Home /News /eye-catcher /

વિશ્વનો પહેલો આઇસ સ્કેટિંગ કરતો શ્વાન, એક સમયે શેરીઓમાં ભટકતો હતો, હવે બન્યો સ્ટાર

વિશ્વનો પહેલો આઇસ સ્કેટિંગ કરતો શ્વાન, એક સમયે શેરીઓમાં ભટકતો હતો, હવે બન્યો સ્ટાર

આ લેબરા ડોગ દુનિયાનું પ્રથમ આઈસ કેટ કરતું ડોગ બની ગયુ છે. તસવીર Rick Vierkandt / Bark Gallery

World's first Ice Skating Dog: માત્ર મનુષ્યજ નહીં પરંતુ પ્રાણીઓની ઓળખ કરવી પણ દરેકના બસની વાત નથી. જો તેઓને સમજદાર નજર મળે તો તેઓ પણ સ્ટારની જેમ ચમકી શકે છે (Labrador Dog Benny). અમે તમને આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે એક 8 વર્ષના લેબ્રાડોરને થોડા મહિના પહેલા એક આશ્રયસ્થાન (Adopted Dog Became Celebrity)થી એક મહિલાએ દત્તક લીધો હતો.

વધુ જુઓ ...
થોડા મહિના પહેલા સુધી લેબ્રાડોર ડોગ બેની (Labrador Dog Benny)ને કોઈ જાણતું ન હતું. તે શેરીઓમાં ફરતો હતો અને એકદમ બીમાર હતો. તેને ડોગ શેલ્ટરમાં લઈ જવામાં આવ્યો હતો અને જ્યારે એક મહિલા તેનુ નસીબ બનીને આવી અને ડોગને દત્તક લીધો (Adopted Dog Became Celebrity) ત્યારે તે મરી જવાની તૈયારીમાં હતો. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ જ ડોગ આજે વિશ્વનો પહેલો આઇસ સ્કેટિંગ ડોગ (World’s first Ice Skating Dog)બનીને પોતાનું નામ બનાવી રહ્યો છે.

જે મહિલાએ તેને દત્તક લીધી હતી તે પોતે નિવૃત્ત પ્રોફેશનલ ફિગર સ્કેટર હતી. તેવામાં તેઓને બરફમાં જવાનું પસંદ છે. તે ઘણીવાર તેના ડોગને પણ તેમની સાથે લઈ જતા હતા. જ્યારે તેમણે તેમના પેટ ડોગ બેનીનો બરફ સાથેનો લગાવ જોયો, ત્યારે તેમને તેના માટે સ્કેટ્સ બનાવવાનો વિચાર આવ્યો. જ્યારે માલકિનનો સાથ અને બેનીનો શોખ સાથે મળી ગયા ત્યારે તેમણે વિશ્વનો પ્રથમ સ્કેટિંગ ડોગ બનવાની સિદ્ધિ હાંસલ કરી લીધી.

બેનીને ડોગ શેલ્ટરથી ઘરે લાવ્યા હતા Cheryl
ડોગની માલકિન શેરિલ (Cheryl DelSangro) કહે છે કે તેણે 8 વર્ષના બેનીને ઉટાહના ડોગ શેલ્ટરમાંથી બચાવ્યો હતો. અમેરિકાના લાસ વેગાસમાં રહેતી શેરિલ ડેઈલી સ્ટાર સાથે વાત કરતાં તે કહે છે કે તેણે બેનીની કાળી આંખોમાં ઘણો પ્રેમ જોયો હતો અને તેને તેની સાથે લાવી હતી.

આ પણ વાંચો: Viral: ‘મરવું હોય તો મારી પાસે આવો’- ગુટખા વેચનારનો આ અજીબોગરીબ અંદાજ જોઈને હસવું નહીં રોકાય

તેને 6 મહિનાથી કોઈએ દત્તક લીધો ન હતો, તેથી બીજા દિવસે તેને મુક્ત કરવામાં આવવાનો હતો. શેરિલને તેની આઇસ સ્કેટિંગ પ્રતિભા વિશે જાણ થઈ હતી જ્યારે તે નેશનલ હોકી લીગ ટીમ માટે વીડિયો બનાવી રહી હતી. તેણે જોયું કે બેની બરફમાં ખૂબ મજા કરી રહ્યો હતો અને હોકીની લાકડી મોઢામાં દબાવીને દોડતો હતો.

આ પણ વાંચો: 82 વર્ષની દૂલ્હન અને 36 વર્ષનો વરરાજા, કપલે સેક્સ લાઇફ વિશે કર્યો આવો ખુલાસો

યોગ્ય તાલીમ બાદ ડોગએ કર્યો કમાલ
શેરિલને આ જોયા પછી જ બેની સ્કેટિંગ શીખવવાનું શરૂ કર્યું. તેના માટે ડોગના સ્કેટ્સ ખાસ બનાવવામાં આવ્યા હતા અને તે ખૂબ સરળતાથી સ્કેટ કરવાનું શીખી ગયો હતો. શેરિલ સમજાવે છે કે તેને હવે સ્કેટિંગ ગમે છે. તે ઘણી ઇવેન્ટ્સમાં સ્કેટિંગ કરવા જાય છે અને હવે એકદમ વ્યસ્ત છે. બેનીનું પોતાનું ટિકટોક એકાઉન્ટ પણ છે, જેને લાખો લોકો જુએ છે. બેની બાકીના ડોગ કરતા ઘણો હોશિયાર છે અને હંમેશાં તેની માલકિન સાથે રહે છે.
Published by:Riya Upadhay
First published:

Tags: Bizzare Stories, Shocking news, Viral news, અજબગજબ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन