વેનિલા ફ્લેવરની આ હકીકત જાણીને ક્યારેય નહીં ખાવ આઇસક્રિમ, જાણીને થશે ઉલ્ટી

પ્રતિકાત્મક તસવીર (તસવીર - ઇંસ્ટાગ્રામ)

Vanilla Icecream-Cake- જો તમને તેની હકીકત જાણવા મળી જશે તો તમે લગભગ ક્યારેય પણ વેનિલા ફ્લેવરની કોઇ પણ વસ્તુ નહીં ખાવ

  • Share this:
વેનિલા ફ્લેવર (Vanilla Flavour)નો રિફ્રેશિંગ સ્વાદ લગભગ દરેક વ્યક્તિને પસંદ હોય છે. આ ફ્લેવરનો ઉપયોગ આઇસક્રિમથી લઇને કેક (Vanilla Icecream-Cake)માં પણ કરવામાં આવે છે. આ ફ્લેવરનો સ્વાદ મીઠો હોય છે. ઘણી વખત કોફીથી લઇને રિફ્રેશિંગ ડ્રિંક્સમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ ફ્લેવર હકીકતમાં આવે છે ક્યાંથી (Source Of Vanilla) ? જો તમને તેની હકીકત જાણવા મળી જશે તો તમે લગભગ ક્યારેય પણ વેનિલા ફ્લેવરની કોઇ પણ વસ્તુ નહીં ખાવ.

હાલ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટિકટોક (Tiktok) પર વાયરલ થયેલ એક ટ્રેન્ડ બાદ અચાનક લોકો ગૂગલ પર વેનિલા ફ્લેવર (Vanilla Flavour)ના સોર્સ વિશે સર્ચ કરવા લાગ્યા. ત્યાર બાદ લોકો જાણવા માટે આતુર બન્યા કે અનેક બેકિંગ રેસિપીઓમાં ઉમેરવામાં આવતો વેનિલા ફ્લેવર હકીકતમાં આવે છે ક્યાંથી. ગૂગલ પર તેના રિઝલ્ટ જોતાં જ લોકો ઉલ્ટી કરવા લાગ્યા છે. જે વેનિલા આઇસ્ક્રિમને તમે મોજથી ખાવ છો, તે હકીકતમાં જે જગ્યાએથી આવે છે તેની તમે કલ્પના પણ ન કરી શકો.

જાણીને થઇ જશે ઉલ્ટી

લોકોએ ટ્રેન્ડ બાદ ગૂગલ પર સર્ચ કર્યુ કે આખરે વેનિલા ફ્લેવર આવે છે ક્યાંથી? તેના રિઝલ્ટે સૌ કોઇને હેરાન કરી દીધા. નેશનલ જીયોગ્રાફિક ચેનલનું રિઝલ્ટ તેમાં સૌથી ઉપર હતું. હકીકતમાં વેનિલા ફ્લેવર ઉંદરોની પોટીમાંથી બનાવવામાં આવે છે. ઉંદરોના એનલ ગ્લેંડમાંથી નીકળતો ચીકણો પદાર્થ એક ખાસ સુગંધ ધરાવે છે. આ ચીકણા પદાર્થને જમા કરીને તેમાંથી વેનિલા એક્સટ્રેક્ટ કરવામાં આવે છે.

આ પણ વાંચો - તાલિબાનથી બચવા માટે અફઘાન લોકો પ્લેનથી લટકીને ભાગી રહ્યા હતા, પૈડા પર માનવ અવશેષો મળ્યા

સુગંધ દ્વારા વિસ્તાર નક્કી કરે છે ઉંદરો

ઉંદરોના બટમાંથી નીકળતા આ તરલ પદાર્થને કસ્ટોરેયમ કહેવાય છે. આ સુગંધ દ્વારા ઉંદરો પોતાનો વિસ્તાર નક્કી કરે છે. તેની સુગંધ વેનિલા જેવી હોય છે, જેને બાદમાં વેનિલા ફ્લેવરમાં કન્વર્ટ કરવામાં આવે છે. કસ્ટોરેયમનો ઉપયોગ યુએસ ફૂડ્સ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશને સુરક્ષિત જાહેર કરી દીધો છે. છેલ્લા 80 વર્ષથી તેનો ઉપયોગ ખોરાકના સ્વાદને વધારવા અને પર્ફ્યૂમ વગેરેમાં કરવામાં આવે છે.

આ છે રાહતની વાત

જોકે, વેનિલા પ્રેમીઓને ગભરાવાની જરૂર નથી. ઉંદરો દ્વારા નિકળતા ફ્લેવરનો ઉપયોગ ખાવાની આઇટમ્સમાં ઓછો કરવામાં આવે છે. મોટા ભાગે ખાવાની વસ્તુઓમાં વેનિલા બીન્સમાંથી કાઢવામાં આવેલા ફ્લેવરનો ઉપયોગ કરવામાં આવે છે. ઉંદરોના ગ્લેંડમાંથી નિકળતા સેંટનો ઉપયોગ પર્ફ્યુમ અને કેન્ડલમાં કરવામાં આવે છે. જેથી તમે હજુ પણ વેનિલા ફ્લેવરનો સ્વાદ માણી શકો છો. બસ પ્રયાસ કરો કે તેને ખાતા પહેલા ફ્લેવરના સોર્સ વિશે જાણી લો.
First published: