છોકરીએ પોતાના માટે પસંદ કર્યો અંઘ બોયફ્રેન્ડ, પછી ગણાવ્યા તેના ફાયદા જ ફાયદા

નિયા એસ્પેરાન્ઝાએ બ્લાઇન્ડ બોયફ્રેન્ડ હોવાના એક કરતા વધુ ફાયદા ગણ્યા છે. (તસવીર- Instagram//niyaesperanza)

Benefits of Blind Boyfriend : જ્યારે પોતાના માટે પરફેક્ટ મેચ શોધવાની વાત આવે છે, ત્યારે દરેકને પોતાનાથી વઘારે સારો પાર્ટનર જોઈએ છે. જોકે નિયા એસ્પેરાન્ઝા (Niya Esperanza)નામની એક મહિલા ટિકટોક( TikTok) વીડિયો દ્વારા કહી રહી છે કે તે એક બ્લાઇન્ડ બોયફ્રેન્ડ (Woman Dating a Blind Boyfriend)ને ડેટ કરી રહી છે. અને તે તેના બોયફ્રેન્ડ(Woman shares benefits of blind boyfriend)થી ખૂબ ખુશ છે કારણ કે એવી ઘણી વસ્તુઓ છે જે ફક્ત અંધ વ્યક્તિ જ કરી શકે છે.

  • Share this:
    છોકરીઓ હંમેશાં ઇચ્છે છે કે તેમના બોયફ્રેન્ડ સ્માર્ટ હોય, સારા દેખાતા હોય, પરંતુ નિયા એસ્પેરાન્ઝા નામની મહિલા આ સંદર્ભમાં સામાન્ય છોકરીઓ કરતાં તદ્દન અલગ માનસિકતા ધરાવે છે.

    હાલ તે એક બ્લાઇન્ડ પર્સન (Woman Dating a Blind Boyfriend) સાથે ડેટિંગ કરી રહી છે અને કહે છે કે બ્લાઇન્ડ બોયફ્રેન્ડ હોવાના ઘણા ફાયદા છે જે સામાન્ય પાર્ટનર સાથે મળી શકતા નથી.

    નિયા તેના બોયફ્રેન્ડની આંખ ન હોવાના ફાયદાઓ વર્ણવે છે અને કહે છે કે તે તેના માટે યોગ્ય છે કારણ કે તે જ્યારે પણ તે તેની તસવીરો લે છે ત્યારે તેને ખબર પણ નથી પડતી. ડેઈલી સ્ટારના જણાવ્યા અનુસાર નિયાનું કહેવું છે કે, તેને અન્ય છોકરીઓની જેમ બોયફ્રેન્ડ અંગે અસુરક્ષિત રહેવાની જરૂર નથી. તેનો બોયફ્રેન્ડ તેને પ્રેમ કરે છે, તેના દેખાવને નહીં.

    આ પણ વાંચો: Multibagger stock: 20 વર્ષ પહેલા આ કંપનીના શેર્સમાં રૂ. 10,000 રોકનારા આજે કરોડપતિ બની ગયા!

    બ્લાઇન્ડ બોયફ્રેન્ડ હોવાના ફાયદા
    અંધ બોયફ્રેન્ડ બનાવવાના ફાયદા નિયાએ 5 પોઇન્ટમાં બતાવ્યા છે
    પહેલો ફાયદો મહિલા બતાવતા કહે છે કે, તેનો બોયફ્રેન્ડ કોઈની સામે જોતો નથી, તે તેના માટે સુરક્ષિત રહેવાની બાબત છે.
    મહિલાને તે વાતની પરવા નથી કે તે કેવી દેખાય છે. આવી સ્થિતિમાં તેને વધારે પડતું તૈયાર થવાની જરૂર નથી.
    અંધ બોયફ્રેન્ડ હોવાને કારણે તેણે પોતાના બોયફ્રેન્ડ માટે ખરીદેલી કોઈ ભેટ છુપાવવાની જરૂર નથી.
    તે રમૂજી સ્વરમાં એમ પણ કહે છે કે તે ક્યારેય જાણતો નથી કે તે તેનો વીડિયો શૂટ કરી રહી છે.
    પાંચમા ફાયદા તરીકે, તે કહે છે કે તેણે ક્યારેય બેકસીટ ડ્રાઈવિંગ નથી કરવી પડતી.

    આ પણ વાંચો: આ યુટ્યૂબરે શરૂ કરી ઓનલાઇન Squid Game, હારનારને મળી આવી સજા

    સોશિયલ મીડિયા પર લોકોને પસંદ ના આવ્યું સેન્સ ઓફ હ્યુમર
    લોકોએ આ સ્ટોરીમાં યુવતીને રસપ્રદ એંગલથી જોઈ તો કેટલાક લોકોને તેની રમૂજી શૈલી બિલકુલ પસંદ ના આવી. એક યુઝરે કહ્યું કે તેની ગર્લફ્રેન્ડ અંધ છે અને તે હંમેશાં તેને કંઈક શીખવે છે. એક યુઝરે નિયાની સેન્સ ઓફર હ્યુમર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે તેને તેનુ હ્યુમર સેન્સ બહુ પસંદ ના આવ્યું. જોકે, મોટાભાગના લોકો માનતા હતા કે, નબળાઈને અવગણીને જીવન સુખેથી જીવી શકાય છે.
    Published by:Riya Upadhay
    First published: