લોકો બોલવા લાગે છે અંગ્રેજી
News18 Gujarati
Updated: September 12, 2018, 11:17 AM IST
આમ તો લોકો પોતાના બાળકોને શિક્ષણ માટે સારી અને મોંઘી સ્કૂલોમાં ભણાવતા હોય છે, પરંતુ ઉત્તર પ્રદેશના એક ગામમાં લોકો બાળકોને સ્કૂલમાં મોકલતા પહેલા એક મંદિરમાં લઈ જાય છે, કારણ કે આ મંદિરને લઈને એવી માન્યતા છે કે ત્યાં માથું નમાવવાથી અંગ્રેજી સરળતાથી શીખી શકાય છે. જાણો  UPમાં આવેલા ઇંગ્લિશ દેવી મંદિર વિશે...

આવું છે ઇંગ્લિશ દેવીનું મંદિર
ઇંગ્લિશ દેવીનું મંદિર ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લાના બનકા ગામમાં સ્થિત છે. આ મંદિરમાં ઇંગ્લિશ દેવીની મૂર્તિ છે, જે તમને અદ્દલ કોઈ ફોરેન મેડમ જેવી લાગશે, જેમના એક હાથમાં મોટી કલમ અને બીજા હાથમાં પુસ્તક છે. આ દેવીના માથા પર ટોપી પણ છે, જે પ્રતિક છે કે આજનો યુગ અંગ્રેજીનો યુગ છે. વાસ્તવમાં આ ઇંગ્લિશ દેવીની મૂર્તિ સ્ટેચ્યુ ઑફ લિબર્ટીને મળતું આવે છે. ઉપરાંત આ મૂર્તિ પણ બૌદ્ધ ધર્મનું ચક્ર પણ બનેલું છે. આ મૂર્તિ 20 કિલોના વજનની અને પિત્તળની બનેલી છે.મંદિર બનાવવા પાછળ ઉ્દેશ્ય
આ મંદિર અંગ્રેજીના શિક્ષણનું મહત્ત્વ સમજાય તે ઉદ્દેશ્યથી દલિત સમાજના લોકો દ્વારા 2010મા ઓક્ટોબરમાં બનાવવામાં આવ્યું હતું. અહીંના દલિત સમાજનું માનવું છે કે, ભીમરાવ આંબેડકરે હંમેશાં અંગ્રેજી શિક્ષણ પર જોર આપ્યું હતું અને કહ્યું હતું કે, જો દલિતોએ ઉન્નતિ કરવી હશે તો તેમણે અંગ્રેજી શીખવું પડશે.
બનકા ગામમાં એક સ્થાનિક દલિત નેતા દ્વારા આ મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. તેમનું માનવું છે કે પુરુષો પાસે તો અભ્યાસના અનેક અવસરો હોય છે, પરંતુ સ્ત્રીઓની સ્થિતિ આજે પણ અલગ છે. સ્ત્રીઓ આજે પણ શિક્ષણ જગતમાં પાછળ છે, તેથી આ મૂર્તિનો ઉદ્દેશ્ય એ છે કે, મહિલાઓ આ દેવીની જેમ જ ભણે અને આગળ વધે.દેવીની પ્રેરણાથી મહિલાઓ શીખે છે અંગ્રેજી
લોકોનું માનવું છે કે, જ્યારે ગામની મહિલાઓ અહીંયા માથું નમાવવા જાય છે, ત્યારે ઇંગ્લિશ દેવીમાંથી તેમને પ્રેરણા મળે છે. ખાસ કરીને ઇંગ્લિશ ભાષા પ્રત્યે તેમનામાં જિજ્ઞાસા જાગે છે.

મંદિરની છે માન્યતા
આ મંદિરમાં આ ગામના જ નહીં પરંતુ આસપાસના ગામમાંથી પણ લોકો આવે છે અને પોતાના બાળકોનું એડમિશન સારી સ્કૂલોમાં થાય તેવી બાધા પણ રાખે છે અને બાળકો સારું અંગ્રેજી બોલે તેવી પણ માન્યતા રાખે છે.
First published: September 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...