ભોપાલઃ મધ્ય પ્રદેશના (Madhya Pradesh) ભોપાલમાં (bhopal)એક મહિલા 13 હજાર રૂપિયા લાઈટ બિલ (light bill) આવ્યા બાદ પરેશાન થઈ ગઈ હતી. કંઈ સમજમાં ન આવવાથી તે ઉર્જા મંત્રીના ઘરે પહોંચી ગઈ હતી. ત્યારબાદ મહિલા સાથે ઉર્જા મંત્રી (Minister of Energy) તેના ઘરે આવ્યા હતા. અચાનક મંત્રી આવવાની ખબર ઉપર વીજળી વિભાગના અધિકારીઓ મહિલાની ઝૂંપડીએ (Hut) પહોંચ્યો હતો. જ્યાં મંત્રીના સામે જ મીટરની તપાસ કરી તો લાઈટ બિલ 13 હજારમાંથી ઘટીને સુધી 212 રૂપિયા આવી ગયું હતું. બિલમાં ફેરફાર કરીને મહિલાને નવું બિલ આપવામાં આવ્યું હતું.
શું છે આખો મામલો
ભોપાલમાં ભીમનગરની ઝૂંપડપટ્ટીમાં રહેનારી નિર્મલા બાઈ પાસે 13 હજારથી વધારે વીજળીનું બિલ આવ્યું હતું. જેને લઈને તે પરેશાન હતી. ઉલ્લેખનીય છે કે નિર્મલાબાઈ પ્રમાણે બે મહિલા પહેલા જ તેના ઘરમાં વીજળીનું નવું મિટર લાગ્યું હતું. વધારે વપરાશવાળું એક પણ ઉપકરણ ન હોવા છતાં પણ આટલું બધું બિલ આવ્યું હતું.
પોતાની કારમાં બેસાડીને ઉર્જામંત્રી મહિલાના ઘરે ગયા
નિર્મલાબાઈને આટલું બધુ બિલ જોયા બાદ કંઈ સમજમાં આવ્યું નહીં ત્યારે તે ફરિયાદ કરવા માટે ઉર્જામંત્રીના બંગલે પહોંચી હતી. જ્યાં ઉર્જામંત્રી પ્રધ્યુમ્ન સિંહ તોમરને બિલ બતાવ્યું હતું. અને આખી ઘટના અંગે વાત કરી હતી. જેનાથી ઉર્જામંત્રી પણ હેરાન થઈ ગયા હતા. બિલ જોયા બાદ મંત્રી પણ એક્સન મોડમાં આવી ગયા હતા. તે મહિલાને પોતાની કારમાં બેસાડીને તેની ઝૂંપડીએ પહોંચ્યા હતા.
આ પણ વાંચોઃ-
ઝૂંપડીમાં ટવી કે ફ્રી કે નથી કોઈ કુલર
ઉર્જામંત્રી મહિલાની ઝુંપડીએ પહોંચીને જોયુ તો ઝૂંપડીમાં ટીવી, ફ્રિઝ કે કુલર જેવા ભારે ઉપકરણ ન હતા. અજવાળું કરવા માટે ઝૂંપડીમાં માત્ર એક બલ્બ હતો. ત્યારબાદ ફોન કરીને વીજળી વિભાગના અધિકારીઓને બોલાવ્યા હતા.
ઉર્જામંત્રીની સામે જ થઈ તપાસ
ઉર્જામંત્રીના કહેવા પર વીજળી કર્મચારીઓએ વીજ મીટરની તપાસ કરી હતી. જેમાં જાણવા મળ્યું કે વીજળીની ખપત માત્ર 212 રૂપિયાની જ થઈ છે. ત્યારબાદ મહિલાના હાથમાં 212 રૂપિયાનું ફેરફારવાળું વીજળીનું બીલ પકડાવ્યું હતું. ત્યાર બાદ મંત્રીએ અધિકારીઓની ક્લાસ લીધી હતી.