યુવકે માસી સાથે ભાગીને કર્યા પ્રેમલગ્ન, સંબંધોમાં ઊભો થયો ગુંચવાડો, પિતા હવે સાઢું અને બહેન હવે સાસું બની

પ્રતિકાત્મક તસવીર

આ લગ્ન બાદ પુત્ર પોતાના જ પિતાનો સાઢું બની ગયો હતો. અને યુવકની માતા જે યુવતીની બહેન લાગતી હતી એ હવે પુત્રવધૂ થઈ ગઈ છે. માતા પોતાની જ પિતરાઈ બહેનને પુત્રવધૂના રૂપમાં જોઈને ધ્રૂસકેને ધ્રૂસકે રડવા લાગી હતી.

 • Share this:
  ઝારખંડઃ ઝારખંડમાં (Jharkhand) યુવકને સંબંધમાં માસી (boy marriage with unty) થતી યુવતી સાથે ભાગીને લગ્ન કરી લેવાની ઘટના પ્રકાશમાં આવી છે. યુવકના માસી સાથે લગ્ન (love marriage) કરવાની જાણ થતાં જ ગામ અને ઘરના લોકોએ ભારે વિરોધ કર્યો હતો. આમ યુવકે શુભચિંતકના ઘરે રાત વિતાવ્યા પછી બીજા દિવસે સંતાઈને પોલીસ સ્ટેશન (police station) પહોંચ્યો હતો. પોલીસે બંને પક્ષના લોકોને પોલીસ સ્ટેશન બોલાવીને બંને પક્ષોને સમજવાની લગ્ન માટે રાજી કરી લીધા હતા.

  ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે આ ઘટના ઝારખંડના ચતરા જિલ્લાના સદર પ્રખંડના રક્સી ગામની છે. સોનુના અને સંબંધમાં માસી ગણાતી યુવતી સાથે પ્રેમ પ્રસંગ ચલી રહ્યો હતો. બંને આશરે એક વર્ષથી પ્રેમ સંબંધમાં હતા. શુક્રવારે 2 એપ્રિલે સોનુએ સંબંધમાં માસી લાગતી પોતાની પ્રેમિકા સાથે ભાગીને હેરુઆ નદી સ્થિત શિવ મંદિરમાં લગ્ન કરી લીધા હતા. આ લગ્ન બાદ પુત્ર પોતાના જ પિતાનો સાઢું બની ગયો હતો. અને યુવકની માતા જે યુવતીની બહેન લાગતી હતી એ હવે પુત્રવધૂ થઈ ગઈ છે.

  આ લગ્નની ખબર જેવા યુવક અને યુવતીના ઘર અને ગામના લોકોને મળી તો લોકો વિરોધમાં ઉતરી આવ્યા હતા. વિરોધ બાદ ત્યાંથી કોઈ રીતે ભાગીને બંને શુભચિંતકના ત્યાં સંતાઈ ગયા હતા. જેમતેમ કરીને રાત વિતાવ્યા બાદ સદર પોલીસ સ્ટેશન પહોંચીને આખી વાત વર્ણવી હતી.

  આ પણ વાંચોઃ-ભાવનગરઃ રૂ.5,000ની ઉઘરાણી મુદ્દે યુવકને જીવતો સળગાવ્યો, સારવારમાં મોત, માથાભારે લાલો અને ભઈલો કાઠી સામે હત્યાનો ગુનો દાખલ

  આ પણ વાંચોઃ-સુરતઃ કામરેજનો યુવક મહારાષ્ટ્રની લૂંટેરી દુલ્હનનો બન્યો ભોગ, લગ્ન બાદ રોકડા અને દાગીના લઈ ફરાર

  સોનુ રાણા અને તેની સાથે લગ્ન કરનારી યુવતી પુખ્તવયના હતા. આમ પોલીસે બંનેના પરિવારને બોલાવ્યા હતા. પોલીસ સ્ટેશનમાં આવેલા બંનેના પરિવારને પોલીસે સમજાવ્યા હતા. પરંતુ કોઈ સંબંધોને તાર તાર કરનારા આ લગ્નને માનવા માટે તૈયાર ન હતું. જોકે, બંને પ્રેમી એકબીજા સાથે રહેવા માટે જીદ પકડી હતી.

  આ પણ વાંચોઃ-રાજકોટઃ વ્યાજના વિષ ચક્રમાં યુવક જબરો ફસાયો, મમ્મીના 20 તોલા દાગીના સામે 10 ટકા વ્યાજે લીધા પૈસા

  આ પણ વાંચોઃ-સુરેન્દ્રનગરઃ માતાએ પ્રેમી સાથે મળીને સગીર પુત્રીની કરી હતી હત્યા, કોર્ટે બંનેને ફટકારી ફાંસીની સજા, શું હતી આખી ઘટના?

  આવી સ્થિતિમાં યુવક અને યુવતી પુખ્ત હોવાના કારણે પોલીસે બંનેના પરિવારને સમજાવીને લગ્ન માટે રાજી કરી લીધા હતા. બંને પક્ષની હાજરીમાં એક બોન્ડ ભરાવીને યુવક અને યુવતીના સુખી લગ્નજીવન માટે આશિર્વાદ આપીને ઘરે મોકલી દીધા હતા.

  લગ્ન કર્યાબાદ જ્યારે વહૂ ઘરે પહોંચી તો દુલ્હાના ઘરે રોનાનું શરુ થયું હતું. પરંતુ માતા પોતાની જ પિતરાઈ બહેનને પુત્રવધૂના રૂપમાં જોઈને ધ્રૂસકેને ધ્રૂસકે રડવા લાગી હતી. ગ્રામિણોએ જેમતેમ કરીને યુવક અને યુવતીના માતા-પિતાને સમજાવીને ચુપ કરાવ્યા હતા. હૈદરાબાદમાં ખાનગી નોકરી કરનાર સોનુનું કહેવું છે કે એ જ્યાં પણ રહેશે ત્યાં સોનીને સાથે જ રાખશે.
  Published by:ankit patel
  First published: