લોકો સમજે છે જોડિયા બહેન, પણ અસલમાં બંને છે પતિ-પત્ની

લોકો સમજે છે જોડિયા બહેન, પણ અસલમાં બંને છે પતિ-પત્ની

અલીના અને અલીસા વિશે કહેવાય છે કે આ બંને ઘણા મસ્તીખોર છે અને હંમેશા લોકો સાથે મજાક કરે છે

 • Share this:
  તમે જોડિયા ભાઈ-બહેન વિશે તો સાંભળ્યું હશે પણ ક્યારેક જ તમે જોડિયા પતિ-પત્ની વિશે સાંભળ્યું હશે. આજે તમને રશિયાની એક જોડી વિશે જણાવી રહ્યા છીએ જેને જોડીયા કપલ કહેવામાં આવે છે. આ કપલમાં પતિનું નામ અલીના અને પત્નીનું નામ અલીસા છે.

  અલીના અને અલીસાનો ચહેરો હુબહુ મળતો આવે છે. જ્યારે કોઈ પ્રથમ વખત તેમને મળે તો તેમને જોડીયા બહેનો સમજી બેસે છે પણ અસલમાં આ બંને પતિ-પત્ની છે. જેમાંથી એક પુરુષ મહિલા છે. અલીના પુરુષ હોવા છતા મહિલા જેવો દેખાય છે અને તેમનો ચહેરો પોતાની પત્નીને એકદમ મળતો આવે છે.

  ઘણા મસ્તીખોર છે પતિ-પત્ની
  અલીના અને અલીસા વિશે કહેવાય છે કે આ બંને ઘણા મસ્તીખોર છે અને હંમેશા લોકો સાથે મજાક કરે છે. બંને જ્યારે પણ ઘરેથી એકસાથે બહાર નિકળી છે તો તેમને ઓળખવા મુશ્કેલ બની જાય છે. કહેવામાં આવે છે કે બંને હંમેશા પોતાના નામ બદલીને લોકો સાથે વાત કરવા લાગે છે અને પોતાની વાતોમાં ફસાવે છે.

  અલીના અને અલીસાના લવ મેરેજ થયા છે


  આ પણ વાંચો - Video: ભૂખથી તડપી રહ્યાં હતાં નાના ગલૂડિયાં, ગાયે પીવડાવ્યું દૂધ

  બંનેના થયા છે લવ મેરેજ
  અલીના અને અલીસાના લવ મેરેજ થયા છે. ઇન્ટરનેટ પર રહેલી જાણકારી પ્રમાણે બંનેના લગ્ન 2014માં થયા હતા. બંને એકબીજાને ઘણા પ્રેમ કરે છે અને સ્થાનિક લોકોને જોડીને ઘણી પસંદ કરે છે. 2016માં સૌથી પહેલા અલીના અને અલીસાનો ફોટો વાયરલ થયો હતો. જોકે આ પછી આ જોડીને ઘણી તસવીરો સામે આવી છે.
  Published by:Ashish Goyal
  First published: