આ જગ્યા પર મહિલા ક્યારેય નથી થતી વૃદ્ધ, 60 વર્ષે પણ બની શકે છે મા

 • Share this:
  દરેક વ્યક્તિ ઇચ્છે છે કે વૃદ્ધાવસ્થા ક્યારેય ન આવે, પરંતુ વધતી ઉમરની અસર તો દરેક વ્યક્તિને આવે જ છે. જો કે, વિશ્વની એક જગ્યા એવી છે, જ્યાં લોકો ક્યારેય વૃદ્ધ દેખાતા નથી. છોકરીઓ અને સ્ત્રીઓએ એટલી સુંદર હોય છે કે તેઓને જોઇને થાય છે તે જાણે પરીઓ ધરતી પર ઉતરી આવી છે.

  આ જગ્યા જનતથી ઓછી નથી. 60 વર્ષની ઉમરમાં પણ આ સ્ત્રી એવી લાગે છે કે જાણે કે 20 વર્ષની છોકરી હોય. અહીં માતા અને દીકરીને બન્નેને ઓળખી શકાતુ નથી.કોણ માતા છે અને કોણ દીકરી છે.

  અહીંના પાણીની તાસીર એવી છે કે અહીં સ્ત્રી 65 વર્ષની ઉમરમાં પણ ગર્ભધારણ કરી શકે છે. આ ઉમરમાં મા બનવાથી તેને કોઈ તકલીફ હોતી નથી. ચાલો હવે તમને આ સ્થળ વિશે જણાવીએ.

  તે સ્થળ છે હુન્ઝા ઘાટી,જે પાક અધિકૃત કશ્મીરમાં આવે છે.ગિલગત-બાલ્ટિસ્તાન પર્વતોમાં હૂંજા ઘાટી જોવા મળે છે. હુન્ઝા ભારત અને પાકિસ્તાન વચ્ચે નિયંત્રણ રેખા નજીક આવે છે.આ સ્થળે યુવાનોનુ હનિમૂન સ્થાન પણ કહેવામાં આવે છે.

  હુંજા ઘાટીના લોકો કોઈ કોઇપણ બિમારી વગર લગભગ 110 થી 120 વર્ષ સુધી જીવે છે. આ પ્રજાતિના લોકોની સંખ્યા લગભગ 87 હજારને પાર છે. તેની સુંદરતાનું રાજ તેની જીવનશૈલી છે. અહીયા પાણીની તસવીર એવી છે કે સ્ત્રી 65 વર્ષની વયે પણ ગર્ભધારણ કરી શકે છે અને તેઓ બીમાર હોતી નથી.

  હૃદયની બીમારી, મોટાપો, બ્લડ પ્રેશર, કેન્સર જેવી અન્ય બિમારીઓ વિશ્વભરમાં ફેલાયેલી છે, હુંજા જનજાતિના લોકોએ કદાચ તેનું નામ પણ સાંભળ્યું નહી હોય. તેમનાં સ્વસ્થનું રાજ તેનું જનજીવન છે. અહીંના લોકો પર્વતોની સ્વચ્છ હવા અને પાણીમાં પોતાની જિંદગી પસાર કરે છે.

  અહીના લોકો ચાલીને જાય છે અને કેટલાક મહિના સુધી માત્ર એપ્રીકોટ ખાય છે. અપ્રીકોર્ટ ઉપરાંત, સુકા મેવા, શાકભાજી અને અનાજમાં બાજરી અને કૂટુ જ મુખ્ય ખોરાક છે. આમાં ફાઇબર અને પ્રોટીન સાથે શરીર માટે જરૂરી બધા મીનરલ્સ હોય છે.

  આ લોકો અખરોટનો ઉપયોગ કરે છે. સૂર્યમાં સુકવવામાં આવેલા અખરોટમાં બી -17 કોમ્પાઉનડ મળી આવે છે, જે શરીરમાં એન્ટી-કેન્સર એજન્ટને સમાપ્ત કરે છે. આ જનજાતિ વિશે પ્હેલી વખત ડૉ. રોબર્ટ મેકકૈરિસને પબ્લિકેશન સ્ટડીસ ઇન ડેફિશિએન્સી ડિઝીઝે લખેલું હતુ.
  Published by:Bhoomi Koyani
  First published: