Home /News /eye-catcher /

SNAKE VIDEO: ખુરશી પર બેસી પોતાનું કામ કરી રહ્યો હતો શખ્સ, પાછળથી આવ્યો એક ઝેરી સાપ! આશ્ચર્યજનક Video

SNAKE VIDEO: ખુરશી પર બેસી પોતાનું કામ કરી રહ્યો હતો શખ્સ, પાછળથી આવ્યો એક ઝેરી સાપ! આશ્ચર્યજનક Video

સાપનો આ વીડિયો જોઈને તમે દંગ રહી જશો.

Snake viral videoએક ન્યૂઝ ચેનલે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તાજેતરમાં ઓસ્ટ્રેલિયાનો એક વીડિયો શેર કર્યો છે(Australia snake crawls near man) જે ખૂબ જ ડરામણો છે. આ વાયરલ વીડિયો (viral video) જોઈને તમે તેના પર વિશ્વાસ નહિ કરી શકો.

    ટીવીમાં સાપ (Snake viral video) દેખાય કે પ્રાણીસંગ્રહાલયમાં, માણસ સાપને જોઈને હંમેશા ડરી જાય છે, પરંતુ એ જ સાપ જો કોઈ પાંજરામાં કે અવરોધ વિના આંખ સામે આવી જાય તો શ્વાસ રૂંધાવા જેવી સ્થિતિ સર્જાય છે. ભલે દરેક સાપ ઝેરી ન હોય, પરંતુ સાપને જોઈને જ આત્મા કંપી જાય છે. આવી જ સ્થિતિ તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં એક માણસ સાથે જોવા મળી હતી (CCTV camera record snake sneaking up on man) જેમાં સાપ માણસની નજીક ક્રોલ કરતો વીડિયો વાયરલ (Snake crawls near man viral video) થયો હતો.

    કેટલીક ઘટનાઓ એવી હોય છે કે જેની નોંધ ન કરવામાં આવે તો તેના પર વિશ્વાસ કરવો ખૂબ જ મુશ્કેલ છે. આવી જ એક ઘટના સાથે જોડાયેલો એક વીડિયો ચર્ચામાં છે. ન્યૂઝ ચેનલ એબીસી ન્યૂઝે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તાજેતરમાં ઓસ્ટ્રેલિયાનો એક વીડિયો શેર કર્યો છે જે ડરામણો છે.

    રિપોર્ટ્સ અનુસાર આ વીડિયો ઓસ્ટ્રેલિયાના ગિપ્સલેન્ડ (Gippsland, Australia)નો છે. વીડિયોમાં માલકમ નામનો વ્યક્તિ ખુલ્લામાં ટેબલ ખુરશી પર બેસીને આરામથી પોતાનું કામ કરી રહ્યો હતો.










    View this post on Instagram






    A post shared by ABC News (@abcnews)




    આ પણ વાંચો:  SNAKEની નજીક જવાથી શું આવે છે પરિણામ? 

    ડરીને માણસ સાપને જોવા લાગ્યો

    ત્યારે અચાનક પાછળ એક સાપ દેખાયો. વીડિયોમાં દેખાતો સાપ ઘણો લાંબો છે અને તે ક્રોલ કરતી વખતે માલકમની ખુરશી તરફ આગળ વધી રહ્યો છે. માણસ તેના કામમાં વ્યસ્ત છે, તેથી તેને બિલકુલ ખબર નથી કે તેની પાછળ સાપ છે. અચાનક સાપ માલ્કમની ફરતી ખુરશીના ટાયર સુધી પહોંચી ગયો અને થોડી જ ક્ષણોમાં તે માણસના પગ પર ચઢવા લાગ્યો જ્યારે તેને લાગ્યું કે પગ પાસે કંઈક છે. ત્યાં સુધીમાં સાપ ઉતાવળમાં ત્યાંથી ભાગવા લાગ્યો, પછી તે વ્યક્તિ પણ ગભરાઈને ખુરશી પરથી ઊભો થઈ ગયો અને ડરીને સાપને જોવા લાગ્યો.

    આ પણ વાંચો: SNAKE VIDEO: ભાગતા કોબ્રાનો પીછો કરીને પકડી લીધો, ડર્યા વિના ઝેરી સાપ પકડવામાં નિષ્ણાત છે વ્યક્તિ

    ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

    આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે અને ખૂબ જ ચોંકાવનારી છે. સ્ટોરીફુલ વેબસાઈટ સાથે વાત કરતા તેમને બાદમાં કહ્યું કે તેને લાગ્યું કે તે ટાઈગર સ્નેક છે જે તેના ઘરના ડેક પર આવ્યો હતો. આ વ્યક્તિએ સૌપ્રથમ આ વીડિયો સોશિયલ મીડિયા સાઈટ Reddit પર પોસ્ટ કર્યો અને જણાવ્યું કે આ ઘટના લગભગ બે અઠવાડિયા પહેલા બની હતી જ્યારે સાપ તેના ઘરમાં ઘૂસ્યો હતો. તમને જણાવી દઈએ કે ટાઈગર સાપ ખૂબ જ ઝેરી હોય છે અને તેના ડંખથી માણસ પણ મરી શકે છે.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: OMG VIDEO, Snake, Viral videos, અજબગજબ

    આગામી સમાચાર