હિમાચલ પ્રદેશના આ ખતરનાક રોડને જોઇને તમારો શ્વાસ અટકી જશે, Viral Video

News18 Gujarati
Updated: May 30, 2020, 12:16 PM IST
હિમાચલ પ્રદેશના આ ખતરનાક રોડને જોઇને તમારો શ્વાસ અટકી જશે, Viral Video
હિમાચલ પ્રદેશનો રોડ

"અતુલ્ય ભારત, મુશ્કેલ રસ્તાઓ હંમેશા એક સુંદર જગ્યા તરફ જાય છે."

  • Share this:
પહાડી વિસ્તારમાં ગાડી ચલાવવી પડકારરૂપ હોય છે. એક તરફ પહાડ, બીજી તરફ ખીણ અને તેમાં સામે ખતરનાક વળાંક! આવો જ એક વીડિયો સોશિયલ મીડિયમાં (Social media) વાયરલ થયો છે. તેને શેર કર્યો છે આઇઆરએસ ઓફિસર અંકુર રાપડિયાએ. વીડિયો શેર કરતા તેમણે લખ્યું કે આ ખતરનાક રસ્તો હંમેશા સુંદર ગંણત્વય સુધી પહોંચાડે છે. આ વીડિયો હિમાચલના ચંબાના સાચ ખીણ વિસ્તારનો છે.

54 સેકન્ડનો આ વીડિયો ખરેખરમાં તમારા શ્વાસ થંભાવી દેશે. ગાડીની હળવી ગતિએ જાય છે. જ્યાં એક તરફ વિશાળકાળ પર્વત છે. તો બીજી તરફ ઊંડી ખીણ. જરાક પણ તમે ચૂક્યા તો સીધા ખીણ ભેગા. પણ જો આ ખીણને ન દેખો અને આસપાસની સુંદરતાને જુઓ તો કુદરત સોળે કળાએ ખીલી છે. ઉપર વાદળી આકાશ છે, ઝરણાં છે, પહાડ એક સુંદર દ્રશ્ય આંખો સામે તૈયાર કરે છે.
આ વીડિયો શેર કરતા આઇઆરએસ ઓફિસરે લખ્યું છે કે "અતુલ્ય ભારત, મુશ્કેલ રસ્તાઓ હંમેશા એક સુંદર જગ્યા તરફ જાય છે. હિમાચલમાં ચંબાની સાચ ખીણનો વીડિયો. આ રોડ 8-9 મહિના બરફથી ઢંકાયેલો રહે છે." ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયામાં હાલ લોકડાઉનના સમયે આવા અલગ અલગ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યા છે. કોરોના મહામારીના કારણે દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. અને અનેક લોકોને ઘરે બેસવાનો વારો આવ્યો છે. ત્યારે આ વાયરલ વીડિયોને અત્યાર સુધીમાં 40 હજારથી વધુ વાર લોકો દ્વારા જોવામાં આવ્યો છે.
First published: May 30, 2020, 12:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading