અકલ્પનીય! ભારતનો આ વાઘ રહેણાંકની શોધમાં 1160 કિલોમીટર ચાલ્યો

News18 Gujarati
Updated: November 11, 2019, 2:01 PM IST
અકલ્પનીય! ભારતનો આ વાઘ રહેણાંકની શોધમાં 1160 કિલોમીટર ચાલ્યો
ઉલ્લેખનીય છે કે આ મહિલામાં જ આજ વિસ્તારમાં એક વાઘના આતંકથી ગામવાળા પરેશાન હતા. અને વન વિભાગે ભારે મહેનતથી આ વાઘને પકડ્યો હતો. જેને કાનપુરના પ્રાણી સંગ્રહાલયમાં મોકલ્યો હતો.

મહારાષ્ટ્રના યવતમાળની પાંઢર્કવડા ટીપેશ્વર વાઇલ્ડ લાઇફ સૅન્ચ્યુરીનો C1 વાઘ ઇતિહાસમાં સૌથી લાંબી સફર ખેડનારો વાઘ બન્યો છે અને હજુ તેની યાત્રા શરૂ જ છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : તમે જ્યારે આ સમાચાર વાંચી રહ્યા હશો ત્યારે ભારતના બે વાઘ (Tigers of Indian) તેમના રહેણાંકની શોધમાં વધારે આગળ વધી ચુક્યા હશે. પ્રથમ વાઘ c1 મહારાષ્ટ્રની પાંઢર્કવડા ટીપેશ્વર વાઇલ્ડ લાઇફ સૅન્ચ્યૂરી (Tipeshwar Wildlife Sanctuary)થી નીકળી અને 1160 કિલોમીટનું અંતર ખેડી ચુક્યો છે. બીજો વાઘ પ્રાણહિતા વાઇલ્ડલાઇફ સૅન્ચ્યુરી (Pranhita Wildlife Santuary)થી નીકળી અને મહારાષ્ટ્રના ગઢચિરોલી (Gadchiroli Maharashtra)ના અલાપલ્લી ફૉરેસ્ટ રૅન્જમાં પહોંચી ચુક્યો છે. c1ની યાત્રા ઇતિહાસમાં નોંધાયેલી વાઘોની યાત્રામાં સૌથી લાંબી સફર તરીકે (Longest Tiger Travel) નોંધાઈ છે.

c1 આ વર્ષે 21મી જૂને પોતાનો વિસ્તાર નક્કી કરવા માટે યવતમાળથી નીકળ્યો હતો. જાણકારોના મતે વિશ્વના કોઈ પણ વાઘે આટલો લાંબો પ્રવાસ નથી ખેડ્યો. આ વાઘ હજુ સુધી અટક્યો નથી. હાલમાં તેની મુવમેન્ટ અકોલના વન્યજીવ ક્ષેત્રમાં જોવા મળી રહી છે.

આ પણ વાંચો :  પંજાબ CM અમરિન્દર સિંહ અને પાકિસ્તાન PM ઇમરાન ખાન વચ્ચેની વાતચીત સામે આવી

ઉંમરમાં બે વર્ષના આ વાઘની સફરને રેડિયો કૉલરથી ટ્રેક કરવામાં આવી રહી છે. તેણે પોતાની યાત્રા દરમિયાન માણસોથી બચવાની અદભુત ક્ષમતા દર્શાવી છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે બંને વાઘોએ પોતાની જાતને વીજળીના તારોથી પણ પોતાની જાતને સારી રીતે બચાવી છે.

રેડિયો કૉલરથી સટિક જાણકારી મળી રહી છે
વાઘની મૉનિટિંગ કરનારા જાણકારોના મતે વાઘોની આવી મૂવમેન્ટ અગાઉ પણ થઈ હશે પરંતુ રેડિયો કૉલર ન હોવાના કારણે તેની નોંધ નથી થઈ. જોકે, c1ની યાત્રા તો ખૂબ જ રસપ્રદ છે.

આ પણ વાંચો :  દુબઈમાં ધોધમાર વરસાદ, દુનિયાના સૌથી મોટા મૉલમાં ઘૂસી ગયું પાણી, જુઓ Video

c1 હાલમાં અમરાવતીને આસપાસ છે

c1 હાલમાં અમરાવતી જિલ્લાના મેલઘાટ ટાઇગર રિઝર્વથી 70 કિલોમીટર દૂર છે. બીજો 19મી ઑક્ટોબરે ગઢચિરોલીમાં જોવા મળ્યો હતો અને તેની યાત્રા પણ પણ શરૂ જ છે. મહારાષ્ટ્રના મુખ્ય વન્યજીવ વૉર્ડન નીતિન એચ. કાકોડકરે જણાવ્યું કે રેડિયો કૉલરિંગની મદદજથી વાઘના વિસ્તાર અને પેટર્ન વિશે સચોટ જાણકારી મળી રહી છે. વન્ય ઍક્સપર્ટ્સ તેમની આ સફરના કારણે વધારે માહિતી મેળવવા સક્ષમ બન્યા છે.

 
First published: November 11, 2019, 1:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading