ચોરનો વિચિત્ર શોખ : મહિલાઓના જૂતાઓની ગંધ છે પસંદ, પોતે જણાવી ‘ગંદી આદત’

જાપાનના એક ચોરને મહિલાઓના જૂતા ચોરવાની લત લાગી ગઈ હતી. (Photo Credit- Twitter)

વિચિત્ર શોખ ધરાવતા શખ્સના ઘરેથી પોલીસે મહિલાઓના 139 જોડી જૂતા-ચંપલ જપ્ત કર્યા, ચોરે જણાવ્યું ચોંકાવનારું કારણ

 • Share this:
  નવી દિલ્હી. દુનિયામાં અજબ પ્રકારના લોકો હોય છે અને તેમના શોખ પણ આશ્ચર્યમાં મૂકે તેવા હોય છે. હવે જાપાનના એક ચોર (Used Women’s Shoe Thief)ની જ વાત જાણી લો, તે પૈસા માટે ચોરી નહોતો કરતો, તેનો ઉદ્દેશ્ય માત્રને માત્ર મહિલાઓએ પહેરેલા ફુટવેર (Thief stolen 139 pairs of women footwear) ચોરવાનો છે. બે-બે વાર પોલીસના હાથે ઝડપાયેલા આ શખ્સે જ્યારે તેની પાછળ પોતાનો શોખ જણાવ્યો તો પોલીસ પણ દંગ રહી ગઈ.

  જાપાનના Murakamiમાં રહેતા આ ચોર (Used Women’s Shoe Thief)ની 10 જૂને પોલીસ ધરપકડ કરી હતી. તેની પર આરોપ હતો કે તે મહિલાઓના ચંપલ અને જૂતા ચોરે છે. 47 વર્ષનો આ ચોર એક ઓફિસમાં કામ પણ કરે છે અને તક મળતાં જ મહિલાઓએ પહેરેલા ચંપલો અને જૂતા ચોરી લે છે. પોલીસે જ્યારે તેની ધરપકડ કરી તો તેના ઘરેથી 139 જોડી- જૂતા-ચંપલ (Thief stolen 139 pairs of women footwear) જપ્ત કર્યા હતા.

  આ પણ વાંચો, Jeff Bezos Wealth: અમેઝોનનું CEO પદ છોડ્યું છતાં જેફ બેઝોસની સંપત્તિ અધધ 1,56,98,97,00,00,000 રૂપિયા

  બે વાર એક જ ગુનામાં પકડાયો ચોર

  Tsunehito Isobe નામના આ શખ્સને મહિલાઓએ પહેરેલા જૂતા-ચંપલ ચોરતા એક સર્વેલન્સ કેમેરામાં કેદ થયો. જે સેન્ડલને ચોરતા તે જોવા મળ્યો તેની ફરિયાદ કરવામાં આવેલી કિંમત 500 યેન હતી. Murakamiમાં ઓફિસથી મહિલાઓના ફુટવેર ગુમ થતાં હોવાના કારણે આ કેમેરા લગાવવામાં આવ્યા હતા. જ્યારે પોલીસે ચોર તરીકે આ શખ્સને જોયો તો તેનો જૂનો રેકોર્ડ યાદ આવી ગયો. અગાઉ જ્યારે પોલીસે Tsunehito Isobeને પકડ્યો હતો ત્યારે તેની પાસેથી 200 જોડી મહિલાઓના ફુટવેર મળ્યા હતા. જેલથી છૂટતાં જ 7 વર્ષની અંદર તેણે ફરીથી 139 જોડી ફુટવેર ચોરીને ભેગા કર્યા હતા. પોલીસે તેને ઓળખી લીધો અને ઈસોબેએ પણ પોતાનો ગુનો કબૂલી લીધો.

  આ પણ વાંચો, આ 5 આદતો આંખોને પહોંચાડે છે ગંભીર નુકસાન, આજે જ છોડી દો આવી કુટેવ


  આ કારણે ચોરતો હતો મહિલાઓના જૂતા-ચંપલ

  પોલીસે આ વખતે ઇસોબા સાથે કડકાઈથી ડીલ કરતાં તેની સાથે પૂછપરછ કરી. ઈસોબેએ પણ પોલીસને જણાવ્યું કે, તેને નાનપણી જ મહિલાઓએ પહેરેલા જૂતા-ચંપલમાં ઘણો રસ હતો. તેણે જણાવ્યું કે, તે ઘણા વર્ષોથી ખાસ કરીને મહિલાઓના પહેરેલા ફુટવેર ચોરી રહ્યો છે કારણ કે તેને ગંધ તેને ખૂબ પસંદ છે. પોતાના વિચિત્ર શોખ વિશે જણાવતા ઇસોબાએ કહ્યું કે, આ જૂતાની ગંધ સૂંધીને તેને સંતુષ્ટિ (sexual satisfaction) મળે છે. એવામાં પહેરેલા જૂતાની ગંધ તેના માટે અગત્યની થઈ જાય છે. તેણે વધુમાં જણાવ્યું કે, તેણે ફરીથી ફુટવેર ચોર્યા કારણ કે તેનાથી મળનારી ખુશી (used shoes to fulfil sexual desires)ને ભૂલી નહોતો શકતો.
  Published by:Mrunal Bhojak
  First published: