VIDEO: પર્યટકોને જોવા મળ્યા ભૂતિયા પડછાયા! કેમેરામાં કેદ થઈ સમગ્ર ઘટના

વીડિયોમાં Civil War સાઇટ પર બે આત્મા જેવા પડછાયા તોપની ચારે તરફ ફરતા જોવા મળ્યા!

વીડિયોમાં Civil War સાઇટ પર બે આત્મા જેવા પડછાયા તોપની ચારે તરફ ફરતા જોવા મળ્યા!

 • Share this:
  વોશિંગટનઃ જો તમે ભૂતપ્રેતમાં માનતા નથી તો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા એક વીડિયોને જોઈ ભૂતો પ્રત્યે તમે વિચાર બદલી જશે. કારણ કે અમેરિકા (America)ના પેનસિલ્વેનિયા (Pennsylvania)માં કેટલાક પર્યટકોના કેમેરામાં જે કંઈ પણ કેદ થયું તેને જોઈ દરેક વ્યક્તિ હેરાન છે. મૂળે, ગેટિસબર્ગ (Gettysburg)નો એક વીડીયો સામે આવ્યો છે જેમાં બે ભૂત દેખાઈ રહ્યા છે. જે દરેકને ભૂતના અસ્તિત્વ વિશે ફરીથી વિચારવા માટે મજબૂર કરી શકે છે. મળતી જાણકારી મુજબ, ગત સપ્તાહે એક પરિવાર સિવિલ વૉર સાઇટ (Civil War site)ની પાસેથી પોતાની કારમાં પસાર થઈ રહ્યો હતો, ત્યારે તેમને અંધારામાં બે ભૂતિયા પડછાયા જોવા મળ્યા.

  ભૂતિયા પડછાયાઓને આ પરિવારે પોતાના કેમેરામાં કેદ કરવામાં સફળ રહ્યા અને હવે આ ચોંકાવનારો વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મૂળે, ગ્રેગ યુલિંગ અને તેમનો પરિવાર આ ઐતિહાસિક યુદ્ધ સ્થળની પાસે ફરી રહ્યો હતો. નોંધનીય છે કે આ સ્થળે ગૃહ યુદ્ધ દરમિયાન 50 હજારથી વધુ સૈનિક માર્યા ગયા હતા. વાયરલ ગઈ રહેલા આ વીડિયોમાં બે આત્મા જેવા પડછાયા તોપની ચારે તરફ ફરતા જોવા મળી રહ્યા છે.


  આ પણ વાંચો, Reliance Jioનો જોરદાર પ્લાન, માત્ર 3.5 રૂપિયામાં મળે છે 1GB ઇન્ટરનેટ ડેટા! કોલિંગના ફાયદા પણ...

  આ ડર ઊભું કરતા દૃશ્ય વિશે વાત કરતાં યુલિંયે ‘ધ સન’ને જણાવ્યું કે અમે એક રાતે ગાડી લઈને જઈ રહ્યા હતા અને અચાનક અમને ઘોંઘાટ સંભળાયો. હું કેટલાક અવાજો સાંભળ્યા અને મારા અંકલે પણ તે સાંભળ્યા. આસપાસ અજબ પ્રકારનું ધૂમ્મસ હતું, પછી અને આ આકૃતિઓને અંધારામાં ચાલતી જોઈ. તેઓ મનુષ્યના આકારના હતા. તેમાંથી એક તોપની સામેથી પસાર થઈ રહ્યો હતો, જ્યારે બીજો તોપની પાસે હતો. રિપોર્ટ્સ મુજબ આ નજારાને જોઈ પરિવાર ખૂબ જ ગભરાઈ ગયો અને ત્યાંથી પરત ફરવાનો નિર્ણય લીધો. પરત ફર્યા બાદ તેઓએ આ વીડિયોને જોયો જેણે તેમને ત્યારે શૂટ કર્યો હતો.

  નોંધનીય છે કે, આ વીડિયોને કોઈ પણ રીતે એડીટ નથી કરવામાં આવ્યો અને ને તો કોઈની કલ્પના લાગે છે. મૂળે ગેટિસબર્ગનો ઈતિહાસ ભૂતિયા છે જે આ સ્થળના ભૂતિયા ઈતિહાસને જાણનારા પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે.

  આ પણ વાંચો, ડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી!

  ઉલ્લેખનીય છે કે, ગેટિસબર્ગનું યુદ્ધ 1 જુલાઈથી 3 જુલાઈ 1863ની વચ્ચે થયું હતું. અમેરિકન ગૃહ યુદ્ધ દરમિયાન આ લડાઈ યૂનિયન અને કંફેડરેટ જનરલ રોબર્ટ લીની સેનાઓની વચ્ચે થઈ હતી. વિનાશકારી યુદ્ધમાં 50 હજારથી વધુ સૈનિક માર્યા ગયા હતા. આ ભયાનક યુદ્ધ બાદથી મોટાભાગના લોકોએ અહીં ભૂત હોવાની વાત જણાવી છે. અહીં ભૂતોને જોવાના 100થી વધુ રિપોર્ટ્સ છે.
  Published by:Mrunal Bhojak
  First published: