માલિક ખુશીથી નાચવા લાગ્યો તો ઊંટ પણ કરવા લાગ્યા Dance, તમે પણ જુઓ VIDEO

માલિક ખુશીથી નાચવા લાગ્યો તો ઊંટ પણ કરવા લાગ્યા Dance, તમે પણ જુઓ VIDEO
ઈન્ડિયન ફોરેસ્ટ ઓફિસર સુશાંત નંદાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર વીડિયો શૅર કરીને લખ્યું, ‘ઊંટ પણ નાચી શકે છે’

ઈન્ડિયન ફોરેસ્ટ ઓફિસર સુશાંત નંદાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર વીડિયો શૅર કરીને લખ્યું, ‘ઊંટ પણ નાચી શકે છે’

 • Share this:
  નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા (Social Media) જ્યાં દેશ અને દુનિયા જોડાયેલી છે, ત્યાં અનેક વાર તેના માધ્યમથી આશ્ચર્યમાં મૂકનારા વીડિયો (Video Viral) પણ સામે આવતા રહેતા હોય છે. આવા જ પ્રકારનો એક વીડિયો હાલના દિવસોમાં ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. તેમાં ઊંટોનો માલિક ખુશીથી નાચતો જોવા મળી રહ્યો છે અને તેની સાથે તેના ઊંટ (Camel) પણ ખુશીથી નાચતા જોવા મળી રહ્યા છે. ટ્વિટર પર ઊંટોના નાચવાનો આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. તેમાં એક વ્યક્તિ અને ઊંટો ખુશીથી નાચતા, કૂદતા જોવા મળી રહ્યા છે. વીડિયોને જોતાં એવું લાગી રહ્યું છે જાણે ઊંટ પોતાના માલિકની નકલ કરી રહ્યા છે.

  હાલમાં આ વીડિયોને ઈન્ડિયન ફોરેસ્ટ ઓફિસર સુશાંત નંદા (IFS Susanta Nanda)એ પોતાના ટ્વિટર એકાઉન્ટ (Twitter Account) પર શૅર કર્યો છે. તેઓએ વીડિયો સાથે કેપ્શન લખ્યું છે, ઊંટ પણ નાચી શકે છે. આઈએફએસ અધિકારી સુશાંત નંદા અનેક વાર આ પ્રકારના મજેદાર વીડિયો શૅર કરતાં રહે છે.  આ પણ જુઓ, IPL 2020: ધમાકેદાર સદી બાદ કંગના રનૌટના ગીત પર જોરદાર નાચ્યો શિખર ધવન, વીડિયો થયો વાયરલ

  જોકે આ વીડિયો માત્ર થોડીક જ સેકન્ડનો છે. પરંતુ ઊંટો પોતાના માલિક સાથે જે રીતની મસ્તી કરી રહ્યા છે તેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ જ કારણ છે કે આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચૂક્યા છે. બીજી તરફ તેને ખૂબ પસંદ પણ કરવામાં આવી રહ્યો છે. તેની પર લોકો અનેક પ્રકારની મજેદાર કોમેન્ટસ પણ લખી રહ્યા છે.

  આ પણ જુઓ, વીજળીના હાઇટેન્શન વાયરને લટકીને રિપેરિંગ કરી રહેલા લાઇનમેનનો વીડિયો વાયરલ, આનંદ મહિન્દ્રાએ કર્યા વંદન

  આ વીડિયોમાં જોઈ શકાય છે કે રણમાં એક વ્યક્તિ અનેક ઊંટોની સાથે ડાન્સ કરી રહ્યો છે. તેને જોઈને જ્યાં લોકો ખુશ થઈ રહ્યા છે, બીજી તરફ ઊંટો સાથે તે વ્યક્તિની મસ્તી તેમને હસાવી હસાવીને બેવડ કરી રહ્યા છે. વીડિયોને જોઈને લાગી રહ્યું છે કે આ વીડિયો કોઈ ખાડી દેશનો છે, જ્યાં એક વ્યક્તિ કોઈ ગીત પર ડાન્સ કરી રહ્યો છે અને તેને જોઈને ઊંટો પણ તેની આસપાસ ડાન્સ કરવા લાગે છે.
  Published by:Mrunal Bhojak
  First published:October 18, 2020, 12:24 pm

  ટૉપ ન્યૂઝ