તાનાશાહ કિમ જોંગના દેશમાં ISD ફોન સહિત આ વસ્તુઓ પર છે પ્રતિબંધ

તાનાશાહ કિમ જોંગના દેશમાં ISD ફોન સહિત આ વસ્તુઓ પર છે પ્રતિબંધ
(Photo- news18 English via AP)

ઉત્તર કોરિયામાં લાગુ થયેલ કાયદા અનુસાર વિદેશી ફિલ્મો જોવા પર, તે પ્રકારના કપડા પહેરવા કે ગાળો આપવા પર કડક સજા થઈ શકે છે

  • Share this:
સમગ્ર દુનિયા કોરોના સંક્રમણને રોકવાની કોશિશ કરી રહી છે અને ઉત્તર કોરિયા પશ્ચિમી દેશોની અસર રોકવાની કોશિશ કરી રહ્યું છે. ઉત્તર કોરિયામાં લાગુ થયેલ કાયદા અનુસાર વિદેશી ફિલ્મો જોવા પર, તે પ્રકારના કપડા પહેરવા કે ગાળો આપવા પર કડક સજા થઈ શકે છે. કિમ જોંગ સરકાર જણાવે છે કે પ્રતિક્રિયાવાદી વિચારસરણી રોકવા માટે આ કાયદો લાવવામાં આવ્યો છે. હંમેશા આઈસોલેશનમાં રહેતા આ દેશમાં કેટલીક વસ્તુઓ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ઈન્ટરનેશનલ કોલ પર પ્રતિબંધલગભગ દરેક વ્યક્તિ પાસે સેલ ફોન છે પરંતુ તેમાંથી ISD કોલ ન કરી શકાય. દેશના તમામ સીમ કાર્ડ દેશમાં જ વાત કરવાની સુવિધા આપે છે. Amnesty Internationalના રિપોર્ટ અનુસાર તમામ દેશોને નોર્થ કોરિયા શંકાની નજરે જોવે છે અને લોકો પર નજર રાખવા માટે કમ્યુનિકેશન સિસ્ટમમાં કડકાઈ રાખવામાં આવી છે.

ચીનથી સીમ અને મોબાઈલની તસ્કરી થાય છે

દેશની કેટલાક વિશેષ વ્યક્તિઓ અને તાનાશાહ પરિવારને જ માત્ર દેશ બહાર વાત કરવાની મંજૂરી છે. નોર્થ કોરિયાનો નાગરિક ઇન્ટરનેશનલ કોલ કરવાની કોશિશ પણ કરે છે તો તેને સજા આપવમાં આવે છે. બીજા દેશોમાં રહેતા પોતાના લોકો સાથે કોરિયન લોકો કેવી રીતે વાત કરે છે? ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર ચીનથી આવેલ તસ્કરીના મોબાઈલ ફોન પર આધાર રાખે છે, આ સીમથી તેઓ ઈન્ટરનેશનલ કોલ કરે છે.

આ પણ વાંચો - ઈંગ્લેન્ડના ખેલાડીઓ IPLના કારણે અમારા તળિયા ચાટે છે : ફારૂખ એન્જિનિયર

વિદેશ જવા પર પ્રતિબંધ

ઉત્તર કોરિયાના લોકો હરવા ફરવા માટે વિદેશ નથી જઈ શકતા. ત્યાંના નાગરિકો માટે ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કોઈપણ રીતે જો કોઈ દેશથી ભાગવામાં સફળ રહે તો તેને સરકારી નિયમો હેઠળ ભાગેડુ ઘોષિત કરવામાં આવે છે અને તે વ્યક્તિના આખા પરિવારની ત્રણ પેઢીઓને સજા મળે છે.

ત્રણ પેઢી સુધી સજા

સજાના ભાગરૂપે ભાગનાર વ્યક્તિના પરિવારને રિફોર્મ કેમ્પ અથવા ડિટેંશન કેમ્પમાં મોકલવામાં આવે છે. ત્રણ પેઢીઓ સુધી સજા ગુજાર્યા બાદ તેમનો અપરાધ પૂર્ણ થઈ ગયો હોવાનું માનવામાં આવેલ છે. જે ટ્રાવેલ રિસ્ટ્રીક્શન બહારના દેશો માટે લાગુ થતું નથી. લોકો તેમના સ્ટેટથી બીજા સ્ટેટમાં પણ જઈ શકતા નથી. એક જગ્યાએથી બીજી જગ્યા પર જવા માટે સરકાર પાસેથી લેખિતમાં મંજૂરી મેળવવી પડે છે.

બ્લ્યૂ જીન્સ ન પહેરી શકાય

અહીં બ્લ્યૂ જીન્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, કારણ કે તે કિંમ જોંગને અમેરિકન સામ્રાજ્યવાદ હોવાનું લાગે છે. અમેરિકા અને નોર્થ કોરિયા વચ્ચે મિત્રતાનો સંબંધ નથી. નોર્થ કોરિયા માને છે કે અમેરિકી સભ્યતા અને સંસ્કૃતિની અસર અહીં ન થવી જોઈએ. વિદેશી અને વિશેષરૂપે અમેરિકી યૂરોપિયનની ફિલ્મો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

બર્થ કંટ્રોલના ઉપાય પર મનાઈ

ઉત્તર કોરિયામાં બર્થ કંટ્રોલ માટે કોન્ડોમ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અહીં કોન્ડોમનું ઉત્પાદન થતું નથી અને કોન્ડોમનું વેચાણ પણ થતું નથી. રેડિયો ફ્રી એશિયા અનુસાર બીજા દેશથી લાવવાની કોશિશ કરતા તેમને કસ્ટમ પર જ પકડવામાં આવે છે. તેમજ કોન્ડોમ જપ્ત કરવાની સાથે તગડી રકમનો દંડ પણ ચૂકવવો પડે છે.

તસ્કરીથી લાવવામાં આવે છે કોન્ડોમ

યૌન રોગથી બચવા અને અનિચ્છનીય પ્રેગનેન્સીથી બચવા માટે લોકો તસ્કરીથી આવનાર સપ્લાય પર આધાર રાખે છે. કોન્ડોમ તસ્કરીથી લાવવામાં આવે છે અને વધુ ભાવથી બ્લેક માર્કેટમાં વેચવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તે સૌથી વધુ આપવા લેવામાં આવતી ગિફ્ટ આઈટમ બની ગઈ છે.

યૂનાઈટેડ નેશન્સે કોશિશ કરી હતી

વર્ષ 1985માં યુએન પોપ્યુલેશન ફંડે (United Nations Population Fund)ઉત્તર કોરિયામાં ફેમિલી પ્લાનિંગ સર્વિસની વાત શરૂ કરી હતી. પરંતુ તેનો કોઈ ફાયદો થયો નથી. ઉત્તર કોરિયા સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની શકે તે માટે આ પ્રકારના સાધન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ધ મિરરના રિપોર્ટ અનુસાર બર્થ કંટ્રોલના સાધન તરીકે કોન્ડોમ અહીં સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. વધુ કિંમત અને તસ્કરીથી મળવા છતા કોન્ડોમને વધુ પસંદ કરવામાં આવે છે. નોર્થ કોરિયામાં સેક્સ વર્કરોને કોન્ડોમની વધુ જરૂર રહે છે. સેક્સ વર્કર ક્લાઈન્ટ્સને કોન્ડોમ સાથે લઈને આવવાનું કહે છે, જેથી યૌન રોગથી બચી શકાય.
Published by:News18 Gujarati
First published:June 09, 2021, 18:59 pm

ટૉપ ન્યૂઝ