ઈઝરાયલ: મળી દુનીયાની સૌથી લાંબી મીઠાની ગુફા, આ પહેલા ઈરાનના નામે હતો રેકોર્ડ

10 કિમી લાંબી આ ગુફા મૃત સાગરની પાસે માઉન્ટ સોડોમના પહાડોમાંથી મળી આવી

News18 Gujarati
Updated: March 29, 2019, 5:09 PM IST
ઈઝરાયલ: મળી દુનીયાની સૌથી લાંબી મીઠાની ગુફા, આ પહેલા ઈરાનના નામે હતો રેકોર્ડ
ઈઝરાયમાં મળી આવી દુનિયાની સૌથી લાંબી મીઠાની ગુફા
News18 Gujarati
Updated: March 29, 2019, 5:09 PM IST
માઉન્ટ સોડોમ ઈઝારાયલમાં 9 દેશોના 88 શોધકર્તાઓએ દુનિયાની સૌથી લાંબી મીઠાની ગુફા શોધી કાઢી છે. 10 કિમી લાંબી આ ગુફા મૃત સાગરની પાસે માઉન્ટ સોડોમના પહાડોમાંથી મળી આવી છે. આ જાણકારી ગુરૂવારે યેરૂશલેમની હિબ્રુ યૂનિવર્સિટીના શોધકર્તાઓએ આપી છે.

યૂનિવર્સિટીએ એક નિવેદન જાહેર કરી કહ્યું છે કે, માઉન્ટ સોડમ ઈઝરાયલનો સૌથી લાંબો પહાડ છે. અહીં મળેલી ગુફાનું નામ મલહમ છે. આ મૃત સાગરના દક્ષિમ પશ્ચિમના ખુણા સુધી ફેલાયેલી છે. આ પહેલા ઈરાનમાં દુનિયાની સૌથી લાંબી મીઠાની ગુફા હોવાનો રેકોર્ડ હતો.

ઈજરાયલી ગુફા શોધકર્તા ક્લબ અને બુલ્ગારિયાના સોફિયા ક્લબે ઈઝરાયલ સહિત 9 દેશોના 88 શોધકર્તાઓ સાતે ગુફાનું માનચિત્રણ પુરૂ કર્યું છે. આ ટીમમાં સ્થાનીક 80 લોકો પણ સામેલ હતા.

39 વર્ષ પહેલા ગુફાનું ક્ષેત્ર પાંચ કિમી માપવામાં આવ્યું હતું
ગુફા અનુસંધાન કેન્દ્રના નિર્દેશક અમોસ ફ્રુમકિને જણાવ્યું કે, 39 વર્ષ પહેલા 1980માં અમે આ ગુફાને 5 કિમી સુધી માપી હતી. ત્યારે અડધો નકશો પણ તૈયાર કર્યો હતો. પરંતુ બે વર્ષ પહેલા ઈજરાયલી શોધકર્તા યોવ નેગેવે અમારા અધુરા કામને પુરૂ કરવાનો નિર્ણય કર્યો અને હવે દુનિયાની સૌથી લાંબી ગુફા શોધી કાઢવામાં આવી છે.
First published: March 29, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...