અરબો રુપિયાનો ખર્ચ કરી આ દેશ બનાવી રહ્યું છે અદ્ભુત થીમ પાર્ક, ડિઝનીલેન્ડને આપશે ટક્કર...

આ પાર્કમાં હોટેલો, પર્વતો, જંગલો જેવી ઘણી અનોખી વસ્તુઓ હશે. તસવીર- Twitter/@ncedigital

બ્રિટેનમાં બ્રિટિશ ડિઝનીલેન્ડ (British Disneyland)ના નામથી જાણીતા એક અન્ય થીમ પાર્કનું નિર્માણ થઈ રહ્યું છે. જેનું મૂળ નામ લંડન રિસોર્ટ (London Resort) છે.

  • Share this:
નવી દિલ્હી:  બ્રિટેનમાં બ્રિટિશ ડિઝનીલેન્ડ (British Disneyland)ના નામથી જાણીતા એક અન્ય થીમ પાર્કનું નિર્માણ થઈ રહ્યું છે. જેનું મૂળ નામ લંડન રિસોર્ટ (London Resort) છે. આમ તો આ પાર્ક સાથે જોડાયેલી ઘણીબધી વસ્તુઓ અદ્ભુત છે પણ સૌથી વધુ ચોંકાવનાર બાબત છે આ થીમ પાર્કનું બજેટ (Theme Park Budget).

દરેક બાળકને થીમ પાર્ક (Theme Park)માં જઈને મસ્તી કરવાનો ખુબ જ શોખ હોય છે. ભારતનાં મોટા શહેરોમાં એવા ઘણા થીમ પાર્ક છે જે પ્રખ્યાત છે, પરંતુ દુનિયાનું સૌથી જાણીતું અને પ્રખ્યાત થીમ પાર્ક એટલે ડિઝનીલેન્ડ (Disneyland). જે અમેરિકા (USA)ના કેલિફોર્નિયામાં (California) આવેલું છે. હવે અમેરિકાના ડિઝનીલેન્ડને ટકકર આપવા માટે બ્રિટન પણ તૈયારીમાં લાગી ગયું છે. જો બધું જ બરાબર રહેશે, તો ટૂંક જ સમયમાં અહીં એક એવું થીમ પાર્ક બનશે જે ડિઝનીલેન્ડને પણ ટક્કર આપશે.

બ્રિટિશ ડિઝનીલેન્ડ (British Disneyland) તરીકે જાણીતા આ પાર્કનું મૂળ નામ લંડન રિસોર્ટ (London Resort) છે. આ પાર્કમાં ઘણીબધી વસ્તુઓ અદ્ભુત અને આકર્ષક હશે, પરંતુ સૌથી વધુ ચોંકાવનારી બાબત આ પાર્કનું બજેટ છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ પાર્કના નિર્માણ માટે 350 કરોડ રુપિયાથી પણ વધુનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. આ પાર્કનું કામ ડાર્ટફોર્ટમાં થેમ્સ નદી પાસે ટૂંક સમયમાં શરુ કરવામાં આવશે. ડેવલપર્સના જણાવ્યા મુજબ પ્લાનિંગની પરમિશન મળતાની સાથે જ પાર્કનું કામ આવતા વર્ષથી શરુ થઈ જશે.

અરબો રુપિયા છે પાર્કનું બજેટ

જણાવી દઈએ કે 500 એકરમાં ફેલાયેલો આ થીમ પાર્ક યૂરોપનો સોથી મોટો થીમ પાર્ક હશે. આ પહેલા વર્ષ 1992માં શરુ થયેલા ડિઝનીલેન્ડ પેરિસને યૂરોપનું સૌથી મોટું પાર્ક માનવામાં આવતું હતું. પાર્કના ડેવલપર્સનું કહેવું છે કે બ્રિટનમાં પડતી ગરમીને કારણે પાર્કના 70 ટકા મુખ્ય આકર્ષણો પાર્કના અંદરના ભાગમાં બનાવાશે. આ પાર્ક એટલું વિશાળ છે કે તેને લોકો માટે અલગ અલગ ભાષાઓમાં ખુલ્લું મુકવામાં આવશે. પહેલા ફેઝમાં વર્ષ 2024 સુધી આ પાર્ક સામાન્ય લોકો માટે ખુલ્લુ મુકવામાં આવશે. જ્યારે પાર્કનો બીજો ભાગ સેકન્ડ ફેઝ અંતર્ગત વર્ષ 2029 સુધીમાં લોકો માટે ખુલ્લો મુકાશે.

આ પણ વાંચો: OMG! પાળતું ડોગે ડોક્ટરની સામે જ કરી ઉલ્ટી, પેટમાંથી એવી વસ્તુએ માલકિન શમાઈ, જુઓ video

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પાર્કની એક આર્ટિસ્ટીક ડિઝાઈન રજૂ કરવામાં આવી હતી, જેમાં પાર્કની ભવ્યતા ઉડીને આંખે વળગે તેવી હતી. આ પાર્કની અંદર હોલીવુડ થીમ પર આધારિત સ્ટુડિયો હશે, નકલી જંગલ, પર્વતો અને સાયન્સ ફિક્શન સાથે જોડાયલી ઘણી વસ્તુઓ આ થીમ પાર્કમાં જોવા મળશે. આ સાથે જ પાર્કમાં એક હોટલ પણ હશે, જેમાં 3500 રુમની સુવિધા હશે. જણાવી દઈએ કે પાર્કને ઈકો ફ્રેંડલી બનાવવાની તૈયારી ચાલી રહી છે અને આ જ કારણે પર્યાવરણને લગતી ક્લિયરન્સ મેળવવામાં પાર્કને વધુ સમય લાગી રહ્યો છે.
Published by:kuldipsinh barot
First published: