OMG!: હાઈબ્રીડ મરઘીએ 6 કલાકમાં 24 ઈંડા આપી નિષ્ણાંતો માથું ખંજવાળતા કરી દીધા
OMG!: હાઈબ્રીડ મરઘીએ 6 કલાકમાં 24 ઈંડા આપી નિષ્ણાંતો માથું ખંજવાળતા કરી દીધા
મરઘીના ઈંડા
Ajab Gajab News: તાજેતરમાં આવું જ અલાપ્પુઝા જિલ્લામાં બન્યું છે. જ્યાં 6 કલાકમાં 24 ઈંડા (Eggs) આપનાર મરઘી (Hen)ના કારણે સંશોધકો (Researchers) આશ્ચર્યમાં મુકાયા છે.
થિરુવનંતપુરમ: પ્રાણીઓ કે માનવ સાથે ઘણી વખત વિચિત્ર કિસ્સા બને છે. આવા કિસ્સા સામાન્ય વ્યક્તિની સમજની બહાર હોય છે. તાજેતરમાં આવું જ અલાપ્પુઝા જિલ્લામાં બન્યું છે. જ્યાં 6 કલાકમાં 24 ઈંડા (Eggs) આપનાર મરઘી (Hen)ના કારણે સંશોધકો (Researchers) આશ્ચર્યમાં મુકાયા છે. આ મરઘી રાતોરાત સ્ટાર બની ગઈ છે અને લોકો તેના અંગે જાણવા ઉત્સુક છે.
6 કલાકમાં 24 ઈંડા મુક્યા
લોકોમાં કૌતુક જગાડનાર હાઈબ્રીડ મરઘીની નામ ચિન્નુ છે. આ મરઘી અલાપ્પુઝા જિલ્લાના પુન્નાપરા દક્ષિણ પંચાયતના ચેરકટ્ટીલ હાઉસના સી એન બીજુ કુમારની છે, મરઘીએ રવિવારે સવારે 8.30 થી બપોરે 2.30 વાગ્યાની વચ્ચે 24 ઇંડા મૂક્યા હતા. તેને BV380 હાઇબ્રિડ વેરાયટી તરીકે ઓળખવામાં આવે છે.
વાત આખા દેશમાં ફેલાઈ ગઈ
રવિવારે સવારે બીજુએ ચિન્નુને લંગડાતી જોઈ હતી. જેથી તેણે તેના પગ પર મલમ લગાવ્યું હતું અને અન્ય મરઘીઓથી દૂર રાખી હતી. ત્યારબાદ થોડી જ વારમાં મરઘીએ ઈંડા મૂકવાનું શરૂ કરી દીધું. તેણે ઇંડા મૂકવાનું ચાલુ રાખતા કૌતુક ઉભું થયું હતું. લોકો મરઘીને જોવા ઉમટી પડ્યા હતા. આ વાત ધીમે ધીમે સમગ્ર જિલ્લા અને હવે આખા દેશમાં ફેલાઈ ગઈ છે. અહીં ઉલ્લેખનીય છે કે, બીજુ અને તેની પત્ની મિનીએ સાત મહિના પહેલા બેંક લોન લઈને 23 મરઘીઓ ખરીદી હતી. જે પૈકીની એક ચિન્નુ છે. આ મરઘી 8 મહિનાની છે.
શું છે 6 કલાકમાં 24 ઈંડા આપવાનું કારણ?
મરઘીએ 24 ઈંડા આપ્યા હોવાની વાતથી સમગ્ર પંથકમાં આશ્ચર્ય ફેલાયું છે. લોકો અલગ અલગ તર્ક વિતર્ક કરી રહ્યા છે. નિષ્ણાંતો પણ ચોંકી ગયા છે. ત્યારે મન્નુથી વેટરનરી યુનિવર્સિટીના પોલ્ટ્રી એન્ડ ડક ફાર્મિંગના આસિસ્ટન્ટ પ્રોફેસર બિનોજ ચાકોના જણાવ્યા અનુસાર, આવી ઘટના દુર્લભ હોય છે અને આવી ઘટનાના કારણો વૈજ્ઞાનિક અભ્યાસ કર્યા પછી જ જાણી શકાય છે.
નિષ્ણાતો કહે છે કે, લાંબા સમય સુધી ઇંડા આપવાનું કારણ વિવિધ બાહ્ય પરિબળોના પરિણામે હાર્મોનલ અસંતુલનને હોય શકે છે. વધુ પડતું ઇંડા આપવાના કારણે મરઘીના શરીરમાં તાણ આવે છે અને તેના શરીરમાંથી કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન જેવા આવશ્યક તત્વો બહાર નીકળી જાય છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર