નવી દિલ્હીઃ કાર પાર્ક કરવી એ એટલી સરળ બાબત નથી. ભલભલા લોકો તેમાં ગોથું ખાઈ જતા હોય છે. કાર પાર્ક કરવામાં ત્યારે વધુ મુશ્કેલી આવે છે જ્યારે તમારી પાસે Porsche sports કાર હોય, જે 2.8 સેકન્ડમાં 0થી 62 માઇલ પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. નોંધનીય છે કે હાલમાં સોશિયલ મીડિયા (Social Media) પર Porsche sports કાર પાર્કિંગનો એક મજેદાર વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. જેમાં કાર ડ્રાઇવર Porsche sportsને પાર્ક કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ અચાનક જ તે ભૂલથી કારની બ્રેકને બદલે એક્સલેટર પર પગ મૂકી દે છે અને ક્ષણભરમાં જ Porsche sports કાર સામે ઊભેલી કારને હિટ કરીને સ્ટ્રીટ પર પાર્ક અન્ય કારની ઉપર જઈને પાર્ક થઈ જાય છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયો વિશે જાણકારી મેળવવામાં આવી તો જાણવા મળ્યું કે આ વીડિયો યૂકેના (UK)ના Manningtree શહેરનો છે. જ્યાં એક વ્યક્તિ પોતાની Porsche sports કારને પાર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને નાની અમથી ભૂલ કરતાં મોટી દુર્ઘટનાનો શિકાર થઈ ગયો. પાર્કિંગ દરમિયાન Porsche sports કારની દુર્ઘટનાનો વીડિયો પડોશના ઘરમાં લાગેલા CCTVમાં કેપ્ચર થઈ ગયો. જેને જ્યારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો તો તે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ ગયો. નોંધનીય છે કે આ વીડિયોને અત્યાર સુધીમાં 4.3 મિલિયનથી વધુ લોકોએ જોયો છે.
દુર્ઘટનામાં ડ્રાઇવરને કોઈ ઈજા નહોતી થઈ- Porsche sports કારને પાર્ક કરવા દરમિયાન દુર્ઘટનાનો શિકાર થયેલો ડ્રાઇવર બિલકુલ સુરક્ષિત છે. યુવકના પડોશીઓએ જણાવ્યું કે દુર્ઘટના સમયે જોરદાર અવાજ આવ્યો હતો. ત્યારબાદ ઘરોમાંથી ઘણા બધા લોકો બહાર આવી ગયા અને તેઓએ જોયું કે Porsche sports કાર એક બીજી કારની ઉપર પાર્ક થઈ છે. જ્યારે અમે નજીક જઈને જોયું તો Porsche sports કારનો ડ્રાઇવર બિલકુલ સુરક્ષિત હતો. તેને દુર્ઘટનામાં કોઈ ગંભીર ઈજા થઈ નથી.
સોશિયલ મીડિયા પર લોકોએ લીધી મજા- Porsche sports કારનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતાં સોશિયલ મીડિયા યૂઝર્સે તેને ખૂબ માણ્યો અને એક પહછી એક ટ્વીટ કરીને પોતાની પ્રતિક્રિયા જાહેર કરી.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર